અહી વરરાજા ભાડે લઈ છોકરીઓ કરે છે લગ્ન, કિંમત જાણી રહી જશો દંગ

વરરાજાનું એરેન્જ કરાવી આપતી કંપની જાનૈયાઓની પણ વ્યવસ્થા કરી આપે છે

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 10:55 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ઈન્ટરનેશનલ ડેસ્કઃ શું તમે ક્યારેય વરરાજા વેચતી કંપનીનું નામ સાંભળ્યું છે. જો ના, તો અમે તમને જણાવી રહ્યા છીએ. જી હાં! વિયતનામમાં એવી ઘણી કંપનીઓ છે, જે વરરાજા વેચવાનું કામ કરે છે અને આ કારોબારથી કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે.

વિયતનામમાં વરરાજા વેચવાનો કારોબાર ઝડપથી વધી રહ્યો છે. અહીંયા એક વરરાજાને એરેન્જ કરાવતી કંપની જાનૈયાઓની પણ વ્યવસ્થા કરી આપે છે અને તેના પ્રમાણે પૈસા લે છે. એક લગ્નમાં વરરાજા-સગાઓની વ્યવસ્થા કરવાના 4 લાખ રૂપિયા લેવામાં આવ છે. વરરાજા સિવાય તેના પરિવારજનો જેવા કે, મમ્મી-પપ્પા, કાકા-કાકી, મિત્રો વગેરેને બોલાવવામાં આવે છે અને તેના પણ પૈસા થાય છે. લગ્ન માટે કંપનીઓ 20થી 400 મહેમાનોની વ્યવસ્થા કરાવી રહી છે.

આગળ વાંચો, વરરાજાને ભાડે લેવા શા માટે ચૂકવવામાં આવે છે લાખો રૂપિયા?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

લાખો રૂપિયામાં વેચાય છે વરરાજા


જો કે, વિયતનામમાં બહુ કુંવારી છોકરીઓ માતા બની જાય છે અને અહીંયા લગ્ન વગર કોઈ છોકરી ગર્ભવતી હોય કે માતા બને છે, તો તેને કલંક માનવામાં આવે છે. એટલા માટે અહીંયા આ કારોબાર ઝડપથી વધી રહ્યો છે. પોતાના પર કલંક લાગવાથી બચવા માટે વિયતનામમાં ફ્રોડ લગ્નનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વરરાજાથી મહેમાનો મળે છે ભાડે


કંપનીઓ ગર્ભવતીના દેખાડાના લગ્ન માટે વરરાજાથી લઈને મહેમાનો સુધીના લોકોને ભાડે બોલાવી રહ્યા છે અને તેના માટે લાખો રૂપિયા આપી રહ્યા છે. જાણકારી પ્રમાણે, એક ગર્ભવતી છોકરીના ફ્રોડ લગ્ન કરાવવા માટે વરરાજાને એક લાખ રૂપિયા આપવા પડ્યા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

લગ્ન કરેલા હોય છે વેચાયેલા વરરાજાનાં 


ગર્ભવતી છોકરી કંપની સાથે જે વરરાજાને ખરીદે છે, કોઈ જરૂર નથી કે તે વરરાજા કુંવારો જ હોય. આ વેચાણ માટેનાં વરરાજાએ પહેલેથી લગ્ન કરેલા હોય છે. છતા પણ કુંવારી છોકરીઓ તેને પોતાનો પતિ બનાવવા માટે ખરીદે છે અને તેના બદલામાં કંપનીને લાખો રૂપિયા આપવા માટે પણ કોઈ અફસોસ અનુભવતી નથી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

4 લાખ રૂપિયામાં થાય છે એક લગ્ન


એક લગ્નમાં વરરાજા-સગાઓની વ્યવસ્થ કરવાના બદલામાં 4 લાખ રૂપિયા લેવામાં આવે છે. કંપનીઓ પ્રમાણે, લગ્નમાં ઓછામાં ઓછા 20 લોકોને ભાડે બોલાવવામાં આવે છે. વધારે પૈસાવાળા લોકો 400થી વધારે મહેમાનોની ડિમાન્ડ કરે છે  અને તેના પ્રમાણે પૈસા આપે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App