Home » International News » Special » આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you

આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ

Divyabhaskar.com | Updated - May 22, 2018, 02:16 PM

દરેક દેશમાં પેટ્રોલના ભાવ વિવિધ પ્રકારના ટેક્સ અને ત્યા મળતી સબસિડીના આધારે નક્કી થાય છે

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ પેટ્રોલ છે તો આપણે છીએ આ એટલા માટે કારણે કે મોટા ભાગની ગાડીઓ પેટ્રોલથી ચાલે છે. રોજબરોજ આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ક્રુડના ભાવ વધતા ઘટતા રહે છે. ભારતમાં ક્રુડનો ભાવ આસમાને પહોંચ્યો છે.

    દેશમાં હવે પેટ્રોલ અને ડિઝલનો ભાવ દરરોજ નક્કી કરવામાં આવે છે અને તેની અસર પણ જોવા મળી રહી છે, દરરોજે પેટ્રોલના ભાવ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. એવામાં અમે એવા દેશો વિશે જણાવીશું જ્યાં પેટ્રોલના ભાવ એકદમ ઓછા છે, જેને જાણીને તમને પણ વિશ્વાસ નહી થાય.

    આગળ વાંચો, આ દેશમાં છે 68 પૈસા પ્રતિ લીટર છે પેટ્રોલ

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    વેનેજુએલા


    આ દેશમાં પેટ્રોલના ભાવ 0.01 ડોલર એટલે કે માત્ર 68 પૈસા પ્રતિ લીટર છે જે દુનિયામાં સૌથી સસ્તું છે.

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    કુવૈત


    અહીંયા લગભગ 10 હજાર કરોડ બેરલ ક્રુડનો ભંડાર છે અને આ કારણે જ કુવૈતમાં પેટ્રોલ અન્ય દેશોની સરખામણીમાં સૌથી સસ્તુ મળે છે. જો કે, સાઉદી આરબથી કુવૈતમાં ક્રુડની કિંમત વધારે છે. કુવૈતમાં હાલ 1 લીટર પેટ્રોલનો ભાવ 23..38 રૂપિયા છે.

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    સાઉદી આરબ


    દુનિયાના ધનાઢ્યો દેશોમાંથી એક છે, આ દેશમાં પેટ્રોલ 0.24 ડોલર એટલે કે 16.32 રૂપિયા પ્રતિલીટરના ભાવે મળે છે. સાઉદી આરબમાં ક્રુડના ભંડાર ભરેલા છે અને આ કારણે અહીયા પેટ્રોલ સસ્તુ છે.

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    કતાર


    કતારમાં પેટ્રોલ 39 સેન્ટ પ્રતિ લીટર મળે છે જે ભારતીય મુદ્રામાં 24.59 રૂપિયા પ્રતિલીટર થાય છે. કતારમાં ક્રુડના ભાવ નક્કી છે, તેમાં બહુ ઓછો વધારો ઘટાડો થાય છે.

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈરાન


    દુનિયાના સુંદર શહેરોમાંથી એક ઈરાનમાં પેટ્રોલની કિંમત 19.33 રૂપિયા પ્રતિલીટર છે. જે અમુક દેશોની સરખામણીએ મોંઘી પણ ભારત કરતા ઓછી છે.

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    તુર્કમેનિસ્તાન


    પેટ્રોલની કિંમતની વાત કરવામાં આવે અને તુર્કમેનિસ્તાનનો ઉલ્લેખ ના થાય એવું બની જ ના શકે. ક્યારેય સોવિયત સંઘના ભાગ રહેલા મધ્ય એશિયાના દેશમાં પણ તેલનો ભંડાર છે અને આ કારણે જ તુર્કમેનિસ્તાનમાં પેટ્રોલના ભાવ બહુ ઓછા છે, તુર્કમેનિસ્તાનમાં પેટ્રોલ 19.72 રૂપિયા પ્રતિલીટર છે.

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    અલ્જેરિયા


    ઉત્તર આફ્રિકામાં રાજનૈતિક ઉથલ પાથલ અને કાચા તેલમાં આવેલા ઘટાડાના કારણે ત્યાના દેશને ઘણી અસર થઈ છે પરંતુ તે છતા પણ અલ્જેરિયામાં પેટ્રોલની કિંમત 20 રૂપિયા પ્રતિલીટર છે.

  • આ દેશોમાં પાણીથી પણ સસ્તુ છે પેટ્રોલ, ભાવ જાણીને નહી થાય વિશ્વાસ | Petrol cheap than water in these countries whicn price will shocked you

    પાંચ એવા દેશ જ્યાં પેટ્રોલ સૌથી વધારે મોંઘુ


    હોંગકોંગ - 131 રૂપિયા પ્રતિ લીટર
    નોર્વે - 126 રૂપિયા પ્રતિ લીટર
    આઈસલેન્ડ - 119 રૂપિયા પ્રતિ લીટર
    ગ્રીસ - 112 રૂપિયા પ્રતિ લીટર
    ડેનમાર્ક - 111 રૂપિયા પ્રતિ લીટર

     

    દરેક દેશમાં પેટ્રોલના ભાવ વિવિધ પ્રકારના ટેક્સ અને ત્યા મળતી સબસિડીના આધારે નક્કી થાય છે. આ સિવાય કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોની પણ તેના પર અસર થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