પાકિસ્તાનમાં છે શહીદ ભગત સિંગનું આ ઘર, હવે દેખાય છે આવું

તેમનું એ ઘર પણ યથાવત છે, જ્યાં તેમનો જન્મ થયો અને બાળપણ પસાર કર્યું

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 04:37 PM
પાકિસ્તાનના ફૈસલાબાદમાં આવેલું ભગત સિંઘનું પૈતૃક ઘર.
પાકિસ્તાનના ફૈસલાબાદમાં આવેલું ભગત સિંઘનું પૈતૃક ઘર.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતની આઝાદીના ઈતિહાસનો ઉલ્લેખ ભગત સિંઘ વગર અધૂરો છે. દેશની આઝાદી માટે લડી રહેલા ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ શાસને 23 માર્ચ, 1931ના રોજ ફાંસી પર લટકાવી દીધા હતા. આ વાતને આજે 87 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ ભગત સિંઘ આજે પણ આપણા મનમાં જીવંત છે. તેમનું એ ઘર પણ યથાવત છે, જ્યાં તેમનો જન્મ થયો હતો અને જ્યાં તેમણે તેમનું બાળપણ પસાર કર્યું હતું. આ મકાન પાકિસ્તાનમાં આવેલું છે.

- 28 સપ્ટેમ્બર, 1907ના રોજ ફૈસલાબાદ જિલ્લાના જરાંવાલા તહસીલ સ્થિત બંગા ગામમાં જન્મેલા ભગત સિંઘના પૂર્વજ મહારાજા રણજીત સિંઘની સેનામાં હતા.
- તેમના પિતા અને કાકા ગદર પાર્ટીના સભ્ય હતા. આ પાર્ટી બ્રિટિશ શાસન વિરુદ્ધ ક્રાંતિકારી આંદોલન ચલાવી રહી હતી.
- તેની અસર એ થઈ કે બાળપણથી જ ભગત સિંઘમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ ગુસ્સો ભરાઈ ગયો હતો. તેમણે પણ દેશની આઝાદી માટે ક્રાંતિનો રસ્તો પસંદ કર્યો.
- તે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા. જેમાં ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ અને સુખદેવ જેવા મહાન ક્રાંતિકારીઓ હતા.
- દેશની આઝાદી માટે લડી રહેલા ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ શાસને ફાંસી પર લટકાવી દીધા હતા. આ ઘટનાથી આખા દેશમાં અફરાતફરી મચી જવા પામી હતી.
- ભગત સિંઘ અને તેમના સાથીઓએ હસતા મોઢે ફાંસીના ફંદાને ચુંબન કર્યું અને ઈન્કલાબ-ઝિંદાબાદનું સૂત્ર બુલંદ કર્યું હતું.

પાકિસ્તાનમાં છે પૂર્વજોનું ઘર


- શહીદ ભગત સિંઘનું પૂર્વજોનું ઘર પાકિસ્તાનમાં આવેલું છે. તેમનો જન્મ ફૈસલાબાદના બંગા ગામમાં ચોક નંબર 105 જીબીમાં થયો હતો.
- ચાર વર્ષ પહેલા આ જગ્યાને હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી હતી. તેને સુરક્ષિત કર્યા પછી બે વર્ષ પહેલા જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
- ફેબ્રુઆરી 2014માં ફૈસલાબાદ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર ઓફિસર નુરૂલ અમીન મેંગલે તેને સુરક્ષિત જાહેર કરતા રિનોવેશન માટે 5 કરોડ રૂપિયાની રકમ પણ આપી હતી.
- ત્યારબાદ ત્યાંની સરકારી કોલેજ યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર તૌહિદ ચટ્ટાએ જણાવ્યું હતું કે, ભગત સિંઘના મકાનને જ નહીં પરંતુ આખા ગામને ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
- ભાગલા બાદ ભગત સિંઘના મકાન પર એક વકીલે કબ્જો કરી લીધો હતો, જેના વંશજોએ અનેક દાયકા સુધી ભગત સિંઘના પરિવાર સાથે સંબંધ રાખતા સામાન સંભાળીને રાખ્યો.
- મકાનમાં રહેલા આ સામાનોમાં તેમની માતાનો અમુક સામાન, બે લાકડાની ટ્રંક અને એક લોખંડનો કબાટ સામેલ છે.
- જો કે, હવે એડમિનિસ્ટ્રેશને મકાન અને સામાન બન્ને પોતાના કબ્જામાં લઈ લીધા છે.
- તેમના ગામમાં દર વર્ષે 23 માર્ચના દિવસે શહીદ દિવસ તથા સરદાર ભગત સિંઘ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, પાકિસ્તાનમાં ભગત સિંઘના ઘરની તસવીરો...

