Divya Bhaskar

Home » International News » Special » couple leave them son with babysitters than few months later a stranger sent a video of babysitters abusing boy with Down syndrome

દીકરાને 'આયા' પાસે મૂકી જતું કપલ, બધુ સરખુ ચાલી રહ્યું હતું, ત્યારે થોડા મહિના બાદ એક અજાણ્યાએ મોકલ્યો એક વીડિયો

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:35 PM

વીડિયોમાં 'આયા' બાળકને સિગારેટ પીવડાવતી અને માર મારતી દેખાઈ

  • couple leave them son with babysitters than few months later a stranger sent a video of babysitters abusing boy with Down syndrome
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં એક પરિવારે તેના 9 વર્ષના દીકરા સાથે થયેલા ટોર્ચરને લઈને હજુ પણ આઘાતમાં છે. કપલે તેના ડાઉન સિન્ડ્રોમ(મેડિકલ સ્થિતિ) પુત્રને બે બેબીસીટરના ભરોસે છોડીને ઓફિસ જતું હતું. પરંતુ એક દિવસ અચાનક એક છોકરીએ બાળકના પિતાનો કોન્ટેક્ટ કર્યો અને તેને એક વીડિયો મોકલી દીધો. આ વીડિયો બન્ને બેબીસીટર તેના બાળકને ટોર્ચર કરવા દરમિયાનનો હતો, જેને જોતા જ પિતાના હોશ ઉડી ગયા. વીડિયોમાં બેબીસીટર બાળકને જબરજસ્તી સિગારેટ પીવડાવતી હતી અને માર મારતી દેખાઈ રહી હતી. કપલે તરત જ પોલીસને રિપોર્ટ કર્યો, ત્યારબાદ બન્ને બેબીસીટરની ધરપકડ કરવામાં આવી. હવે બાળકના પિતા આ વીડિયો ઓનલાઈન પોસ્ટ કરીને બેબીસીટરની હકીકત દુનિયાને બતાવી રહ્યો છે.

    દેખરેખ માટે રાખી બેબીસીટર


    - મામલો ન્યૂ મેક્સિકો સ્ટેટના એજટેક શહેરનો છે, જ્યાં એમાન્ડા અને જોશ ગ્રીનહોશ તેના 9 વર્ષના પુત્ર બ્રિકેનને બે બેબીસીટરના ભરોસે ઘરે છોડીને જતા હતા.
    - તેનો પુત્ર ડાઉન સિન્ડ્રોમનો શિકાર હતો એટલા માટે પોતાની વાત સારી રીતે કોમ્યુનિકેચ કરી શકતો નહોતો. એવામાં તેની સારી દેખરેખ માટે કપલે બે બેબીસીટર રાખી હતી.
    - કપલ આ ભરોસામાં હતું કે, બધુ સારું ચાલી રહ્યું છે અને તેના પુત્રની સારી રીતે દેખરેખ થઈ રહી છે. બાળકની હાલત આવી હોવાના કારણે તેને તેનાથી પણ કોઈ ફરિયાદ મળી રહી નહોતી.

    બન્ને બેબીસીટરની સચ્ચાથી પરથી ઉઠ્યો પરદો


    - થોડા મહિના બાદ તેનો સારી રીતે દેખરેખનો ભ્રમ દૂર થઈ ગયો, જ્યારે કપલ પાસે એક અજાણી છોકરીએ કોન્ટેક્ટ કર્યો અને તેને બાળકને ટોર્ચર કરનારો વીડિયો મોકલ્યો. આ છોકરી બાળકની બેબીસીટરની દોસ્ત હતી.
    - વીડિયોમાં પહેલા એક બેબીસીટર બાળકને જબરજસ્તી સ્મોકિંગ કરાવતી દેખાય છે. ત્યારે બીજી બેબીસીટર બાળકના માથા પર 5 ગેલન પાણીની બોટલ ફેંકીને મારતી દેખાઈ રહી છે.
    - બાળકની માતા એમાન્ડાનું કહેવું છે કે, તેનો દીકરો બોલી શકતો નથી. એટલા માટે તેને આ વાતનો અંદાજો ના થયો કે તેની સાથે આવો ખતરનાર વ્યવહાર અને અત્યાચાર થઈ રહ્યો છે.

    ઘણા અન્ય વીડિયો આવ્યા સામે


    - એમાન્ડાએ એમ પણ કહ્યું કે, તેને બાળકને ટોર્ચર કરવાના ત્રણ અન્ય વીડિયો મળ્યા છે, જે તેનાથી પણ ખરાબ છે. એક વીડિયોમાં બેબીસીટરે બાળકના ચહેરા પર દરવાજો માર્યો.
    - તેણે જણાવ્યું કે, એક અન્ય વીડિયોમાં બેબીસીટર બાળકના ગળામાં આઈસક્રીમની સ્ટિક નાખતી દેખાઈ રહી છે, જેના કારણે બાળનો શ્વાસ પણ રોકાઈ જાય છે.

    પિતા દુનિયાને બતાવી રહ્યો છે બેબીસીટરની વાસ્તવીકતા


    - જોકે, મામલો જૂનમાં સામે આવ્યા બાદ બન્ને આરોપી બેબીસીટરને પોલીસે પકડી લીધી હતી અને તેમના પર બહુ બધા ચાર્જ પણ લગાવ્યા હતા. તે છચા બાળકના પિતાએ આ અઠવાડિયા એક લાંબી પોસ્ટ સાથે બાળક પર થયેલા ટોર્ચરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેથી બેબીસીટરનું કામ કરતી બન્ને છોકરીઓની હકીકત સામે આવે.

    આ પણ વાંચો - મહિલાને ભૂલથી પણ આ બે નામે ના બોલાવો, મહાલક્ષ્મી ગુસ્સે થશે અને થઈ જશે સર્વનાશ

  • couple leave them son with babysitters than few months later a stranger sent a video of babysitters abusing boy with Down syndrome
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • couple leave them son with babysitters than few months later a stranger sent a video of babysitters abusing boy with Down syndrome
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • couple leave them son with babysitters than few months later a stranger sent a video of babysitters abusing boy with Down syndrome
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending