FBની Orkut જેવી હાલત? મોટી કંપનીઓએ આપ્યો ઝટકો, ઝકરબર્ગ પણ પરેશાન

માર્ક ઝકરબર્ગે ડેટા ચોરી મામલે માફી તો માંગી, હવે એક નવી મૂશ્કેલી ઊભી થઈ

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 10:38 AM
Big companies gave a shock to facebook now it is like orkut

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ડેટા ચોરી મામલે ફસાયેલું ફેસબુક હાલ તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. માર્ક ઝકરબર્ગે માફી માંગી છતા કંપનીની મૂશ્કેલીીઓ અટકવાનું નામ લઈ રહી નથી. માર્ક ઝકરબર્ગે આ મામલે માફી તો માંગવી જ પડી પણ, હવે તેમની સામે એક નવી મૂશ્કેલી ઊભી થઈ છે. જેના કારણ ઝકરબર્ગ પોતે ચિંતાતુર છે. બની શકે કે આ મૂશ્કેલી એટલી હદે વધી જાય કે ફેસબુક જ બંધ કરવું પડે. અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોની કંપનીઓની જેમ ટોપ ભારતીય જાહેરાતકર્તાઓએ પણ ફેસબુકથી અંતર બનાવી રહ્યા છે. જાહેરાત કંપનીઓએ કેમ્બ્રિજ એનાલિટિકા મામલે ફેસબુક પાસે સ્પષ્ટીકરણ પણ માંગ્યુ છે.

કંપનીઓએ બંધ કરી જાહેરાત

જાહેરાત આપતી કંપનીઓએ ફેસબુકને જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓ ફેસબુક મામલે સમજી વિચારીને પગલાં લઈ રહી છે. જો કે, મેગી વિવાદ બાદ નેસ્લેએ પોતાની સૌથી મોટી બ્રાન્ડ 'મેગી નુડલ્સ'ની વાપસી માટે ફેસબુકનો સૌથી વધારે ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન નેસ્લેએ કહ્યું છે કે, તે ડેટા સુરક્ષા વિશે ફેસબુકની જાહેરાતથી ઉત્સાહિત છે. જો કે, અમે આ મુદ્દે ચિંતામાં છીએ, કારણે કે અમારો ઓનલાઈન અને ઓફલાઈન બન્ને બિઝનેસ ગ્રાહકોનાં વિશ્વાસ પર આધારિત છે.

આગળ વાંચોઃ શા માટે ફેસબુકની વધી રહી છે મૂશ્કેલીઓ?

Big companies gave a shock to facebook now it is like orkut

વધી રહી છે ડિજિટલ જાહેરાત

સ્માર્ટફોનના વધી રહેલા ઉપયોગ વચ્ચે ડિજિટલ જાહેરાત ઝડપથી વધી રહી છે. દેંત્સુ એજિસ નેટવર્કે જાન્યુઆરીમાં આપેલા અંદાજ પ્રમાણે, 8200 કરોડની ઈન્ડિયન ડિજિટલ એડવર્ટાઈઝ ઈન્ડસ્ટ્રી વર્ષ 2020 સુધી 32 ટકા સીએજીઆરથી વધીને 18896 કરોડ રૂપિયાની થઈ જશે. ઈન્ડસ્ટ્રીના જાણકારોનું માનીએ તો ફેસબુક પર ઈન્ડિયન જાહેરાત ખર્ચ 1700-1800 કરોડ રૂપિયાનો છે. જો જાહેરાત બંધ કરવામાં આવે છે તો ફેસબુકને પોતાની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવો પડશે. જ્યારે, તેને બંધ થવાની પણ શક્યતા છે.

Big companies gave a shock to facebook now it is like orkut

નેસ્લે બાદ ITCએ પણ વ્યક્ત કરી ચિંતા 

ITCએ પણ આ પ્લેટફોર્મ દ્વાર ફેક ન્યૂઝના પ્રસારણ પર ચિંતા વ્યક્ત કરી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણ, ITCના ડિવિઝનલ ચીફ એક્ઝીક્યૂટીવે જણાવ્યું કે, ફેક પ્રોફાઈલ્સ વધવા અને ફેસબુક પરથી ફેક ન્યૂઝના પ્રસારણ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેનાથી ફેસબુકની સાથે સાથે કંપનીઓની સાખ પર પણ સવાલ ઊભા થાય છે.

