આ દેશમાં સરકાર બીજા લગ્ન માટે લોકોને કરે છે પ્રોત્સાહિત, આપે છે ઈનામ

સરકારે લોકોને બીજા લગ્ન માટે પ્રોત્સાહિત કરવા માટે સ્કીમ લઈને આવી છે

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 12:21 PM
Government of uae give special allowance who have two wives

ઈન્ટરનેશનલ ડેસ્કઃ બે લગ્ન મોટાભાગના દેશોમાં ભલે ગેરકાયદે માનવામાં આવતા હોય, પરંતુ દુનિયાના ઘણા દેશ એવા પણ છે, જ્યાં 2 લગ્ન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સંયુક્ત આરબ અમિરાત(UAE) પણ એક આવો દેશ છે. અહીની સરકારે બે પત્ની રાખનારને મકાન અને ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

ખલીજ ટાઈમ્સ પ્રમાણે, દેશમાં અવિવાહિત છોકરીઓની વધતી સંખ્યાને જોતા સરકારે લોકોને બીજા લગ્ન માટે પ્રોત્સાહિત કરવા માટે સ્કીમ લઈને આવી છે. UAEના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રધાન ડો. અબ્દુલ્લા બેલહેફ અલ નુઈમીએ બુધવારે ફેડરલ નેશનલ કાઉન્સિલ (FNC)ના સત્ર દરમિયાન આ જાહેરાત કરી.

આગળની સ્લાઈડ્સમાં વાંચ વધુ વિગતો...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

તેમણે કહ્યું કે, મંત્રાલયે આ નિર્ણય લીધો છે કે, બે પત્નીઓ રાખનારા તમામ લોકો શેખ જાયદ હાઉસિંગ કાર્યક્રમ હેઠળ મકાન ભથ્થું આપવામાં આવશે. હકીકતમાં આ બીજી પત્ની માટે મકાન ભથ્થું હશે. એટલે કે આ એક પત્ની ધરાવતા પરિવારને પહેલેથી મળી રહેલા મકાન ભથ્થાથી વધારે હશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

મંત્રીએ કહ્યું કે, બીજી પત્ની માટે પણ એવી જ જીવનશૈલીની વ્યવસ્થા હોવી જોઈએ, જેવી પહેલી પત્ની સાથે હોય. તેમણે કહ્યું કે, મકાન ભથ્થ આપવાથી લોકો બીજા લગ્ન કરવા માટે પ્રોત્સાહિત થશે અને UAEમાં અવિવાહિત મહિલાઓની સંખ્યા ઘટશે. મંત્રાલય એ ઈચ્છે છે કે, બીજી પત્નીને પણ પહેલી પત્નીની જેમ મકાન મળે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, UAEમાં અવિવાહિત યુવતીઓની વધતી સંખ્યાને લઈને એફએનસીના સભ્ય ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અમુક સભ્યોએ તો એટલે સુધી કહ્યું હતું કે, લોકોએ બીજા લગ્ન કરવાથી દેશ પર આર્થિક બોજો વધી રહ્યો છે.

Government of uae give special allowance who have two wives
X
Government of uae give special allowance who have two wives
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
Government of uae give special allowance who have two wives
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App