Home » International News » Special » Is Russian leader Putin the worlds real richest man

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે પૂટિન? 13 લાખ કરોડના માલિક હોવાનો દાવો

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:16 PM

ગરીબીમાં થયો છે પૂટિનનો ઉછેર, આજે છે 58 વિમાન અને હેલિકોપ્ટર, 5 લાખ ઘડિયાળોનું કલેક્શન અને 20 પેલેસ, 1 પ્રાઈવેટ જેટ

 • Is Russian leader Putin the worlds real richest man
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ એકવાર ફરી રશિયાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા વ્લાદિમીર પૂટિન પાસે કેટલી સંપત્તિ છે, તેનો ખાલી અંદાજો લગાવી શકાય છે. રશિયાના પૂર્વ ફંડ મેનેજર અને પૂટિનના ટીકાકાર બિલ બ્રાઉડરે એક સમયે દાવો કર્યો હતો કે, પૂટિનની સંપત્તિ 200 બિલિયન ડોલર(અંદાજે 13 લાખ કરોડ રૂપિયા) છે. તેમણે કહ્યું છે, છેલ્લા ઘણા વર્ષથી રશિયામાં સત્તા મેળવ્યા બાદ પૂટિને બહુ સંપત્તિ બનાવી છે. તેમનું કહેવું છે કે, પૂટિનની તાકાત વધવાની સાથે સાથે તેની સંપત્તિમાં પણ વધારો થયો છે. જો બિલનો દાવો સાચો માનવામાં આવે તો પૂટિનની સંપત્તિ વિશ્વના સૌથી ધનિક જેફ બેઝોસથી વધારે માની શકાય.

  જેફ બેઝોસ કરતા પણ ધનિક...

  એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પૂટિન પાસે 200 બિલિયન ડોલર(અંદાજે 13 લાખ કરોડ રૂપિયા)ની અંદાજિત સંપત્તિ હોઈ શકે છે. જો તેના પર વિશ્વાસ કરવામાં આવે તો તેનો અર્થ એ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ પ્રમાણે, દુનિયાના સૌથી ધનાઢ્ય એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ પાસે 112 બિલિયન ડોલરની(અંદાજે 8 લાખ કરોડ રૂપિયા) સંપત્તિ છે અને આ રીતે પૂટિન જેફ બેઝોસ કરતા પણ વધારે ધનિક છે.

  (આગળની સ્લાઈડ્સમાં વાંચો, પૂટિન પાસે છે 58 વિમાન-હેલિકોપ્ટર તથા 5 લાખ ઘડિયાળનું કલેક્શન તથા એક પ્રાઈવેટ જેટ)

 • Is Russian leader Putin the worlds real richest man
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  સંપત્તિ વિશે કોઈ સત્તવાર આંકડો નથી


  એક બાબત એ પણ છે કે અમેરિકન રાષ્ટ્રપતિનો પગાર દર વર્ષે સમાન રહે છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિનો પગરા વધતો રહે છે. 2013માં પૂટિનનો વાર્ષીક સેલરી 1,15,000 ડોલર હતો. જ્યારે તેની સંપત્તિ વિશે કોઈ સત્તવાર આંકડો નથી. કહેવાય છે કે, રિયલ એસ્ટેટ અને અનેક કંપનીઓમાં તેમની ખાનગી સંપત્તિ છે. વર્ષ 2007માં એક રાજનૈતિક વિશેષજ્ઞ સ્તાન્સલોવ બેલકોવસ્કાઈએ તેમની સંપત્તિ 40 બિલિયન ડોલર આંકી હતી. પરંતુ લેખક અને રશિયાના પૂર્વ ફંડ મેનેજરે કહ્યું હતું કે, તેમની સંપત્તિ 200 બિલિયન ડોલરથી પણ વધારે છે.

 • Is Russian leader Putin the worlds real richest man
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  કાલા સાગર પાસે આવેલા પેલેસની કિંમત 1 બિલિયન ડોલર


  બેલકોવસ્કાઈ પ્રમાણે, એક તેલ કંપનીની 27 ટકા અને પ્રાકૃતિક ગેસ કંપનની 4.5 ટકા ભાગીદારી પૂટિન પાસે છે. નોંધનીય છે કે, પૂટિન પાસે કાલા સાગર પાસે એક પેલેસ છે જેની કિંમત 1 બિલિયન ડોલર છે. પૂટિનના એક વિરોધી દ્વારા લખવામાં આવેલા ડોઝિયરમાં કહેવામાં આવ્યું હતું કે, તેની પાસે દેશના 58 વિમાન અને હેલિકોપ્ટર, 5 લાખ ઘડિયાળોનું કલેક્શન અને 20 પેલેસ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની પાસે એક પ્રાઈવેટ જેટ છે જેની કિંમત 137 મિલિયન ડોલર છ, જેના બાથરૂમમાં ગોલ્ડ ફિનિશિંગ છે.

 • Is Russian leader Putin the worlds real richest man
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  પૂટિનનું જીવન અત્યંત ગરીબીમાં પસાર થ્યું. તેમનો પરિવાર સેન્ટ પીટર્સબર્ગના એક એપાર્ટમેન્ટના બ્લોકમાં અન્ય ત્રણ પરિવારોની સાથે રહેતો હતો. પૂટિન ઉંદરો પકડીને બહાર છોડવાનું કામ કરતા હતા.

 • Is Russian leader Putin the worlds real richest man
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  પૂટિને 18 વર્ષની વયે જૂડો શીખવાનું શરૂ કર્યું. કારણ કે પૂટિન પોતાની સમાનવયના લોકોને પોતાને અપરિપક્વ માનતા હતા. તેઓ રશિયન માર્શલ આર્ટ સાંબોના માસ્ટર છે.
  પૂટિને લેનિનગ્રાદ સ્ટેટ યુનિવર્સિટીથી 1975માં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી તેઓ સોવિયેત ગુપ્તચર એજન્સી કેજીબીમાં સામેલ થયા અને ત્યાં 1991 સુધી કામ કર્યું.

 • Is Russian leader Putin the worlds real richest man
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  રશિયામાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો શ્રેય પૂટિનને જાય છે. વર્ષ 2014માં આવેલા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટની માનીએ તો રશિયા દુનિયાનો એવો દેશ છે જ્યાં કરપ્શન સૌથી ઓછું છે.

 • Is Russian leader Putin the worlds real richest man
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  બે પુત્રીઓના પિતા પૂટિનની બે પુત્રીઓ મારિયા અને ટેકટરીના છે. એપ્રિલ 2014માં પૂટિનના તલાક થઈ ગયા. પૂટિને પોતાનું વ્યક્તિગત જીવન છુપાવીને રાખ્યું છે.
  પૂટિનની સંપત્તિ વિશે કહેવામાં આવે છે કે તેઓ 3 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. 

 • Is Russian leader Putin the worlds real richest man
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  રશિયન મીડિયા કહે છે કે, પૂટિન પાસે 20 બંગલા અને મહેલ છે. તેમાં એક બંગલાની કિંમત 5 હજાર કરોડ રૂપિયા છે.

 • Is Russian leader Putin the worlds real richest man
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Is Russian leader Putin the worlds real richest man
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