ચીનની આ કંપની કર્મચારીને આપે છે ગૂગલ-એપલ કરતા આધુનિક સુવિધા, આ છે તેનો પુરાવો

ઓફિસમાં એન્ટ્રી, જમવાનો ઓર્ડર જેવા કામ ફેસ રિકગનીશનથી થાય છે, 20 હજાર કર્મચારીને મળે છે સુવિધા

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 05:27 PM
In the office of an internet company work such as entry food order from face recognition

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનની સૌથી મોટી ઈન્ટરનેટ કંપની બાયડૂની ટેક્નીક ગૂગલથી પણ વધારે આધુનિક અને સરળ છે. તેનો પુરાવો છે બાયડૂનું બેઇજિંગ સ્થિત હેડક્વાર્ટર. જ્યાં કર્મચારીઓનું લગભગ દરેક કામ ફેસ રિકગનીશન(ચહેરો ઓળખતી) ટેક્નિકથી થઈ જાય છે. પછી તે ગેટથી કોઈની એન્ટ્રી હોય, કોફીનો ઓર્ડર હોય કે ખાવાનું બિલ પેમેન્ટ.

બેઇજિંગમાં બાયડૂના મુખ્યાલયમાં 20 હજાર લોકો કામે કરે છે. બધા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ) ટેક્નીક ફેસ રિકગનીશનનો ઉપયોગ કરવાનું સારી રીતે જાણે છે. ઓફિસમાં એન્ટ્રીથી લઈને કંઈ ખરીદવા સુધી દરેક કામ આ ટેક્નીકની મદદથી કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના હાથમાં આઈડી કાર્ડ હોતું નથી. ના લોકો અંદર પોતાનું પર્સ સાથે લઈને ફરે છે.

કંપનીના કેમ્પસમાં ડ્રાઈવરલેસ કાર

ચીનમાં ડ્રાઈવરલેસ કાર બેન છે, પરંતુ કેમ્પસમાં તેનો કર્મચારી ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. આ કાર્સની ખાસિયત છે કે, તેને માત્ર કહીને ગંતવ્ય સુધી પહોંચવાનો આદેશ આપી શકાય છે. કંપની પાસે 100 ડ્રાઈવરલેસ બસ પણ થે, જેને આવતા વર્ષ સુધી લોન્ચ કરી દેવાશે.

વોય્સ આસિસ્ટન્ટ ટેક્નિકમાં પણ ગૂગલ-એપલની આગળ

ફોર્બ્સ પ્રમાણે, બાયડૂએ તેના એઆઈ દ્વારા દુનિયાભરમાં ગૂગલ અને એપલને ટક્કર આપવા લાયક વોય્સ આસિસ્ટન્ટ(અવાજ પર કામ કરતી) ટેક્નીક પણ તૈયાર કરી છે. બાયડૂએ તેનું નામ ડુએરઓસ આપ્યું છે. આ સોફ્ટવેર પહેલા જ એમેઝોનના એલેક્સા, એપલના સીરી અને વિન્ડોધના કોર્ટાનાથી ઘણું એડવાન્સ છે. બાયડૂ તેને આગામી સમયમાં ટેલીવિઝન, સ્પીકર્સ અને ફ્રીઝમાં લગાવીને ભારત, જાપાન અને બ્રાઝિલ જેવા દેશોમાં લોન્ચ કરી શકે છે, જ્યારે ઘર ઘણી હદે ચીની ઘર જેવા જ હોય છે. જોકે, વોય્સ આસિસ્ટન્ટ દ્વારા લોકો મશીન સાથે વાત કરી શકે છે. મશીન તેમના અવાજને ઓળખવાનું કામ પૂરું કરે છે. બાયડૂ મુખ્યાલયમાં આ ટેક્નીક મોટા સ્તરે ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચો - લંડનઃ દરિયામાં બન્યું દુનિયાનું સૌથી મોટું વિંડ ફાર્મ, 5.90 લાખ ઘરને મળશે વિજળી

In the office of an internet company work such as entry food order from face recognition
In the office of an internet company work such as entry food order from face recognition
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App