વૃદ્ધ મહિલા ખાઈ નહોતી શકતી, આ એર હોસ્ટેસે ચમચીથી ખવડાવી જીતી લીધું બધાનું દિલ

સોશિયલ મીડિયા પર આજકાલ આ તસવીરને લોકો વખાણી રહ્યા છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 11:01 AM
Elderly woman was not able to eat food this air hostess won hearts by feeding with spoon

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર આજકાલ એક તસવીરને લોકો વખાણી રહ્યા છે. આ તસવીરમાં એક ફ્લાઈટ એટેન્ડેન્ટ કોઈ વૃદ્ધ મહિલાને ચમચીથી ખાવાનું ખવડાવતી દેખાઈ રહી છે. આ સુંદર તસવીર ફિલીપાઈન્સ એરલાઈન્સની છે. ફેસબુક યુઝર Rina Sheryl Estabillio-Dajaoએ એક ફ્લાઈટ એટેન્ડેન્ટની એક સુંદર તસવીર પોતાના પેજ પર શેર કરીને લખ્યું છે, આ મહિલા જે કોઈ પણ છે, ભગવાન તમને બહુ બધા આશીર્વાદ આપે અને તમને આ સદીના સૌથી શ્રેષ્ઠ Cabin Crew બનાવે. આ તસવીર વાયરલ થયાના થોડા સમય બાદ Rina Sheryl Estabillio-Dajaoએ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ લખી, જેમાં તેણે આ એર હોસ્ટેસના નામનો ખુલાસો કરતા લખ્યું કે,

ડિયર Chet,

આખરે મેં તમને શોધી જ લીધા, બસ આટલું જ ઈચ્છું છું કે તમે એક સારા વ્યક્તિ છો. અમે છેલ્લા ઘણા મહિનામાં ઈન્ટરનેટ પર ગણી વાહિયાત સમચાર જોયા. એક વૃદ્ધ મહિલા પ્રત્યે તમે જે વ્યવહાર બતાવ્યો છે, તેને જોઈને લાગ્યું કે, આજે પણ આ દુનિયામાં તમારી જેવા સારા લોકો રહેલા છે. તમારા જેવા લોકો સંપૂર્ણ ઈમાનદારીથી પોતાનું કામ કરે છે, ભલે જ કોઈ જોઈ રહ્યું હોય કે ના જોઈ રહ્યું હોય. ફ્લાઈટ દરમિયાન ઘણા થાકી ગયા હોવા છતાં તમારા ચહેરા પર દરેક વખતે સ્માઈલ હોય છે જે અમને શાંતિ આપે છે. આગામી વખતે જ્યારે હું કોઈ ફ્લાઈટ લૂં, તો મને પણ તમારી જેવી ફ્લાઈટ એટેન્ડેન્ટ મળે, જેની પાસે મોટું દિલ હોય અને જો યાત્રિઓની સારી સંભાળ રાખે. ફ્લાઈટ લેટ હોવા પર ફરિયાદ કરવાના બદલે હું શાંત રહીશ અને તમારી પરેશાનીને સમજવાનો પ્રયાસ કરીશ. તમે જે કામ કરો છો, તે સરળ નથી અને શારીરિક રીતે બહુ પડકારજનક છે. છતાં તમે અમને હસતા મોઢે સેવા આપો છે. એક યાત્રી તરીકે હું જિંદગીમાં એક વાર તમને મળવા માંગીશ.

આ પણ વાંચો - મજૂર પાસે લોટરી ટિકિટ ખરીદવાના પૈસા નહોતા, મિત્રો પાસેથી ઉધાર માગ્યા અને જીતી ગયો દોઢ કરોડ રૂપિયા

Elderly woman was not able to eat food this air hostess won hearts by feeding with spoon
Elderly woman was not able to eat food this air hostess won hearts by feeding with spoon
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App