પાકિસ્તાનમાં આવેલું છે આ હનુમાન મંદિર, ભગવાન રામ પણ આવ્યા હોવાની માન્યતા

મંદિરમાં રહેલી પંચમુખી હનુમાનજીની મૂર્તિ કોઈ સામાન્ય મૂર્તિ નથી

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 10:38 AM
Panchmukhi Hanuman hindu temple in Karachi City Of Pakistan

ઈન્ટરનેશનલ ડેસ્કઃ કહેવાય છે ને કે, સરહદનું વિભાજન ઈતિહાસ ન બદલી શકે. પાકિસ્તાનમાં આજે પણ હિન્દૂના ઘણા ઐતિહાસિક મંદિર આવેલા છે અને આ મંદિરોની પોતાની અલગ ઓળખ અને માન્યતા છે. તેમાંથી એક છે કરાંચીનું 1500 વર્ષ જૂનું પંચમુખી હનુમાન મંદિર. આ મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિ લગભગ હજારો વર્ષ જૂની છે. આ જગ્યાને લઈને એવી માન્યતા છે કે, ખુદ ભગવાન રામ પણ આ જગ્યાએ એક વાર આવી ચૂક્યા છે. આ કારણે ખાસ છે મંદિર...

- કહેવાય છે કે, મંદિરમાં રહેલી પંચમુખી હનુમાનજીની મૂર્તિ કોઈ સામાન્ય મૂર્તિ નથી કારણ કે આ મૂર્તિમામ હનુમાનજીના તમામ 5 સવરૂપ જોવા મળે છે.
- આ મૂર્તિમાં હનુમાનના નરસિમ્હા, આદિવારાગા, હયગ્રીવ, હનુમાન અને ગરુડ અવતાર જોવા મળે છે. માનવામાં આવે છે કે, આ મૂર્તિ માણસે બનાવેલી નથી પરંતુ કુદરતી રીતે બનેલી છે.
- સફેદ અને વાદળી કલરની 8 ફૂટ લાંબી સ્ટેચ્યુ અનેક સદી પહેલા અહીંયા સ્થાપિત કરવામાં આવી હતી, જે જગ્યાએ આજે મંદિર બનેલું છે.
- એવી માન્યતા છે કે, એક સમયે ખુદ ભગવાન રામ આ જગ્યાએ આવ્યા હતા. મંદિરના 108 ચક્કલ લગાવવાથી દરેક પ્રકાર દુઃખ-દર્દનો નાશ થાય છે.
- પાકિસ્તાનમાં સુરક્ષિત બચેલા આ અમુક હિન્દૂ મંદિરોમાંથી એક છે. અહીંયા મરાઠી, સિંધીથી લઈને બલૂચ જેવા સમુદાયના લોકો આવે છે.

ઘણી વાર કરાયું છે સમારકામ

- માન્યતા પ્રમાણે, આ મંદિરનો ઈતિહાસ લાખો વર્ષ જૂનો છે, પરંતુ આજે જે મંદિર આવેલુ છે, તે 19મી સદીમાં બીજીવાર બનાવવામાં આવ્યું હતું.
- ત્યારબાદ ઘણીવાર તેનું સમારકામ કરાવવામાં આવ્યું. 2012માં પણ તેના રિનોવેશનનું કામ શરૂ થયું અને મંદિરના રૂપને સંરક્ષિત કરવામાં આવ્યું.

આગળની સ્લાઈડ્સમાં જુઓ આ મંદિરની વધુ તસવીરો...

Panchmukhi Hanuman hindu temple in Karachi City Of Pakistan
Panchmukhi Hanuman hindu temple in Karachi City Of Pakistan
Panchmukhi Hanuman hindu temple in Karachi City Of Pakistan
Panchmukhi Hanuman hindu temple in Karachi City Of Pakistan
Panchmukhi Hanuman hindu temple in Karachi City Of Pakistan
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App