યુદ્ધ સ્મારકની બહાર ટોપલેસ થઈ આ સિંગર, કહ્યું- શહીદ પણ મને જોઈને ખુશ થશે

પોપ સિંગર વોર મેમોરિયલની બહાર ટોપલેસ ફોટોશૂટ કરાવીને વિવાદોમાં ઘેરાઈ

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 12:18 PM
london pop singer Indiana posing at outside war memorial

ઈન્ટરનેશનલ ડેસ્કઃ શહીદોને સન્માન આપવા માટે લોકો તેમના સ્મારક પર ફૂલ-માળા ચડાવે છે, તેની યાદમાં સેમિનારનું આયોજન કરે છે અને તમામ દેશભક્તિ સંબંધિત કાર્યક્રમ કરાવાય છે. ત્યારે લંડનમાં એક પોપ સિંગરે એક શહીદ સ્મારક પર પહોંચીને એવું કામ કર્યું, જેના કારણે તે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ થઈ રહી છે.

વોર મેમોરિયલની બહાર કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ


લંડનની પોપ સિંગર ઈન્ડિયાના એક વોર મેમોરિયલની બહાર ટોપલેસ ફોટોશૂટ કરવાની વિવાદોમાં ઘેરાઈ છે. ઈન્ડિયાનાનું મૂળ નામ લોરેન હેન્સન છે અને તે પહેલા ગીતથી ઘણા લોકપ્રિય પણ રહી છે. તાજેતરમાં તેણે એક વોરમેમોરિયલની બહાર જૂતા અને શોર્ટ્સમાં ટોપલેસ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી, ત્યારબાદ યુઝર્સે તેની ટીકા કરવાની શરૂ કરી છે. નોંધનીય છે કે, ઈન્ડિયાના આ પહેલા જૂનમાં પણ આ પ્રકારનો ફોટો શેર કરી ચૂકી છે. જોકે, ત્યારે તેની તસવીર વિવાદોમાં નહોતી. ત્યારે, અત્યાર સુધી તેણે વોર મેમોરિયલ પર આવું કર્યું તો તે લોકોના નિશાના પર આવી ગઈ છે.

'તેઓ પણ ખુશ થઈને મને જોશે'


ત્યારબાદ ઈન્ડિયાનાએ સોશિયલ મીડિયા પર ટીકા કરી રહેલા લોકોને જવાબ આપતા કહ્યું કે, વોર મેમોરિયલના હીરો પણ તેને પાસે આ અંદાજમાં જોઈને ખુશ થઈ રહ્યા હશે. તેણે લખ્યું, મને પૂરો વિશ્વાસ છે કે, જે લોકોએ વિશ્વ યુદ્ધમાં આ દેશ માટે પોતાનો જીવ આપ્યો, તે પણ કદાચ સાઈડથી મારા સ્તનને જોઈને ખુશ થતા હશે. જોકે, તેણે એમ પણ કહ્યું કે, તસવીર ક્લિક કરતી વખતે તેને એ વાતની ખબર નહોતી કે આ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થનારા નાયકોનો વોર મેમોરિયરલ છે.

બે બાળકોની મા છે ઈન્ડિયાના


ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયાનાની ઉંમર 31 વર્ષ છે અને તે બે બાળકોની માતા છે. તે તેના ગીતોના કારણે ઘણી ફેમસ છે. તેનું પહેલુ ગીત ક્વીન ઘણું લોકપ્રિય રહ્યું. ઈન્ડિયાના તે સમયે બીજા ગીત નોટ ગર્લફ્રેન્ડ મટીરિયલ માટે ચર્ચામાં છે.

આ પણ વાંચો - આ મહિલાની ઉંમરનો અંદાજો લગાવવો છે મુશ્કેલ, જોઈને લોકો છેતરાઈ જાય છે, જણાવે છે પોતાની ફિટનેસનું રહસ્ય

london pop singer Indiana posing at outside war memorial
london pop singer Indiana posing at outside war memorial
X
london pop singer Indiana posing at outside war memorial
london pop singer Indiana posing at outside war memorial
london pop singer Indiana posing at outside war memorial
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App