ટોયલેટ સીટ નીચે ખતરનાક સાંપને જોઈ આ વ્યક્તિનો થયો આવો હાલ, એક પછી એક મળી આવ્યા 24 સાંપ

persons condition was noticed after see dangerous snake under the toilet seat
persons condition was noticed after see dangerous snake under the toilet seat
persons condition was noticed after see dangerous snake under the toilet seat

divyabhaskar.com

Sep 07, 2018, 11:28 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ જંગલમાં સાંપ મળી આવવો સામાન્ય વાત છે, પરંતુ કોઈના ઘરમાં સાંપ નીકળે તો હોશી ઉડી જાય છે. જો સાંપ એક-બે હોય તો તેને પકડી શકાય છે, પરંતુ કોઈના ઘરમાં એક સાથે 24 ખતરનાક સાંપ મળી આવે તો બહુ મુશ્કેલ થઈ જાય છે.

ટોયલેટના પોટમાં હતો ખતરનાક સાંપ

અમેરિકાના દક્ષિણી ટેક્સાસમા એક ઘરમાં 24 સાંપ મળી આવ્યા. સૌથી પહેલા પરિવાર ચાર વર્ષનો છોકરો ટોઈલેટમાં ગયો હતો. જ્યાં તેને ટોયલેટના પોટની અંદર એક ખતરનાક સાંપ દેખાયો. સાંપને જોતા જ બાળક ચીસો પાડતા માતાપિતા પાસે પહોંચી ગયો. જ્યારે તેમણે પણ સાંપને જોયો તો તેમના હોંશ ઉડી ગયા. ત્યારબાદ પરિવારે સ્નેક રેસ્ક્યૂ ટીમને માહિતી આપી. સ્નેક રેસ્ક્યૂ ટૂમે ઘટના સ્થળે પહોંચીને સાંપને ટોયલેટમાંથી બહાર કાઢ્યો, પરંતુ ત્યાર પછી જે થવાનું હતું સૌથી ખતરનાક હતું. કારણ કે રેસ્ક્ટૂ ટીમને ઘરમાં સાંપ શોધવાનો પ્રયાસ કર્યો તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ. કારણ કે, તેને ત્યારબાદ 23 અન્ય ખતરનાક સાંપ મળ્યા.

ક્યાં હોય છે સાંપની સંખ્યા વધારે?

રેસ્ક્યૂ ટીમને ઘરના બેઝમેન્ટમાં 13 સાંપ મળ્યા, જે એકબીજાની ઉપર લપેટાયેલા હતા. ત્યારબાદ ઘરના બીજા ભાગમાં રેસ્ક્યૂ ટીમને 10 અન્ય સાંપ મળ્યા. બધા સાંપ રેટલ સ્નેક પ્રજાતિના હતા, જે બહુ ઝેરી હોય છે. સાંપ નિષ્ણાતો પ્રામણે, જે ઘરમાં ઉંદર-ગરોળીની સંખ્યા વધારે હોય છે, ત્યાં હંમેશા સાંપ પહોંચી જાય છે, ખાસ કરીને વરસાદની સીઝનમાં. એટલા માટે વરસાદની સીઝનમાં સાવધાની જરૂરી છે.

આ પણ વાંચો - વૃદ્ધ મહિલા ખાઈ નહોતી શકતી, આ એર હોસ્ટેસે ચમચીથી ખવડાવી જીતી લીધું બધાનું દિલ

X
persons condition was noticed after see dangerous snake under the toilet seat
persons condition was noticed after see dangerous snake under the toilet seat
persons condition was noticed after see dangerous snake under the toilet seat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી