પત્નીએ જણાવ્યો'તો લાદેનના મોતનો આંખે જોયેલો અહેવાલ, આટલો ફફડી ગયો હતો આતંકી

લાદેનની પત્ની એ સમયે હાજર હતી, જ્યારે અમેરિકન જવાનોએ લાદેનને મોતને ઘાટ ઉતાર્યો

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 10:44 AM
પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું.
પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી અને અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનના જન્મદિવસે અમે તેની છેલ્લી રાતની સ્ટોરી જણાવી રહ્યા છીએ. તેની પત્ની અમાલ બિન લાદેને કેથી સ્કોટ ક્લાર્ક અને એન્ડ્રિન લેવીના પુસ્તક 'ધ એગ્ઝાઈલ'માં એ રાતની સમગ્ર કહાણી વ્યક્ત કરી છે. તેના અંશ સન્ડે ટાઈમ્સ યૂકેએ એક વર્ષ પહેલા પબ્લિશ કર્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે, આટલો ખતરનાક આતંકવાદી લાદેન પોતાના મોતથી કેટલો ડરી ગયો હતો. અડધી રાત્રે આવી રીતે ઉડી ગઈ ઉંઘ...

- લાદેનની ચૌથી પત્ની અમાલ પોતાના 6 બાળકો સાથે પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં એ સમયે હાજર હતી, જ્યારે 2 મેના રોજ અમેરિકન જવાનોએ લાદેનને મોતને ઘાટ ઉતારી દીધો.
- આ સિવાય ઘરમાં લાદેનની બીજી પત્ની ખેરિયાહ અને ત્રીજી પત્ની સેહમ અને 22 વર્ષીય પુત્ર ખાલિદ પણ હાજર હતો.
- લાદેનની પહેલી પત્ની નાજવાએ લાદેનને 9/11 હુમલાના બે દિવસ પહેલા જ છોડી દીધો હતો, તેને 11 બાળકો છે.
- અમાલે જણાવ્યું હતું કે, 1 મે, 2011ના રોજ રાતે જમીને નમાજ બાદ અમે બધા રાત્રે 11 વાગ્યે સૂઈ ગયા હતા. લાદેન પણ તેની સાથે જ સૂતો હતો.
- વીજળી કટ થઈ જતા રોડ-રસ્તાઓ પર ગાઢ અંધારું થઈ ગયું હતું. જો કે, એરિયામાં લાઈટ જવી સામાન્ય વાત હતી, તે છતાં પણ અમાલની આંખ અડધી રાત્રે ખુલી ગઈ.
- અમલાએ ઘરના ધાબા પર કોઈએ કૂદકો માર્યો હોવાનો અવાજ સાંભળ્યો. સાથે સાથે બારી પાસેથી દોડાદોડ કરી રહેલા લોકોનો પડછાયો જોયો.
- આ દરમિયાન લાદેન પણ ઉઠી ગયો અને બહુ ડરી ગયો હતો. તેણે હાંફતા અવાજમાં કહ્યું કે, અમેરિકનો આવી રહ્યા છે, ત્યારે એટલો જોરથી અવાજ આવ્યો કે આખું ઘર હચમચી ગયું.
- અમાલે જણાવ્યું હતું કે, તેમણે એકબીજાનો હાથ પકડ્યો અને બાલકનીમાં પહોંચ્યા, પરંતુ અંધારાને કારણે કંઈ પણ જોવું શક્ય નહોતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું થયું હતું એ રાત્રે...

ચોથી પત્ની અમાલ અને લાદેન.
ચોથી પત્ની અમાલ અને લાદેન.

ઘરની નીચે હાજર હતી નેવી સીલ


- તેમની નજરથી દૂર યુએસ મિલિટ્રી બ્લેક હોક્સ અને 24 નેવી સીલના ઓફિસર્સ નીચે લોન અને કમ્પાઉન્ડમાં હાજર હતા.
- ત્રીજી પત્ની સેહમ અને ખાલિદ ઉપર અન્ય બાલ્કનીમાં ઊભા-ઊભા જોઈ રહ્યા હતા કે અમેરિકન જવાનો તેમની તરફ આવી રહ્યા છે. 
- લાદેને દીકરાને બોલાવ્યો અને એક હાથમાં એકે-47 ઉપાડી. જો કે, અમાલ જાણતી હતી કે, તેણે 13 વર્ષની ઉંમરથી ગોળી ચલાવી નથી.
- આ તરફ, અમાલ અને સેહમ ધડાકાનો અવાજ સાંભળીને રડી રહેલા બાળકોને ચુપ કરાવવામાં લાગી ગયા. ત્યારબાદ બધા બાળકોને લઈને બન્ને સૌથી ઉપરના માળે પહોંચી ગયા.
- આ દરમિયાન જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો. સીલના ઓફિસર્સ ઘરનો મેઈન ગેટ ઉડાવી ચૂક્યા હતા. ત્યારે લાદેને કહ્યું કે, તેઓ મને મારવા માંગે છે, તમને નહીં. તેણે પોતાના પરિવારને નીચે જવા માટે કહ્યું.
- ત્યારબાદ પણ સૌથી મોટી પુત્રી મરિયમ અને સુમાયા બાલ્કનીમાં છૂપાયેલી રહી, જ્યારે ત્રીજી પત્ની સેહમ અને પુત્ર ખાલિદ સીડીથી નીચે ઉતરી ગયા.

