માલ્યા-મોદી જેવા દેવાદારોને આવી રીતે સજા આપે છે ચીન, લગાવે છે અનેક પ્રતિબંધ

વિમાન-ફાસ્ટ ટ્રેનમાં મુસાફરી તથા હોટલમાં જમવા પર પણ BAN, કોલર ટ્યૂનમાં પણ દેવાદારનો ઉલ્લેખ

divyabhaskar.com | Updated - Feb 21, 2018, 10:12 AM
ચીન પોતાના અલગ અંદાજથી સજા આપે છે
ચીન પોતાના અલગ અંદાજથી સજા આપે છે

ઈન્ટરનેશનલ ડેસ્કઃ નીરવ મોદીએ 11 હજાર કરોડથી વધારાના ગોટાળા સાથે વિદેશ ફરાર થઈ ગયા બાદ સીબીઆઈએ 800 કરોડના ગોટાળાના આરોપી વિક્રમ કોઠારીની ધરપકડ કરી લીધી છે. આ અગાઉ વિજય માલ્યા પણ 9000 કરોડથી વધારાનો ગોટાળો કરીને લંડન ફરાર થઈ ચૂક્યા છે.

લોન, પ્રમોશન અને પ્રવાસ પર પ્રતિબંધ


વિજય માલ્યા, નીરવ મોદી અને વિક્રમ કોઠારી જેવા લોકો જે બેંકોમાંથી લોન લઈને ગોટાળામાં ફેરવી દે છે. આરોપીઓને ભયંકર સજા આપનારો દેશ ચીન ડિફોલ્ટરોને પોતાના અલગ અંદાજથી સજા આપે છે. ચીનમાં તાજેતરમાં જ ત્યાની સુપ્રીમ પીપલ્સ કોર્ટે 67 લાખથી વધારે લોકોને બેંક ડિફોલ્ટરની યાદીમાં સત્તવાર રીતે રાખેલા છે. આ બધા લોકોને લોન મળી શકતી નથી,

મળે છે બધાનો સાથ


પ્રમોશન પણ મળતું નથી સાથે સાથે આવા લોકો વિમાન પ્રવાસ પણ કરી શકતા નથી. મીડિયા અહેવાલો પ્રમાણે, ચીનની સરકારે લગભગ 61.5 લાખ લોકોને વિમાન ટિકીટ ખરીદવા અને લગભગ 22.2 લાખ લોકોને ફાસ્ટ ટ્રેનની મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનની આ સરકાર દ્વારા બેંક કૌભાંડ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના પગલે અહીંયા રેલ્વે વિભાગ અને એર લાઈન્સ પણ પૂરો સાથે આપે છે.

આગળ વાંચો, કોલર ટ્યૂનમાં પણ દેવાદાર હોવાની વાત...

નીરવ મોદીનો 11 હજાર કરોડથી વધારાનો ગોટાળો
નીરવ મોદીનો 11 હજાર કરોડથી વધારાનો ગોટાળો

વસ્તુઓ ખરીદવા ચૂકવવી પડે છે વધારે કિંમત


ચીનમાં બેંકમાંથી લોન લીધા બાદ તેને પાછી ન આપવાને લઈને તેમના પર અન્ય ઘણા પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યા છે. આવા લોકોને મોંઘી હોટલમાં જવા પર અને ત્યાં જમવા પર પ્રતિબંધ હોય છે. કાર જેવી વસ્તુઓ ખરીદવા માટે પણ આ લોકોને વધારે કિંમત ચૂકવવી પડે છે.

માલ્યાનો 9000 કરોડથી વધારેનો ગોટાળો
માલ્યાનો 9000 કરોડથી વધારેનો ગોટાળો

કોલર ટ્યૂનમાં પણ દેણદારનો ઉલ્લેખ


ચીનમાં અદાલતો દ્વારા ડિફોલ્ટર જાહેર કરાયેલા લોકોના ફોન પર રિંગ જાય તે પહેલા તમને એક અવાજ સંભળાય છે જેમાં કહેવામાં આવે છે કે, જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યા છો તેને અદાલતે બેંકોનું ઉધાર ન ચૂકાવવાના કારણે બ્લેક લિસ્ટમાં નાખ્યો છે. કૃપા કરીને તેને ચૂકવણી કરવાનો આગ્રહ કરો. 

china public supreme court treats defaulters ban many facilities

જાહેર કરી દેવાય છે ઓળખ


પૈસાનું કૌભાંડ કરનાર લોકોની ઓળખાણ ચીનમાં સાર્વજનિક કરી દેવામાં આવે છે. અહીંના સમાચાર પત્રોમાં બેંક ડિફોલ્ટરનું નામ, ફોટો અને ઘરનું એડ્રેસ વગેરે જાણકારીઓ છાપી દેવામાં આવે છે. રેડિયો તથા ટીવી પર પણ જણાવવામાં આવે છે.

china public supreme court treats defaulters ban many facilities
X
ચીન પોતાના અલગ અંદાજથી સજા આપે છેચીન પોતાના અલગ અંદાજથી સજા આપે છે
નીરવ મોદીનો 11 હજાર કરોડથી વધારાનો ગોટાળોનીરવ મોદીનો 11 હજાર કરોડથી વધારાનો ગોટાળો
માલ્યાનો 9000 કરોડથી વધારેનો ગોટાળોમાલ્યાનો 9000 કરોડથી વધારેનો ગોટાળો
china public supreme court treats defaulters ban many facilities
china public supreme court treats defaulters ban many facilities
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App