Home » International News » Latest News » International » success story of Gujju Jewellery Designer nirav modi

વિશ્વભરની અભિનેત્રીઓ ચમકે છે નીરવ મોદીથી, ધનકુબેરોની લાગે છે લાઈન

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 12:37 PM

ગુજરાતના નીરવ મોદીની જ્વેલરીના હોલિવૂડ તથા બોલિવૂડ હીરોઈનો પણ ચાહક

 • success story of Gujju Jewellery Designer nirav modi
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ પંજાબ નેશનલ બેન્કમાં ફ્રોડ દ્વારા 11400 કરોડના કૌભાંડ મામલે નીરવ મોદી અને તેમના સહયોગીઓ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મૂળ ગુજરાતના નીરવ મોદીની જ્વેલરીના હોલિવૂડ તથા બોલિવૂડ હીરોઈનો પણ ચાહક છે. તેમની જ્વેલરી ખરીદવા માટે ધનકુબેરો લાઈનો લગાવતા જોવા મળે છે.

  આમ તો હીરાના વેપાર સાથે તો ઘણા ગુજરાતીઓ સંકળાયેલા છે અને તેમાંથી કેટલાય દુનિયાભરમાં ડાયમંડ ટ્રેડિંગના મોટા માથાં ગણાય છે પરંતુ આજે આપણે અહીં એક એવા ગુજરાતીની વાત કરવાની છે કે જેમણે લક્ઝરી જ્વેલરી ડિઝાઇનર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. 45 વર્ષના આ જ્વેલરી ડિઝાઇનરનું નામ છે નીરવ મોદી. કેટ વિન્સલેટથી માંડીને કરીના કપૂર સુધી હૉલિવૂડ-બૉલિવૂડની સંખ્યાબંધ અભિનેત્રીઓ તેમણે ડિઝાઇન કરેલી જ્વેલરી પહેરી ચૂકી છે.

  નીરવ મોદીની સક્સેસ સ્ટોરી વિશે વધુ જાણવા સ્લાઇડ્સ બદલતા રહો...

 • success story of Gujju Jewellery Designer nirav modi
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  હીરા ઉદ્યોગ સાથે પરિવારનો 3 પેઢીઓથી છે નાતો
   
  1.6 અબજ ડૉલર (અંદાજે 11 હજાર કરોડ રૂપિયા)ની નેટ વર્થ ધરાવતા નીરવભાઇ સૌથી ધનિક ભારતીયોની Forbesની યાદીમાં 46મા ક્રમે છે. તેમનો જન્મ અને ઉછેર હીરાના ચળકાટની વચ્ચે થયો છે. 1920ના દાયકામાં તેમના દાદા કેશવલાલ મોદીએ વતન પાલનપુરમાં રફ ડાયમન્ડનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું. થોડા વર્ષોમાં તેઓ પાલનપુરથી મુંબઇ અને પછી સિંગાપોરમાં શિફ્ટ થયા. બાદમાં નીરવભાઇના પિતા દીપકભાઇ પણ વારસાગત વ્યવસાય સાથે સંકળાયા.
   
  આગળની સ્લાઇડમાં વાંચોઃ પોતે જ પોતાની જ્વેલરીનું બ્રાન્ડ નેમ

 • success story of Gujju Jewellery Designer nirav modi
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  પોતે જ પોતાની જ્વેલરીનું બ્રાન્ડ નેમ હોય તેવા પહેલા બિઝનેસમેન
   
  તેમણે 1960ના દાયકામાં બેલ્જિયમમાં ગ્લોબલ ડાયમંડ કેપિટલ ગણાતા એન્ટવર્પમાં હેડ ઓફિસ સ્થાપી. ભારતમાં જન્મેલા નીરવભાઇનો ઉછેર એન્ટવર્પમાં થયો હતો. હીરાને પારખતા 4 C (કટ, ક્લેરિટી, કલર અને કેરેટ) અંગેનું જ્ઞાન તેમને નાનપણમાં ડાઇનિંગ ટેબલ પર દાદા અને પિતા પાસેથી વારસામાં મળ્યું. તેઓ પોતે જ પોતાની જ્વેલરીનું બ્રાન્ડ નેમ હોય તેવા પહેલા જ્વેલરી ડિઝાઇનર છે. નીરવભાઇ 19 વર્ષના હતા ત્યારે અમેરિકાના પેન્સિલવેનિયાની વ્હાર્ટન સ્કૂલમાં ભણતા તે અરસામાં તેમના મામા મેહુલ ચોકસીનું કહેણ આવ્યું.
   
