Home » International News » Special » In pakistan why hindu people choose burial over cremation

પાકિસ્તાનમાં શા માટે હિન્દૂ મૃતદેહને દફનાવે છે? 'લાચારી' નહી પણ આ છે હકીકત

Divyabhaskar.com | Updated - Mar 18, 2018, 11:00 AM

લોકો માને છે કે પાકિસ્તાન જેવા દેશોમાં આવું કરવું મજબૂરી હોઈ શકે, પરંતુ કારણ કંઈક અલગ જ છે

 • In pakistan why hindu people choose burial over cremation
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  ઈન્ટરનેશલ ડેસ્કઃ મૃત્યુ જીવનનું સત્ય છે અને આ સત્યને તેના અંતિમ પડાવ સુધી પહોંચાડવા માટે દરેક ધર્મના લોકો તેમની પરંપરાઓને ધ્યાનમાં રાખીને કર્મકાંડ કરે છે. હિન્દૂ મૃતદેહને મૃત્યુ બાદ બાળવામાં આવે છે અને મુસ્લિમ દફનાવે છે. પરંતુ પાકિસ્તાનમાં રહેતા મોટાભાગના હિન્દૂ મૃતદેહોને બાળવાના બદલે દફનાવે છે. પોતાની પરંપરા સાથે આટલું કોમ્પ્રોમાઈઝ કરવું કદાચ કોઈને પણ વિચિત્ર લાગે. લોકો એમ પણ કહી શકે છે કે, પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાં તો આવું કરવું મજબૂરી હોઈ શકે, પરંતુ કારણ કંઈક અલગ જ છે.

  કરાચી પાકિસ્તાનનું એક મોટું શહેર છે. હિન્દૂઓ માટે સૌથી મોટું સ્મશાન અહીંયા લયારીમાં છે. પરંતુ એક સદીથી પણ વધારે જૂનું આ સ્મશાન ઘાટ અંગ્રેજોના જમાનામાં બનાવવામાં આવ્યું હતું અને આ અંદાજે 22 એકરમાં પથરાયેલું છે. પરંતુ આ સ્મશાન ઘાટમાં મોત જેવું જ મૌન પ્રસરેલું છે. અવાજના નામે કાગળા, કબૂતર અને ચકલીનો અવાજ બાકી રહ્યો છે, અહીંયા હવે કોઈ ક્રિયા કર્મ થતા નથી.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો, શા માટે હિન્દૂઓએ પસંદ કરી દફનાવવાની ક્રિયા...

 • In pakistan why hindu people choose burial over cremation
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  શા માટે મૃતદેહને નથી સળગાવતા હિન્દૂ


  પાકિસ્તાનમાં રહેતા 80 ટકા હિન્દૂ એટલે કે અંદાજે 70 લાખ હિન્દૂ મૃતદેહોને સળગાવતા નથી પણ દફનાવી દે છે. આવું એટલા માટે કારણ કે હિન્દૂ વસ્તીનો એક મોટો ભાગ નીચી જાતિ કે પછી દલિતોનો છો. આ પરિવાર દક્ષિણી સિંધમાં રહે છે અને ઘણા ગરીબ છે.

 • In pakistan why hindu people choose burial over cremation
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  અહીંયાથી શરૂ થઈ દફનાવવાની પરંપરા


  ક્રિયા કર્મમાં અંદાજે 8થી 15 હજારનો ખર્ચો થઈ જાય છે, કારણ કે તેના માટે લાકડા, નારિયેળ, ઘી, અગરબત્તી જેવી વસ્તુની વ્યવસ્થા કરવી પડે છે. સિંધના એક પંડિત મહારાજ નિહાલચંદ જ્ઞાનચંદાનીનું કહેવું છે કે, દલિત હિન્દૂઓનો એક મોટો બાગ થાર રણથી આવે છે. આ રણમાં દુષ્કાળનો ઈતિહાસ રહ્યો છે., 1899માં અહીંયા એવો દુકાળ પડ્યો કે ભૂખ અને બીમારીથી લોકોનાં મોત થવા લાગ્યા, તેવામાં દરેક વ્યક્તિના અંતિમસંસ્કારની વ્યવસ્થા કરવી બહુ મોંઘું અને મૂશ્કેલ હતું, એટલા માટે મૃતદેહોને સળગાવવાના બદલે દફનાવવા લાગ્યા અને ત્યારથી આજ સુધી આવું ચાલતું આવ્યું છે.

 • In pakistan why hindu people choose burial over cremation
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  શરીરનો નાનો ભાગ બાળવામાં આવે છે


  પરંતુ ક્રિયા કર્મ કરવા હિન્દૂ આસ્થાનો મહત્વનો ભાગ રહ્યો છે. હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે કે, શરીર 5 તત્વોનું બનેલું છે- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. જ્યારે વ્યક્તિનું મૃત્યું થાય છે તો પાંચેય તત્વોમાં બનેલું શરીર પાછું આ તત્વોમાં વિલીન થઈ જાય છે. આત્મા આકાશમાં જતી રહે છે, શરીર અગ્નિમાં જાય છે અને ધુમાડો વાયુમાં ભળી જાય છે અને રાખને પાણીમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે. પરંતુ આવી સ્થિતિમાં કે પરંપરા પણ ન તૂટે,તો લોકો શરીરને દફનાવવા પહેલા શરીરનો એક નાનો ભાગ અગરબત્તીની મદદથી સળગાવે છે અને બાકીનું શરીર દફનાવી દેવામાં આવે છે.

 • In pakistan why hindu people choose burial over cremation
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  અલગ-અલગ રીતે દફનાવાય છે મૃતદેહને


  હિન્દૂ જ્યારે મૃતદેહને દફનાવે છે તો તેની રીત થોડીક અલગ હોય છે. જેમ કે ઘણા હિન્દૂ મૃતદેહને બેઠેલી મુદ્રમાં દફનાવે છે. પરિવારજનો મૃતદેહને કમળની મુદ્રામાં બેસાડે છે કારણ કે આ મુદ્રાને ધ્યાન મુદ્રા કહેવામાં આવે છે. અને તેના માટે શરીરની લંબાઈ જેટલી કબર ખોદવાના બદલે માત્ર ગોળ ખાડો ખોદવામાં આવે છે અને તેના ઉપર શંકુ આકારની સમાધિ બનાવવામાં આવે છે.

 • In pakistan why hindu people choose burial over cremation
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  'મૃતદેહને દફનાવવાની પ્રથાને અમે જ પસંદ કરી છે'


  થોડા સમય પહેલા એવા સમચાર આવ્યા હતા કે પાકિસ્તાનમાં હિન્દૂઓને તેમના મૃતદેહને દફનાવવા માટે મજબૂર કરવામાં આવે છે. કારણ કે ત્યાં લોકો માટે સ્મશાન ઉપલબ્ધ નથી અને તેને ત્યા ધાર્મિક કર્મકાંડ કરવા દેવામાં આવતા નથી. પરંતુ ત્યાના સ્થાનિક લોકો આ વાતોને ખોટી માને છે. લયારીના જ એક યુવાન હિન્દૂ નેતા અશોક કુમારે કહ્યું કે, પાકિસ્તાની સરકારની આ બાબત સાથે કંઈ લેવાદેવા નથી. મૃતદેહને દફનાવવાની પ્રથાને અમે જ પસંદ કરી છે અને તેના માટે સિંધની સરકાર અમારા કબ્રસ્તાનો માટે અમને વધારે જમીન ઉપલબ્ધ કરાવી રહી છે.

   

 • In pakistan why hindu people choose burial over cremation
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • In pakistan why hindu people choose burial over cremation
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