લાદેનના ત્રણ બાળકો ફાતિમા, અબ્દુલ્લા અને હમજા. બાકી ત્રણ લાદેનના પૌત્ર-પૌત્રી છે.
લાદેનના ત્રણ બાળકો ફાતિમા, અબ્દુલ્લા અને હમજા. બાકી ત્રણ લાદેનના પૌત્ર-પૌત્રી છે.

લાદેન ન ઉતર્યો નીચે


- અમાલ, બિન લાદેન અને તેનો નાનો પુત્ર હુસેન હજુ પણ રૂમમાં હતા. આ તરફ, સીલના જવાનો પહોંચી ચૂક્યા હતા અને ઉપર આવવા માટે બ્લાસ્ટ કરીને દરવાજો પણ તોડી નાખ્યો હતો.
- અમાલે જણાવ્યું કે, ફોર્સનો એક મેમ્બર અરબી બોલી રહ્યો હતો અને તેણે ખાલિદને જોઈને અવાજ આપ્યો, પરંતુ ખાલિદે બાલ્કનીમાંથી જેવું નીચે જોયું તેને ગોળી મારી દીધી.
- સુમાયા અને મરિયમ સીલના જવાનોથી બચીને ભાગવાના પ્રયાસોમાં હતા, પરંતુ અરબી બોલી રહેલા જવાને તેને પકડીને દીવાલ તરફ ધક્કો માર્યો.
- સીલ ઓફિસર રોબર્ટ ઓ નીલ લાદેનના રૂમમાં ગયા. અમાલ લાદેનની સામે ઊભી હતી. ત્યારે અંદર ઘૂસી રહેલા સીલ ઓફિસરે તેને ગોળી મારી.
- અમાલ ગભરાઈને બેડ પર પડી ગઈ અને તેણે એવું બતાવવાનો પ્રયાસ કર્યો કે તેનો જીવ જતો રહ્યો છે.
- ત્યારબાદ એક બાદ એક નેવી સીલના જવાનો રૂમમાં ઘૂસી ગયા અને લાદેન પર તાબડતોડ ગોળીઓ વરસાવા લાગ્યા. આ ઘટનાના સાક્ષી લાદેનનો નાનો પુત્ર હુસેનને સીલે પકડી લીધો અને તેના ચહેરા પણ પાણી નાખ્યું.

પુત્ર સાથે લાદેન.
પુત્ર સાથે લાદેન.

પુત્રીઓ પાસે કરવી લાદેનની ઓળખ


- ત્યારબાદ સીલે મરિયમ અને સુમાયાને પકડી અને લાદેનની ડેડબોડી પાસે લઈને તેને ઓળખ કરવા માટે જણાવ્યું.
- પહેલા મરિયમે નકલી નામ લીધું, પરંતુ સુમાયાએ તેને ટોકતા કહ્યું કે, તેને વાસ્તવિકતા જણાવ, આ કોઈ પાકિસ્તાની નથી. પછી મરિયમે જણાવ્યું કે આ મારા પિતા ઓસામા બિન લાદેન છે.
- અમાલ પ્રમાણે, આ બધુ થયા પછી પણ 11 વર્ષની પુત્રી સાફિયા બાલકનીમાં છૂપાઈને રહી, જેને સીલ ઓફિસરોએ પકડી લીધી અને તેની પાસે પણ લાદેનની ઓળખાણ કરાવી. તેણે જોરથી રડીને જણાવ્યું કે, આ તેના પિતા છે.
- ત્યારબાજ ખૈરીયાહને પકડીને સીલના ઓફિસરોએ તેની પાસે પણ લાદેનની ઓળખાણ કરાવી. પછી અરબી બોલનારા સીલ ઓફિસર્સે કહ્યું કે, બાળકોએ કન્ફર્મ કરી દીધું છે અને વૃદ્ધ મહિલાઓએ પણ.

લાદેનના બાળકો ડાબેથી ફાતિમા, સાદ, ઉમર. મોહમ્મદ. ઓસ્માન અને અબ્દુલ રહેમાન.
લાદેનના બાળકો ડાબેથી ફાતિમા, સાદ, ઉમર. મોહમ્મદ. ઓસ્માન અને અબ્દુલ રહેમાન.