4 વર્ષ પહેલા તેને હેરિટેજ જાહેર કરાઈ ચૂક્યું છે.
4 વર્ષ પહેલા તેને હેરિટેજ જાહેર કરાઈ ચૂક્યું છે.
લોકલ ઓથોરિટી કરે છે સમારકામ અને દેખરેખનું કામ.
લોકલ ઓથોરિટી કરે છે સમારકામ અને દેખરેખનું કામ.
બે વર્ષ પહેલા લોકો માટે આ ઘરને ખોલવામાં આવ્યું.
બે વર્ષ પહેલા લોકો માટે આ ઘરને ખોલવામાં આવ્યું.
અહીંયા રહેતા પરિવારનો દાવો હતો કે આ ઝાડ ખુદ ભગત સિંઘે રોપ્યું હતું.
અહીંયા રહેતા પરિવારનો દાવો હતો કે આ ઝાડ ખુદ ભગત સિંઘે રોપ્યું હતું.
થોડા વર્ષ પહેલા અફઝલ વિર્ક અહીંયા તેના પરિવાર સાથે રહેતા હતા.
થોડા વર્ષ પહેલા અફઝલ વિર્ક અહીંયા તેના પરિવાર સાથે રહેતા હતા.
અફઝલના પરિવારે ભગત સિંઘના પરિવારની વસ્તુઓ સુરક્ષિત રાખી.
અફઝલના પરિવારે ભગત સિંઘના પરિવારની વસ્તુઓ સુરક્ષિત રાખી.
ઘરની બહાર લાગેલું બોર્ડ.
ઘરની બહાર લાગેલું બોર્ડ.
ભગત સિંઘના ઘર પાસે આ કન્ટ્રક્શન પછી થયું.
ભગત સિંઘના ઘર પાસે આ કન્ટ્રક્શન પછી થયું.
ભગત સિંઘની સ્કૂલ, જ્યાં તેઓ ભણતા હતા. આ તસવીર જૂની છે. આ સ્કૂલનું હવે રિનોવેશન થઈ રહ્યું છે.
ભગત સિંઘની સ્કૂલ, જ્યાં તેઓ ભણતા હતા. આ તસવીર જૂની છે. આ સ્કૂલનું હવે રિનોવેશન થઈ રહ્યું છે.
ભગત સિંઘનું ગામ બંગા.
ભગત સિંઘનું ગામ બંગા.
X
પાકિસ્તાનના ફૈસલાબાદમાં આવેલું ભગત સિંઘનું પૈતૃક ઘર.પાકિસ્તાનના ફૈસલાબાદમાં આવેલું ભગત સિંઘનું પૈતૃક ઘર.
4 વર્ષ પહેલા તેને હેરિટેજ જાહેર કરાઈ ચૂક્યું છે.4 વર્ષ પહેલા તેને હેરિટેજ જાહેર કરાઈ ચૂક્યું છે.
લોકલ ઓથોરિટી કરે છે સમારકામ અને દેખરેખનું કામ.લોકલ ઓથોરિટી કરે છે સમારકામ અને દેખરેખનું કામ.
બે વર્ષ પહેલા લોકો માટે આ ઘરને ખોલવામાં આવ્યું.બે વર્ષ પહેલા લોકો માટે આ ઘરને ખોલવામાં આવ્યું.
અહીંયા રહેતા પરિવારનો દાવો હતો કે આ ઝાડ ખુદ ભગત સિંઘે રોપ્યું હતું.અહીંયા રહેતા પરિવારનો દાવો હતો કે આ ઝાડ ખુદ ભગત સિંઘે રોપ્યું હતું.
થોડા વર્ષ પહેલા અફઝલ વિર્ક અહીંયા તેના પરિવાર સાથે રહેતા હતા.થોડા વર્ષ પહેલા અફઝલ વિર્ક અહીંયા તેના પરિવાર સાથે રહેતા હતા.
અફઝલના પરિવારે ભગત સિંઘના પરિવારની વસ્તુઓ સુરક્ષિત રાખી.અફઝલના પરિવારે ભગત સિંઘના પરિવારની વસ્તુઓ સુરક્ષિત રાખી.
ઘરની બહાર લાગેલું બોર્ડ.ઘરની બહાર લાગેલું બોર્ડ.
ભગત સિંઘના ઘર પાસે આ કન્ટ્રક્શન પછી થયું.ભગત સિંઘના ઘર પાસે આ કન્ટ્રક્શન પછી થયું.
ભગત સિંઘની સ્કૂલ, જ્યાં તેઓ ભણતા હતા. આ તસવીર જૂની છે. આ સ્કૂલનું હવે રિનોવેશન થઈ રહ્યું છે.ભગત સિંઘની સ્કૂલ, જ્યાં તેઓ ભણતા હતા. આ તસવીર જૂની છે. આ સ્કૂલનું હવે રિનોવેશન થઈ રહ્યું છે.
ભગત સિંઘનું ગામ બંગા.ભગત સિંઘનું ગામ બંગા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App