1

Divya Bhaskar

Home » International News » Special » most difficult places in the world where humans can not to go

ધરતી પરની સૌથી મુશ્કેલ જગ્યાઓ, જ્યાં આ કારણે માણસોના જવા પર છે પ્રતિબંધ

Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 03:21 PM IST

અમુક જગ્યાને દુનિયાથી છૂપાઈને સીક્રેટ રાખવામાં આવી છે, કેમ કે તે માણસો માટે ખતરનાક છે

 • most difficult places in the world where humans can not to go
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ધરતી પરની સૌથી મુશ્કેલ જગ્યાઓ, જ્યાં આ કારણે માણસોના જવા પર છે પ્રતિબંધ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ધરતી પર વિવિધ જગ્યાઓ છે. તેમાંથી કેટલીક જગ્યાએ માણસો વસે છે તો કેટલી જગ્યા એવી છે, જ્યાં માણસોને જવાની પણ મનાઈ છે. તેમાંથી અમુક જગ્યાને દુનિયાથી છૂપાઈને સીક્રેટ રાખવામાં આવી છે, જ્યારે અમુક એવી છે જે માણસો માટે ખતરનાક છે. અહીંયા અમે એવી જ જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ.

  નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ, હિન્દ મહાસાગર

  નોર્થ સેંટિનલ આઈલેન્ડ હિન્દ મહાસાગરનો એક ખતરનાક આઈલેન્ડ છે. નોર્થ સેન્ટિનલ નામના આ આઈલેન્ડ પર બહુ ખતરનાક સેન્ટિનલીઝ જનજાતિના લોકો રહે છે. તેમની મોડર્ન સભ્યતા સાથે કંઈ જ લેવાદેવા નથી. આ લોકો એટલા આક્રમક હોય છે કે, તેમની પાસે કોઈને ભટકવા પણ દેતા નથી. બહારનો કોઈ વ્યક્તિ અહીંયા આવવાનો પ્રયાસ કરે તો તેને આદિવાસીઓ મારી નાખે છે. આ લોકોને લોસ્ટ ટ્રાઈબ પણ કહેવાય છે. આ આઈલેન્ડ ભારતના અધિકાર વિસ્તારમાં આવે છે. એવામાં અહીંયા લોકોને જતા અટકાવવા માટે ભારતીય નેવીએ ટુરિસ્ટ્સ અને રિસર્ચરને દૂર રાખવા માટે 2 માઈલ દૂરનું બફર જોન બનાવી રાખ્યું છે.

  આગળની સ્લાઈડ્સમાં જુઓ, આવી જ અન્ય જગ્યાઓ વિશે...

  (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
  (Read News in Gujarati from Divya Bhaskar)
 • most difficult places in the world where humans can not to go
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ધરતી પરની સૌથી મુશ્કેલ જગ્યાઓ, જ્યાં આ કારણે માણસોના જવા પર છે પ્રતિબંધ

  સ્નેક આઈલેન્ડ, બ્રાઝીલ

  બ્રાઝિલના Ilha de Queimada Grande આઈલેન્ડમાં માણસોને જવાની મનાઈ છે. તેને સ્નેક આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઓ પાઉલોથી 93 માઈલ દૂર દરિયામાં સ્થિત આ આઈલેન્ડ પર મોટી સંખ્યામાં ગોલ્ડન પિટ વાઈપર સાંપ જોવા મળે છે. ગોલ્ડન પિટ વાઈપર સાંપ દુનિયાના સૌથી ઝેરી સાંપમાં ગણતરી થાય છે. અહીંયા સાંપોની સંખ્યા એટલી વધારે છે કે, દર ચોરસ મીટરમાં પાંચ સાંપ રહે છે. અહીંયા સામાન્ય વ્યક્તિને જવા પર પ્રતિબંધ છે, માત્ર સ્નેક રિસર્ચ માટે અહીંયા જઈ શકાય છે. એમાં પણ માત્ર કોસ્ટલ એરિયાથી પરત ફરવાનું હોય છે. આઈલેન્ડની અંદર જવાની મંજૂરી નથી.

 • most difficult places in the world where humans can not to go
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ધરતી પરની સૌથી મુશ્કેલ જગ્યાઓ, જ્યાં આ કારણે માણસોના જવા પર છે પ્રતિબંધ

  લસ્કેક ગુફાઓ, ફ્રાન્સ

  એક સમયમાં લસ્કેસ ગુફાને ફ્રાન્સનું વેકેશન ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ગુફાને એટલા માટે બંધ નથી કરવામાં આવ્યું કે,  તેનાથી દુનિયાભરમાં પુરાતત્વવિદોને આકર્ષિત થાય છે. જો કે, લોકો માટે ખોલવાના કારણે તેના આર્ટને પહોંચવા લાગ્યું. એવામાં પ્રોટેક્શનના કારણે તેને બંધ કરવામાં આવ્યું.

 • most difficult places in the world where humans can not to go
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ધરતી પરની સૌથી મુશ્કેલ જગ્યાઓ, જ્યાં આ કારણે માણસોના જવા પર છે પ્રતિબંધ

  પોવેગ્લિયા, ઈટાલી

  વેનિસ અને લીડો વચ્ચે આવેલા આ આઈલેન્ડનો ઈતિહાસ બહુ ભયંકર છે. પ્લેનના દર્દીઓને મારવા માટે આ આઈલેન્ડ પર લાવીને છોડી દેવામાં આવતા હતા. બાદમાં કાળ બુખારના સમયમાં પણ આ આઈલેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. તેવામાં જે લોકો મરી જતા હતા, તેમને અહીંયા દફનાવવામાં આવતા હતા. બાદમાં જ્યારે દર્દીઓની સંખ્યા ઘણી વધી ગઈ ત્યારે લગભગ 1 લાખ 60 હજાર બીમાર લોકોને અહીંયા જીવતા સળગાવી દેવાયા. ત્યારબાદથી લોકો તેને ભુત માનવા લાગ્યા અને આ આઈલેન્ડ પૂર્ણ રીતે ઉજ્જડ બની ગયો. સરકારે હવે અહીંયા લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

 • most difficult places in the world where humans can not to go
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ધરતી પરની સૌથી મુશ્કેલ જગ્યાઓ, જ્યાં આ કારણે માણસોના જવા પર છે પ્રતિબંધ

  એરિયા 51, અમેરિકા

  એરિયા 51 અમેરિકાનું નો ફ્લાઈ ઝોન છે અને આ જગ્યા અમેરિકનો સિવાય આખી દુનિયા માટે કાયમ દુનિયાનું સૌથી સીક્રેટ મિલેટ્રી બેઝ રહ્યું છે. તેવા વિશે ત્યાં વિવિધ વાતો કહેવાય છે. જેમ કે, અહીંયા યુએફઓ ક્રેશ થયું હતું. તેમાંથી એક એલિયનને યુએમ આર્મીએ પોતાના કબ્જામાં લીધો હતો. જો કે, વર્ષ 2015માં નાસા પ્રમુખે એલિયનના અસ્તિત્વની વાત તો માની હતી, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે, એરિયા 51માં કોઈ એલિયનને છૂપાઈને રાખવામાં નથી આવ્યો. આ એરિયા દુનિયાના સૌથી રહસ્યમયી જગ્યામાંથી એક માનવામાં આવે છે. અહીંયા બહારના કોઈ પણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ છે.

 • most difficult places in the world where humans can not to go
  ધરતી પરની સૌથી મુશ્કેલ જગ્યાઓ, જ્યાં આ કારણે માણસોના જવા પર છે પ્રતિબંધ

More From International News

Trending