લાદેનની બોડી લઈ ગયા સાથે


- ત્યારબાદ ફોર્સ લાદેનની ડેડબોડીને ઢસડીને સીડીએથી નીચે ઉતારી. તેના પુત્ર ખાલિદ સીડીઓ પર મૃત હાલતમાં પડ્યો અને તેની માતાએ તેને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જવાનોએ તેને ખેચીને એકબાજુ કરી દીદી.
- સીલ ઓફિસરોએ લાદેનની બોડી હેલિકોપ્ટરમાં રાખી. આ તરફ અમાલે પોતાના પુત્ર હુસેનને બાહોમાં ભરી લીધો અને ત્યારે તેને બાકી અમેરિકન બ્લેક હોક્સની પણ ઉડવાનો અવાજ સંભળાયો.
- આ પછી થોડી મિનીટો બાજ અમાલના પાડોશીઓનો અવાજ સંભળાયો, તેઓ જોરજોરથી પૂછી રહ્યા હતા કે હવે ઘરમાં કોઈ જીવંત બચ્યું છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ, એબોટ્ટાબાદનું એ ઘર અને લાદેનના ફેમિલી ફોટો...

 

પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું. ઉપરવાળો ફોટો ત્યારનો છે જે હવે તેને પાડવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું. ઉપરવાળો ફોટો ત્યારનો છે જે હવે તેને પાડવામાં આવી રહ્યું છે.
લાદેનને મારી નાખવાના મિશનનું અપડેટ લેતા તત્કાલિન પ્રેસિડેન્ટ ઓબામા તેમની ટીમ સાથે.
લાદેનને મારી નાખવાના મિશનનું અપડેટ લેતા તત્કાલિન પ્રેસિડેન્ટ ઓબામા તેમની ટીમ સાથે.
લાદેનનો પુત્ર હમજા.
લાદેનનો પુત્ર હમજા.
લાદેનનો પુત્ર ઉમર બિન લાદેન.
લાદેનનો પુત્ર ઉમર બિન લાદેન.
આ તસવીર જેદ્દાની છે, જેમાં લાદેનનો પુત્ર ઉમર તેના પુત્ર અહમદ સાથે છે.
આ તસવીર જેદ્દાની છે, જેમાં લાદેનનો પુત્ર ઉમર તેના પુત્ર અહમદ સાથે છે.
અખબારોમાં લાદેનના મોતના સમચાર
અખબારોમાં લાદેનના મોતના સમચાર
એબટાબાદમાં અહીંયા લાદેનનું મકાન પાડી નાંખ્યું અને અહીંયા ખેતી કરાઈ રહી છે.
એબટાબાદમાં અહીંયા લાદેનનું મકાન પાડી નાંખ્યું અને અહીંયા ખેતી કરાઈ રહી છે.
X
પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું.પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું.
ચોથી પત્ની અમાલ અને લાદેન.ચોથી પત્ની અમાલ અને લાદેન.
લાદેનના ત્રણ બાળકો ફાતિમા, અબ્દુલ્લા અને હમજા. બાકી ત્રણ લાદેનના પૌત્ર-પૌત્રી છે.લાદેનના ત્રણ બાળકો ફાતિમા, અબ્દુલ્લા અને હમજા. બાકી ત્રણ લાદેનના પૌત્ર-પૌત્રી છે.
પુત્ર સાથે લાદેન.પુત્ર સાથે લાદેન.
લાદેનના બાળકો ડાબેથી ફાતિમા, સાદ, ઉમર. મોહમ્મદ. ઓસ્માન અને અબ્દુલ રહેમાન.લાદેનના બાળકો ડાબેથી ફાતિમા, સાદ, ઉમર. મોહમ્મદ. ઓસ્માન અને અબ્દુલ રહેમાન.
પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું. ઉપરવાળો ફોટો ત્યારનો છે જે હવે તેને પાડવામાં આવી રહ્યું છે.પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં આ ઘરમાં લાદેનનું એનકાઉન્ટર થયું હતું. ઉપરવાળો ફોટો ત્યારનો છે જે હવે તેને પાડવામાં આવી રહ્યું છે.
લાદેનને મારી નાખવાના મિશનનું અપડેટ લેતા તત્કાલિન પ્રેસિડેન્ટ ઓબામા તેમની ટીમ સાથે.લાદેનને મારી નાખવાના મિશનનું અપડેટ લેતા તત્કાલિન પ્રેસિડેન્ટ ઓબામા તેમની ટીમ સાથે.
લાદેનનો પુત્ર હમજા.લાદેનનો પુત્ર હમજા.
લાદેનનો પુત્ર ઉમર બિન લાદેન.લાદેનનો પુત્ર ઉમર બિન લાદેન.
આ તસવીર જેદ્દાની છે, જેમાં લાદેનનો પુત્ર ઉમર તેના પુત્ર અહમદ સાથે છે.આ તસવીર જેદ્દાની છે, જેમાં લાદેનનો પુત્ર ઉમર તેના પુત્ર અહમદ સાથે છે.
અખબારોમાં લાદેનના મોતના સમચારઅખબારોમાં લાદેનના મોતના સમચાર
એબટાબાદમાં અહીંયા લાદેનનું મકાન પાડી નાંખ્યું અને અહીંયા ખેતી કરાઈ રહી છે.એબટાબાદમાં અહીંયા લાદેનનું મકાન પાડી નાંખ્યું અને અહીંયા ખેતી કરાઈ રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App