મહિલાના બે બાળકોનું બે વર્ષમાં થયું મોત, શ્વાસની તકલીફથી થયા બન્નેના મોત, પોલીસને ગડબડ લાગતા શરૂ કરી તપાસ

ગૂગલ પર આવું સર્ચ મારી ઘડ્યું બાળકોની હત્યાનું કાવતરું

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 04:20 PM
mother who search on google how to commit the perfect murder charged with killing two children

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં બે બાળકોના મોતનો અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંયા બે વર્ષના અંતરમાં એક મહિલાના બે બાળકોના મોત થઈ ગયા. બન્ને બાળકો સ્વસ્થ હતા અને બન્નેનું મોત શ્વાસ અટકવાના કારણે થયું. પહેલા મોત પર પોલીસને શંકા ના ગઈ, પરંતુ બીજા મોત બાદ પોલીસને કંઈક ગડબડ હોવાની શંકા થઈ. પોલીસે તપાસમાં જ્યારે મહિલાનું કોમ્પ્યુટર તપાસ્યું તો મોતનું રહસ્ય ખુલ્યું. મહિલાએ જ તેના બન્ને બાળકની હત્યા કરી હતી અને ઘટનાને અંજામ આપવા પહેલા તેણે ઈન્ટરનેટ પર તેની રીત શોધી હતી.

બન્ને બાળકોના મોતનું એક જ કારણ

- અલાસ્કામાં રહેતી 23 વર્ષની સ્ટેફનીએ તેના બે બાળકોની હત્યાની આરોપી બનાવાઈ છે. તેણે છેલ્લા રિલેશનથી પેદા થયેલા પહેલા બાળકનું મોત 4 મહિનાની ઉંમરે 15 સપ્ટેમ્બર 2015માં થઈ ગયું હતું.
- જોકે, સ્ટેફનીનો પુત્ર એકદમ સ્વસ્થ હતો અને તેનું મોત બ્રેઈનમાં ઓક્સીજનની કમીના કારણે થયું હતું. પણ આ મામલે પોલીસને મહિલા પર શંકા ગઈ નહોતી અને આ કેસની કોઈ તપાસ કરવામાં આવી નહોતી.
- ત્યારબાદ સ્ટેફની બીજા રિલેશનમાં આવી અને તેણે પુત્રીને જન્મ આપ્યો. ગત વર્ષે નવેમ્બરમાં 13 મહિનાની પુત્રીને શ્વાસ અટકવાની પરેશાની બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં ચાર દિવસ બાદ તેણે અંતિમ શ્વાસ લીધા.
- અન્ય બાળકના મોતનું કારણ પણ બ્રેઈનમાં ઓક્સીજન ન પહોંચવાનું નીકળ્યું. એવામાં એક જ કારણથી સતત બે બાળકોના મોત પર પોલીસને શંકા ગઈ અને બન્ને બાળકોના મોતની તપાસ શરૂ કરી.

કોમ્પ્યુટરથી ખુલ્યું મોતનું રહસ્ય

- તપાસ દરમિયાન જ્યારે ફોરેન્સિક ટીમે મહિલાનું કોમ્પ્યુટર તપાસ્યું તો તેને અજીબોગરીબ પ્રકારના સર્ચની એક આખી સીરીઝ હાથે લાગી. ટીમ પ્રમાણે, આ બધી સર્ચ પુત્રીની મદદ માટે ઈમર્જન્સી નંબર પર ફોન કરવા પહેલાના એક કલાકની હતી. તેમાં સર્ચ કરવામાં આવ્યું હતું કે, વગર કોઈ પુરાવો છોડીને પરફેક્ટ મર્ડર કેવી રીતે કરવામાં આવે. ગત બુધવારે સ્ટેફનીએ તેના બન્ને બાળકોના મોત મામલે પકડી લેવામાં આવી અને તેને કરેક્શનલ સેન્ટરમાં રાખવામાં આવી છે.

આ પણ વાંચો - બેડરૂમમાંથી બહાર આવી ભસવા લાગ્યો ડોગી, મહિલાને નહોતું સમજાતું કારણ, અંદર ગઈ તો બાળકની હાલત જોઈ ચોંકી ગઈ

mother who search on google how to commit the perfect murder charged with killing two children
mother who search on google how to commit the perfect murder charged with killing two children
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App