1

Divya Bhaskar

Home » International News » Special » મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત | model claims relation with donald trump

મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત, મંગેતર હતી પ્રગ્નેન્ટ

Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 06:13 PM IST

અફેર 6 મહિના સુધી ચાલ્યું, મોડલે કહ્યું- તેણે ટ્રમ્પના માસ્ટર બેડરૂમમાં સાથે રાત પસાર કરી

  • મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત | model claims relation with donald trump
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ પ્લેબોય મેગેઝિનની એક પૂર્વ પ્લેમેટ અને મોડલ બારબરા મૂરેએ દાવો કર્યો છે કે, તેના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શારીરિક સંબંધો રહ્યા છે. મોડલે દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની સાથે ત્યારે સંબંધ બનાવ્યા હતા જ્યારે તેમની ત્યારની મંગેતર મારલા મેપલ્સ પ્રેગ્નેન્ટ હતી. મૂરે પ્રમાણે, અફેર 6 મહિના સુધી ચાલ્યું. મોડલે કહ્યું કે, તેણે ટ્રમ્પના માસ્ટર બેડરૂમમાં સાથે રાત પસાર કરી. ચાલો જાણીએ મોડલે ટ્રમ્પ સાથે રિલેશનને લઈને શું-શું ખુલાસા કર્યા...

    નોંધનીય છે કે, ટ્રમ્પે ત્રણ વખત લગ્ન કર્યા છે. મારલા મેપલ્સ ટ્રમ્પની બીજી પત્ની બની હતી. બારબરા મૂરેના જણાવ્યા પ્રમાણે, મારલા પ્રેગ્નેન્ટ થઈ તે દરમિયાન બન્ને વચ્ચે સંબંધ બન્યા હતા. મૂરેએ કહ્યું કે, તે ટ્રમ્પને 1993માં મળી હતી. તેનાથી ત્રણ મહિના પહેલા પ્લેમેટ મોડલ તરીકેની તસવીર પ્લેબોય મેગેઝિનમાં છપાઈ હતી. મોડલે ટ્રમ્પને એક ગ્રેટ લવર અને સાચ્ચો જેન્ટલમેન જણાવ્યો છે. તેણે કહ્યું છે કે, ટ્રમ્પ ટાવરમાં તેમણે સાથે સમય પસાર કર્યો.

    આગળ વાંચોઃ મોડલે અન્ય શું ખુલાસા કર્યા?

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત | model claims relation with donald trump
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ડેલીમેલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, મૂરેએ જે તસવીરો ઉપલબ્ધ કરાવી છે તેમાં તે ટ્રમ્પના પર્સનલ આવાસમાં જોવા મળે છે. એક ઈન્ટરવ્યૂમાં મોડલે કહ્યું છે કે, તેણે માર્ચથી સપ્ટેમ્બર 1993 સુધી 6 મહિના સુધી ટ્રમ્પને ડેટ કર્યા.  ઉલ્લેખનીય છે કે, પ્લેબોયની જ એક પૂર્વ પ્લેમેટ કરેન મેકડુગલ ટ્રમ્પ સાથે સંબંધ અને એક મીડિયા સંસ્થા વિરુદ્ધ કોટ ગઈ છે. કોર્ટમાં જે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે તેમાં મૂરેનું પણ નામ છે.

  • મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત | model claims relation with donald trump
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ડોક્યુમેન્ટમાં મૂરેનું નામ સામે આવ્યા બાદ મીડિયા સતત તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જોકે મૂરેના જણાવ્યા અનુસાર, જ્યારે તેનું અફેર ચાલી રહ્યું હતું ત્યારે તેને ખબર નહોતી કે ટ્રમ્પ કોઈની સાથે એન્ગેજ છે. તેણે કહ્યું કે, તાજેતરમાં જ તેને ખબર પડી કે ત્યારે તેની કોઈ પત્ની પ્રેગ્નેન્ટ હતી. તેમણે કહ્યું કે, જ્યારે તેમને ખબર પડી તો તેમને આઘાત લાગ્યો, પરંતુ તે ટ્રમ્પની વિરુદ્ધમાં નથી. તે સારો પ્રેમી હતો. મોડલે કહ્યું, મને લાગે છે કે તે એક ગ્રેટ પ્રેસિડેન્ટ પણ છે.

  • મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત | model claims relation with donald trump
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પ સંબંધિત સૂત્રોએ આ આરોપોને ખોટા જણાવ્યા છે. આ પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના સંબંધને લઈને એખ ઈન્ટરવ્યૂમાં લગભગ 60 મિનિટની વાત કરી હતી. ત્યારે ડેનિયલ્સે જણાવ્યું હતું કે, તેણે ગર્ભનિરોધક વગર ટ્રમ્પ સાથે સંબંધ બનાવ્યા. 

  • મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત | model claims relation with donald trump
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જો કે, ડેનિયલ્સે કહ્યું હતું કે, તે શારીરિક રૂપે ટ્રમ્પથી આકર્ષિત નહોતી. ડેનિયલ્સે કહ્યું હતું કે, ટ્રમ્પે ત્યારે તેને કહ્યું હતું કે, તે ખાસ છે અને તેની પુત્રી ઈવાન્કાની યાદ અપાવે છે. ટ્રમ્પે ડેનિયલ્સને કહ્યું હતું કે, તેની પત્ની મેલાનિયા વિશે તે ચિંતા ના કરે. ટ્રમ્પની પત્નીએ ત્યારે બેરન નામના બાળકને જન્મ આપ્યો હતો અને તે અલગ અલગ રૂમમાં સૂતા હતા.

  • મોડલનો દાવો- ટ્રમ્પે મારી સાથે પસાર કરી હતી રાત | model claims relation with donald trump

More From International News

Trending