Home » International News » Special » Baby born with black spots on body doctors were scared and alert family also

શરીર પર કાળા ડાઘા સાથે બાળકે લીધો જન્મ, ડોક્ટરે જોતા જ જાણી ગયા હતા ખતરો, પરિવારને પણ કર્યો એલર્ટ

Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 01:08 PM

અત્યાર સુધી માસૂમ પર થઈ ચૂક્યા છે 26 ઓપરેશન, છતાં ઓછી નથી થઈ તકલીફો

  • Baby born with black spots on body doctors were scared and alert family also
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના જ્યોર્જિયામાં અંદાજે 5 વર્ષ પહેલા એક બાળક શરીર પર કાળા ડાઘા સાથે પેદા થયો હતો. ડોક્ટર તેની હાલત જોતા જ સમજી ગયા હતા કે, બધુ બરાબર નથી. બાળક કોન્જેનિટલ મેલાનોસાઈટિક નેવસ નામની સીરિયસ કન્ડીશન સામે લડી રહ્યો છે, જેને ભવિષ્યમાં કેન્સરનો પણ ખતરો હતો. ડોક્ટરે પરિવારને બાળકની હાલતને લઈને એલર્ટ કરવામાં આવ્યો અને ભવિષ્યમાં થનારી સર્જરી વિશે પણ જણાવ્યું. અત્યાર સુધી આ માસૂમ પર 26 ઓપરેશન થઈ ચૂક્યા છે, પરંતુ કાળા ડાઘા હજુ પણ સાફ થયા નથી.

    ડોક્ટરે પેરેન્ટ્સને કર્યા એલર્ટ


    - મામલો જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટી સિટીનો છે, જ્યાં પાંચ વર્ષ પહેલા ડિલાનનો જન્મ ચર્ચાનો વિષય બની ગયો હતો. તેનું શરીર બર્થ માર્કના કાળા ડાઘાથી ભરાયેલું હતું. તેના કારણે તેની પીઠ પણ કાળી હતી.
    - જન્મ થતા જ ડોક્ટર્સને તેની સ્થિતિનો અંદાજો થઈ ગયો હતો. બાળક કોન્જેનિટલ મેલાનોસાઈટિક નેવસ બીમારી સામે લડી રહ્યો હતો, જેમાં સ્કિન કેન્સર થવાનું રિસ્ક બહુ વધારે હોય છે.
    - ડોક્ટરે ડિલાનની મા કારાને તેની સ્થિતિ વિશે એલર્ટ કરતા પહેલા જ જણાવી દીધું હતું કે, બાળકને તેની જિંદગીના પહેલા વર્ષમાં ઘણી સર્જરીનો સામનો કરવો પડશે.
    - ડાળા ડાઘાથી ડિલાનની આખી પીઠ ભરાયેલી હતી, જેને ડોક્ટર સંપૂર્ણ રીતે હટાવવા માંગતા હતા. તેના માટે તેને બાળકની બોડી પરથી વધારે સ્કિનની જરૂર હતી, પરંતુ બાળકના શરીર પરથી એટલી સ્કિન મળવી શક્ય નહોતી.

    5 વર્ષમાં થયા 26 ઓપરેશન


    - ડિલાન જેવો થોડો મોટો થયો કે ડોક્ટર્સે સર્જરી કરવાનો નિર્ણય લીધો. ઓપરેશન ઘણું મુશ્કેલ હતું કારણ કે તેમાં ઘણી વધારે સ્કિન ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હતી. એવામાં ડોક્ટર્સે તેની બોડી પર અમુક સ્કિન ઈમ્પ્લાન્ટ્સ કરી.
    - ત્યારબાદ ઈમ્પ્લાન્ટથી સ્કિન કાઢીને ડોક્ટર્સે તેની બોડીના પ્રભાવિત ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું શરૂ કર્યું. 5 વર્ષની ઉંમર સુધી તેના 26 ઓપરેશન કરવામાં આવ્યા, જેમાં તેની શરીરના અડધા ડાઘા જ ઓછા કરી શકાયા.

    હવે પાછા ના આવે આ નિશાન


    - ડિલાનની મા કારાએ કહ્યું કે, અમે માત્ર ઈચ્છીએ છીએ કે બર્થ માર્ક ફરી ક્યારેય પાછા ના આવે અને કેન્સરનું રૂપ લે કારણ કે, ડોક્ટર્સનું કહેવું છે કે, આ ડાઘા ગમે ત્યારે કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે.
    - કારાએ જણાવ્યું કે, મારા દીકરાની દર 3થી 6 મહિનાની અંદર સર્જરી કરવી પડે છે. બોડીના જે ભાગમાં સર્જરી થવાની હોય છે, એ ટાઈમ તેના પર નિર્ભર કરે છે.
    - કારાનું કહેવું છે કે, આવી હાલત અને ઘણા મહિના પર સર્જરીનો સામનો કર્યા બાદ પણ ડિલાન બહુ ખુશ રહે છે. અમે પણ એ પ્રયાસમાં લાગ્યા છીએ કે, તેને લાંબી અને સારી જિંદગી આપી શકીએ.

    આ પણ વાંચો - પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવા ગઈ મહિલા તો નર્સે આપી ખુશ ખબર, બાળકનો જન્મ થતા જ બધાને ચોંકી ગયા, ડોક્ટર્સ પણ થયા ખુશ

  • Baby born with black spots on body doctors were scared and alert family also
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Baby born with black spots on body doctors were scared and alert family also
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Baby born with black spots on body doctors were scared and alert family also
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Baby born with black spots on body doctors were scared and alert family also
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending