શું હોય છે ઑસ્કર અવૉર્ડ્સની 65 લાખ રૂપિયાની ગિફ્ટ બૅગમાં?

આખી દુનિયાના સિનેમાપ્રેમીઓને જેની આતુરતાપૂર્વક રાહ હોય છે તે ઑસ્કર અવૉર્ડ સંપન્ન થઈ ગયા

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 08:08 PM
What is Oscar Awards 65 lakhs of gift bags

આખી દુનિયાના સિનેમાપ્રેમીઓને જેની આતુરતાપૂર્વક રાહ હોય છે તે ઑસ્કર અવૉર્ડ સંપન્ન થઈ ગયા. દર વર્ષની જેમ આ વખતે પણ લોસ એન્જલસના ‘ડોલ્બી થિયેટર’માં 90મો ઑસ્કર સમારોહ યોજાયો હતો.


ઑસ્કર વિજેતાઓના કરિયરમાં એક સોનેરી પુષ્પ ઉમેરાયું . પરંતુ રસપ્રદ વાત એ છે કે જે લોકો ઑસ્કરની વિવિધ કેટેગરીઓમાં નોમિનેટ થાય છે તેઓ પણ ખાલી હાથે નથી જતા, તે નોમિનેટેડ કસબીઓને લગભગ 65 લાખ રૂપિયાની ગિફ્ટ બેગ આપવામાં આવે છે.

આ ગિફ્ટ બેગ આપવાની પ્રથા છેલ્લાં 16 વર્ષથી ચાલે છે. આ 65 લાખ રૂપિયાની ગિફ્ટ બેગમાં ડિફરન્ટ ગેજેટ્સથી લઇને મોંઘી જ્વેલરી, ટૂર પેકેજનો સમાવેશ થાય છે. આ વખતની આ જાજરમાન ગિફ્ટ બેગમાં હતું શું? આવો જોઇએ...


બે વ્યક્તિઓ માટે તાન્ઝાનિયામાં 12 દિવસ માટે એડવેન્ચર ટ્રિપ - આ ટૂર પેકેજની કિંમત થાય છે 5 લાખ 20 હજાર રૂપિયા


કોલો લેન્ડિંગ રિસોર્ટ, હવાઈમાં સાત દિવસ - જેની કિંમત છે 50 હજાર રૂપિયાની આસપાસ

ગેજેટમાં લેવિટિંગ iPhone સ્પીકર - 12 હજાર રૂપિયા

બ્રિટિશ કંપનીની પ્રખ્યાત ફેબ્યુલસ મેકઅપ કિટ - પ્રાઇઝ 2 હજાર રૂપિયા
ઓર્ગેનિક કોકટેલ કંપની સાઉર્થન વિક્ડ લેમોનેડ તરફથી - વોડકા અને જીન બ્લેન્ડ - જે એક બોટલની કિંમત છે 1600 રૂપિયા
પરસેવાના પ્રોબ્લેમ સામેની ટ્રીટમેન્ટનો પણ સમાવેશ થાય છે - આ ટ્રીટમેન્ટ ‘ડેન્ડી પૅચ’ નામની કંપની કરે છે - જેના પેકેજની પ્રાઇસ 1000 હજાર રૂપિયા છે એવેટોન લક્ઝરી વિલા રિસોર્ટ ઇન ગ્રીસ - આ રિસોર્ટમાં એક નાઇટ રોકાવાની કિંમત- 30 હજાર રૂપિયા છે.

ખાઈ શકાય તેવી ચોકલેટ જ્વેલરી - આ જ્વેલરીની પ્રાઇસ છે 2,600 રૂપિયા. આ ગિફ્ટમાં પેપર સ્પ્રેનો પણ સમાવેશ થાય છે - જે 1700 રૂપિયાની આસપાસ કિંમત ધરાવે છે. ‘ગમ રિજુવેશન ટ્રીટમેન્ટ’નો પણ સામેવશ થાય છે - આ ટ્રીટમેન્ટ પેઢામાં કરવામાં આવે છે . જેનાથી વધુ સારી સ્માઇલ કરી શકાય છે. આ ટ્રીટમેન્ટ 90 હજાર રૂપિયા સુધીમાં થાય છે


આ ગિફ્ટમાં DNA ટેસ્ટનો પણ સમાવેશ થાય છે - DNA ટેસ્ટ કરાવવા માટે 6 હજાર રૂપિયા ચૂકવવાના થાય છે. વધુ એક સુંદર ગિફ્ટ છે - 1 લાખ 30 હજારનો જાજરમાન ડાયમંડ નેકલેસ ડિફરન્ટ પણ જોરદાર - 18 મિનિટનું ‘ફોબિયા રિલિફ સેશન’ - જેના એક સેશનના 32 હજાર રૂપિયા થાય છે. યાને કે ઑસ્કર ન મળે તોય આમ કે આમ ગુટલિયોં કે ભી દામ જેવો ઘાટ થાય છે!

X
What is Oscar Awards 65 lakhs of gift bags
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App