99 વર્ષે અડીખમ છે આ એથલેટ દાદા, સ્થાપ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

99 વર્ષની ઉંમરે સ્થાપ્યો સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 04:35 PM
99 year-old smashes age world record in swimming

હિંમતે મર્દા તો મદદે ખુદા. આ કહેવત સાબિત કરી છે. 99 વર્ષના વૃદ્ધે. ઓસ્ટ્રેલિયામાં રહેતા આ 99 વર્ષના એન્ગ્રી યંગમેન દાદાનું નામ છે જ્યોર્જ કોર્નેસ.

આ એન્ગ્રી યંગમેન વૃદ્ધે સ્વિમિંગમાં સ્થાપ્યો છે વર્લ્ડ રેકોર્ડ. ઓસ્ટ્રેલિયાના 'ગોલ્ડ અક્વૅટિક સેન્ટર' ખાતે સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં 100 અને 104 વર્ષની મેન્સની માસ્ટર કેટેગરી રાખવામાં આવી હતી.


આ કેટેગરીમાં ભાગ લેનાર 99 વર્ષના જ્યોર્જ કોર્નેસ એક જ વ્યક્તિ હતા. જ્યોર્જ કોર્નેસે 50 મિટર ફ્રિસ્ટાઇલ સ્વિમિંગ કોમ્પિટિશ પૂરી કરવામાં ફક્ત 56.12 સેકન્ડનો સમય લાગ્યો હતો. આ પહેલાં બ્રિટનના જ્હોન હેરિશને 2014માં સ્વિમિંગની આ કેટેગરીમાં 1.31 મિનિટનો સમય લીધો હતો.

હવે સૌથી વધુ ઉંમરના તરવૈયામાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે જ્યોર્જ કોર્નેસ. વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યાના ઉત્સાહ સાથે આવતા મહિને 100 વર્ષના થવા જઇ રહ્યાં છે આ એન્ગ્રી યંગમેન દાદા.

X
99 year-old smashes age world record in swimming
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App