  આગળની સ્લાઇડમાં વાંચોઃ મામા પાસેથી શીખ્યા જ્વેલરી બિઝનેસની આંટીઘૂંટીઓ

 • success story of Gujju Jewellery Designer nirav modi
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  મામા પાસેથી શીખ્યા જ્વેલરી બિઝનેસની આંટીઘૂંટીઓ
   
  ભારતની સૌથી મોટી ડાયમંડ કંપનીઓમાં સામેલ ગીતાંજલી ગ્રૂપના સીએમડી મેહુલ ચોક્સી એ વખતે જ્વેલરીનું કારખાનું શરૂ કરી રહ્યા હતા. નીરવ અભ્યાસ પડતો મૂકીને ગીતાંજલિ ગ્રૂપમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ શીખ્યા. ગીતાંજલી જેમ્સમાં તેમણે દિવસ કે રાત જોયા વિના ભારે ધગશ સાથે 10 વર્ષ કામ કર્યું અને ત્યાં જ જ્વેલરી બિઝનેસની આંટીઘૂંટીઓ શીખ્યા. તેનાથી તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવા પ્રેરણા મળી.
   
  આગળની સ્લાઇડમાં વાંચોઃ 28 વર્ષની ઉંમરે સ્થાપી પોતાની કંપની

 • success story of Gujju Jewellery Designer nirav modi
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  1999માં 28 વર્ષની ઉંમરે સ્થાપી પોતાની કંપની
   
  1999માં નીરવભાઇએ ડાયમંડ ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો નિર્ણય લીધો અને ફાયરસ્ટોન ડાયમંડ પ્રા. લિ. નામથી પોતાની કંપની સ્થાપી. બાદમાં તેનું નામ બદલીને ફાયરસ્ટાર ડાયમંડ રાખવામાં આવ્યું. નીરવભાઇએ અમેરિકન જ્વેલર્સને લૂઝ ડાયમન્ડ્સ પૂરા પાડવા સાથે વ્યવસાયના શ્રીગણેશ કર્યા પરંતુ તેમનું લક્ષ્ય પોતાની લક્ઝરી ડાયમન્ડ જ્વેલરી બ્રાન્ડ બનાવવાનું હતું. પોતાની મહેનત અને લગનથી તેમણે તે લક્ષ્ય પ્રાપ્ત કર્યું પણ ખરું. તેઓ પોતાની જ્વેલરી જાતે ડિઝાઇન કરે છે. તેમના કારીગર આ ડિઝાઇનમાંથી પ્રોટોટાઇપ બનાવે છે. મેન્યુફેક્ચરિંગ નીરવભાઇની એપ્રૂવલ પછી થાય છે.

 • success story of Gujju Jewellery Designer nirav modi
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ન્યૂયૉર્કના બુટિકના ઓપનિંગ વખતે (ડાબેથી) કોકો રોચા, નિમરત કૌર, નાઓમી વોટ્સ અને લિઝા હેડન સાથે નીરવ મોદી.
 • success story of Gujju Jewellery Designer nirav modi
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અંદરથી આવું દેખાય છે નીરવ મોદીનું મુંબઇ સ્થિત બુટિક.
 • success story of Gujju Jewellery Designer nirav modi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નીરવ મોદીના દિલ્હીના સિગ્નેચર સ્ટોરનો અંદરનો નજારો.
 • success story of Gujju Jewellery Designer nirav modi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ન્યૂયૉર્કના બુટિકના ઓપનિંગ વખતે નાઓમી વોટ્સ સાથે નીરવ મોદી.
 • success story of Gujju Jewellery Designer nirav modi
  ન્યૂયૉર્કના સ્ટોરના ઓપનિંગ વખતે નિમરત કૌર સાથે નીરવ મોદી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