Home » International News » Special » American Woman mistakenly throws jewellery bag in garbage

મહિલાએ કચરામાં ફેંકી દીધા રૂ. 65 લાખથી વધુ કિંમતના દાગીના, પછી થઈ જોવા જેવી

Divyabhaskar.com | Updated - Mar 18, 2018, 02:38 PM

અમેરિકા જેવા સાધનસંપન્ન દેશના સફાઈ કર્મીઓએ દાગીના શોધવાના ચેલેન્જનો સ્વીકાર કર્યો

  • American Woman mistakenly throws jewellery bag in garbage
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક મહિલાએ ઘરની સફાઈ દરમિયાન 65 લાખથી વધારે રૂપિયાના દાગીના કચરાના ઢગલામાં ફેંકી દીધા. જ્યારે આ વાતની જાણકારી મહિલાને થઈ તો તેના હોંશ ઉડી ગયા. અફરાતફરીમાં મહિલાએ પોલીસને ફોન કર્યો, પરંતુ ત્યા સુધી સફાઈકર્મી એ કચરાને ઢગલામાં નાખી ચૂક્યા હતા.

    હવે જ્યાં મહિલાની ત્રણ વીંટી અને બ્રેસલેટ પડ્યા હતા તે જગ્યા 10 ટનના કચરો અને ગંદકી વિખરાયેલી પડી હતી. સેનિટેશન ઓફિસરોની સામે એ ચેલેન્જ હતી કે, તે એક નાની કાળી બેગમાં બંધ 65 લાખ રૂપિયાના દાગીનાને કચરાના આ ઢગલામાંથી શોધી કાઢે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયાની છે. અમેરિકા જેવા સાધનસંપન્ન દેશના સફાઈ કર્મીઓએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો. પાંચ એક્સપર્ટ લોકોની ટીમ બનાવવામાં આવી . આ લોકો પાસે એક માત્ર સુરાગ એ હતું કે દાગીના કાળી બેગમાં છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો, 300 ટન કચરામાંથી દાગીના મળ્યા કે કેમ?

  • American Woman mistakenly throws jewellery bag in garbage
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    દાગીનાની મહાશોધ

     

    સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે, એખ એવી જગ્યા રોજનો 300 ટન કચરો આવે છે ત્યા એક નાની એવી કાળી બેગ શોધવી સરળ નહોતી. જો કે, લેન્ડફિલ સ્ટાફે 10 ટનના કચરાને અલગ કર્યો અને પછી શરૂ થઈ 65 લાખ રૂપિયાના દાગીનાની મહાશોધ. 

  • American Woman mistakenly throws jewellery bag in garbage
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    3 કલાકની મહામહેનત રંગ લાવી

     

    આખરે ત્રણ કલાકની સખત મહેનત બાદ જ્યારે લેન્ડફિલ સ્ટાફની નજર એક કાળી બેગ પર પડી તો તેમની આશા બંધાઈ. મહિલાએ બેગની ઓળખાણ કરી. પરંતુ લોકોને ડર હતો કે ક્યાંક કચરાના ઢગલામાં દાગીનો ખોવાઈ ગયો હશે તો. શ્વાસ રોકીને મહિલાએ બેગ ખોલી તો તેને ચમત્કાર જોવા મળી. મહિલાના દાગીના બેગમાં સહી સલામત હતા.

  • American Woman mistakenly throws jewellery bag in garbage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મહિલાએ ટીમનો માન્યો આભાર

     

    પોતાના દાગીના પાછા મળી જતા મહિલા ખુશીથી જુમી ઉઠી. લેન્ડફિલના સોલિડ વેસ્ટ ડિરેક્ટર જોની વિકરે કહ્યું કે, દાગીનાને લોગ બુક મેનટેંનેંસના કારણે શોધવું શક્ય થયું. જો લેન્ડફિલમાં ટ્રકો દ્વારા લાવવામાં આવી રહેલા કચરાનો હિસાબ ન રાખ્યો હોત તો આ બેગ શોધવી અશક્ય હોત. મહિલાએ આખી ટીમનો આભાર માન્યો.

  • American Woman mistakenly throws jewellery bag in garbage
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending