વિશ્વનો સૌથી અનોખો હાઈવે, 16 માળની ઉંચી બિલ્ડિંગની વચ્ચેથી થાય છે પસાર

સૌથી મહેનતું દેશોમાં સામેલ જાપનનો આજે ફાઉન્ડેશન ડે છે

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 05:17 PM
Japan gate tower building highway

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સૌથી મહેનતું દેશોમાં સામેલ જાપનનો આજે ફાઉન્ડેશન ડે છે. લગભગ 6800 દ્વીપો સાથે મળીને બનેલો આ દેશ સૌથી વિકસિત દેશ છે. આ દેશનું નામ કઈ પણ નવું કરવામાં આગળ રહે છે. એન્જિનિંયરિંગના વિશ્વમાં જાપાનના લોકોએ એકથી એક જોરદાર કામ કર્યું છે. આજે અમે તમને અહીં આવી જ એક બિલ્ડિંગ વિશે બતાવવા જઈ રહ્યાં છે. જેની વચ્ચેથી એકપ્રેસ હાઈવે પાસ થાય છે. આ બિલ્ડિંગ બનવાની કહાની પણ ખુબ જ રસપ્રદ છે. ચોથા પછી સીધી 8માં ફલોર પર રોકાય છે લિફટ...

આગળની સ્લાઈડ્સમાં વાંચો જાપાનની આ બિલ્ડિંગ વિશે વધુ...

Japan gate tower building highway

ઓસાકા સિટિમાં બનેલો આ ગેટ ટાવર બિલ્ડિંગ એન્જિનિયરિંગની દુનિયામાં સૌથી સારો નમૂનો છે. હાઈવે બિલ્ડિંગનો 5મા, છઠ્ઠા અને 7માં માળને કવર કરે છે. આ ફલોર્સ પર કોઈ ઘર નથી. હાઈવેની વચ્ચેથી બિલ્ડિંગ બનાવવાને લઈને ખુબ જ વિવાદ થયો હતો. હાલ તે ટુરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર છે.

 

Japan gate tower building highway

પાંચ વર્ષ સુધી ચાલ્યો કાયકાદીય જંગ

 

આ બિલ્ડિંગ અને હાઈવેના નિર્માણની કહાની ખુબ જ રસપ્રદ છે. અગાઉ અહી એક બિલ્ડિંગ બનવાની હતી. જેની ડિઝાઈન 1982માં જ ફાઈનલ થઈ ગઈ હતી. જોકે બિલ્ડિંગના માલિકને ખબર ન હતી કે અહીં અગાઉથી હાઈવે નિર્માણનો પ્લાન તૈયાર થઈ ગયો હતો. બાદમાં અહીં બિલ્ડીંગ બનાવવા પર કાયદાકીય રોક લગાવવામાં આવી, જોકે બિલ્ડિંગનો માલિક ન માન્યો. તે આ મામલાને લઈને કોર્ટ સુધી પહોંચી ગયા અને પાંચ વર્ષ સુધી કેસ ચાલતો રહ્યો. બાદમાં 1989માં સિટી પ્લાનિંગ અને હાઈવે કાયદામાં થોડા બદલાવને કારણે હાઈવેની વચ્ચે જ બિલ્ડિંગ બનાવવાની પરમિશન મળી ગઈ. જગ્યાના ઉપયોગને કારણે એડમિનિસ્ટ્રેશન દરેક બિલ્ડિંગના માલિકને આ ત્રણ માળનું ભાડું પણ ચુકવે છે.

Japan gate tower building highway

બિલ્ડિંગમાં રહેનાર લોકો સુધી નથી પહોંચતો ગાડીઓનો અવાજ

 

આ બિલ્ડિંગને વર્લ્ડ ફેમસ એન્જિનિયર અજૂસા સેકેઈ અને યમાતો નિશિહારાએ ડિઝાઈન કરી છે. આ ગોળાકાર બિલ્ડિંગ હાઈવે બિલ્ડિંગથી નજીક છે, પરતું નીચે બનેલો બ્રીજ હાઈવેને સહારો આપે છે. એટલું જ નહિ હાઈવેની ચારે બાજું ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે, જે ગાડીઓના અવાજને બિલ્ડિંગમાં જવા દેતો નથી. 

X
Japan gate tower building highway
Japan gate tower building highway
Japan gate tower building highway
Japan gate tower building highway
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App