Big companies gave a shock to facebook now it is like orkut

પેપ્સિકોએ પણ ખેંચ્યો હાથ

નેસ્લે અને આઈટીસીની જેમ પેપ્સિકો ઈન્ડિયાના સીનિયરે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ક્નઝ્યુમર્સ કોઈ પણ બ્રાન્ડને તેની પ્રામાણિકતાના આધારે મહત્વ આપે છે. જો આ રીતે વિવાદો સામે આવતા રહ્યા તો આ ચિંતાનો વિષય છે.

Big companies gave a shock to facebook now it is like orkut

ગ્લોબલ કંપનીઓ પણ થઈ દૂર

વિવાદ સામે આવ્યા બાદ હવે મોટી વૈશ્વિક કંપનીઓ ફેસબુકથી અંતર બનાવી રહી છે. મોઝિલા, કોમર્સ બેંક, ટેસ્લા, સ્પેસ એક્સ સહિત અનેક ટોચની કંપનીઓએ ફેસબુક પરથી પોતાનું પેજ હટાવી દીધું છે અથવા તેને જાહેરાત આપવાની બંધ કરી દીધી છે. ટેસ્લા અને સ્પેસએક્સે પોતાની કંપનીનું ફેસબુક પેજ બંધ કરી દીધું છે.

Big companies gave a shock to facebook now it is like orkut

મોઝિલાએ બંધ કરી જાહેરાત

વેબ બ્રાઉઝર બનાવનારી મોઝિલાએ ફેસબુકને જાહેરાત આપવાની બંધ કરી છે. જર્મની કંપની કોમર્સ બેંકે પણ ફેસબુક પર જાહેરાત આપવાની બંધ કરી છે. ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ કંપની સોનોસે પણ ફેસબુક પર જાહેરાત એક સપ્તાહથી હટાવી લીધી છે.

Big companies gave a shock to facebook now it is like orkut

ઓરકુટનો થયો હતો આવો જ હાલ

વર્ષ 2004માં ગૂગલની સૌથી પહેલી સોશિયલ નેટવર્કિંગ ઓરકુટને શરૂ કર્યું હતું. સ્ક્રેપ મોકલવાથી લઈને લોકોને પ્રાઈવેટ ચેટ કરવાની તક આ નેટવર્કિંગ સાઈટે આપી હતી. પરંતુ ફેસબુક આવવાથી અને ખુદ ગૂગલની અન્ય પ્રોડક્ટ્સના કારણે તેને બંધ કરવું પડ્યું. તે સમયે કંપનીઓએ ઓરકુટ પરથી જાહેરાતો છીનવીને ફેસબુક અને ગૂગલ પ્લસને શરૂ કરી દીધું હતું.

Big companies gave a shock to facebook now it is like orkut

શું છે સમગ્ર મામલો?

ડેટા એનાલિસિસ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ 5 કરોડ યૂઝર્સની મંજૂરી વગર તેમના ડેટાનો પૈસા કમાવવા માટે ઉપયોગ કર્યો. ડેટા એકઠો કરવા માટે ફેસબુકે કંપનીની મદદ કરી હતી. કેમ્બ્રિજ એનાલિટિકાએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈનમાં પણ ભાગ લીધો હતો. એમ પણ કહેવાઈ રહ્યું છે કે, ટ્રમ્પના પક્ષમાં માહોલ બનાવવા માટે કંપનીએ લોકોને પ્રભાવિત કર્યા હતા. ભારતમાં પણ ફેસબુક ડેટા લીક મામલાની અસર રાજનૈતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રો પર દેખાઈ રહી છે. સરકારે કેમ્બ્રિજ એનાલિટિકને કારણ બતાવો નોટિસ આપી છે અને ફેસબુકને પણ ચેતવણી આપી છે.

Big companies gave a shock to facebook now it is like orkut
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App