• Home
  • International News
  • Special
  • મેટ્રોમાં પ્રેગ્નેન્ટ મહિલાને કોઈએ ના આપી સીટ, બેશરમની જેમ બેઠા રહ્યા અન્ય મુસાફરો | No one gave seat to the pregnant

મેટ્રોમાં પ્રેગ્નેન્ટ મહિલાને કોઈએ ના આપી સીટ, નજરઅંદાજ કરી બેઠા રહ્યા અન્ય મુસાફરો

પ્રેગ્નેન્ટ મહિલા ટ્રેનમાં આવી તો મોટાભાગના મુસાફરોએ સીટ આપવાનો ઈનકાર કરી દીધો

divyabhaskar.com | Updated - Jul 04, 2018, 12:01 PM
મેટ્રોમાં પ્રેગ્નેન્ટ મહિલાને કોઈએ ના આપી સીટ, બેશરમની જેમ બેઠા રહ્યા અન્ય મુસાફરો | No one gave seat to the pregnant

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દિલ્હી મેટ્રો ઉપરાંત દુનિયાભરમાં મેટ્રોમાં મહિલાઓ ખાસ કરીને પ્રેગ્નેન્ટ મહિલાઓ, દિવ્યાંગો અને વૃદ્ધો માટે અમુક સીટ્સ રિઝર્વ હોય છે. જોકે, તે છતા અન્ય સીટ પર પણ બેસનારા લોકો પાસે આશા રાખવામાં આવે છે કે, જરૂરિયાતમંદ લોકોને સીટ આપે. જોકે, ઘણા લોકો આ વાતને અવગણતા પણ હોય છે. લંડન અંડરગ્રાઉન્ડ મેટ્રો સર્વિસમાં આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક્સપેરિમેન્ટ માટે બનાવાયો વીડિયો


મીડિયા અહેવાલો પ્રમાણે, એક પ્રેગ્નેન્ટ મહિલા લંડન અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં આવી તો મોટાભાગના મુસાફરોએ સીટ આપવાનો ઈનકાર કરી દીધો. ઘણા મુસાફરો પ્રેગ્નેન્ટ મહિલાની સામે ઉભા થવાના બદલે બેશરમની જેમ બેઠા રહ્યા. જોકે, આ વીડિયો એક એક્સપેરિમેન્ટ હેઠળ બનાવાયો હતો. તેમાં આ મહિલા હકીકતમાં પ્રેગ્નેન્ટ નહોતી અને તેને નકલી બેબીબંપ લગાવ્યો હતો.

10માંથી 4 લોકોએ આપી સીટ


આ એક્સપેરિમેન્ટ બ્રિટિશ લોકોનો પ્રેગ્નેન્ટ મહિલાઓ તરફ વ્યવહાર જાણવા માટે કરાયો હતો. નોંધનીય છે કે, મામા મિયોના આ એક્સપેરિમેન્ટમાં 10માંથી માત્ર 4 લોકોએ પ્રેગ્નેન્ટ મહિલાને સીટ ઓફર કરી. ત્યારે એક વ્યક્તિને વારંવાર કહેતા તે ઉભા થવા માટે તૈયાર થયો. ત્યારે બ્રિટનમાં એક અન્ય સર્વે પ્રમાણે 10માંથી 6 વ્યક્તિ જ કોઈ પ્રેગ્નેન્ટ મહિલા માટે સીટ ખાલી કરવા માટે તૈયાર થયા હતા.

મહિલાએ કહી આ વાત


સર્વે બાદ આ વીડિયોમાં રહેલી મહિલા એના વાઈટહાઉસે કહ્યું કે, તે પોતે 2 બાળકોની માતા છે અને આ જોઈને ઘણું દુઃખ થયું. ટ્રેનમાં મોટાભાગના લોકો ફોનમાં વ્યસ્ત હતા અને ઘણા લોકોએ વારંવાર કહેવા પછી જ સીટ ઓફર કરી. મહિલાએ કહ્યું કે, તે અન્ય મહિલાઓને કહેવા માંગશે કે જો કોઈ તમારે સીટની જરૂર હોય તો તમે લોકોને ઉભા થવા માટે કહો, જાતે દુઃખ સહન ના કરો. નોંધનીય છે કે, આવી ઘટના દિલ્હી મેટ્રોમાં પણ જોવા મળે છે. ઘણી વાર લોકો બીમાર વ્યક્તિ કે પ્રેગ્નેન્ટ મહિલાઓને સીટ નથી આપતા.

સંબંધ બનાવતી વખતે શ્વાસ રૂંધાતા થયું હતું છોકરીનું મોત, BF સામે દાખલ થઈ FIR

મેટ્રોમાં પ્રેગ્નેન્ટ મહિલાને કોઈએ ના આપી સીટ, બેશરમની જેમ બેઠા રહ્યા અન્ય મુસાફરો | No one gave seat to the pregnant
X
મેટ્રોમાં પ્રેગ્નેન્ટ મહિલાને કોઈએ ના આપી સીટ, બેશરમની જેમ બેઠા રહ્યા અન્ય મુસાફરો | No one gave seat to the pregnant
મેટ્રોમાં પ્રેગ્નેન્ટ મહિલાને કોઈએ ના આપી સીટ, બેશરમની જેમ બેઠા રહ્યા અન્ય મુસાફરો | No one gave seat to the pregnant
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App