એમેઝોન CEO જેફ બેઝોસ બન્યા આધુનિક ઈતિહાસના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, એક વર્ષમાં વધી મુકેશ અંબાણી જેટલી સંપત્તિ

બેઝોસ 1982થી અત્યાર સુધીના ઈતિહાસમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે

divyabhaskar.com | Updated - Jul 17, 2018, 10:24 AM
Amazon CEO Jeff Bezos becomes richest person in modern history

ઈન્ટરનેશનલ ડેસ્કઃ એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ આધુનિક ઇતિહાસના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ 150 અબજ ડોલર(10 લાખ કરોડથી વધારે રૂપિયા)ને પાર થઈ ગઈ છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને માઈક્રોસોફ્ટ કોર્પના સહ-સંસ્થાપક બિલ ગેટ્સથી તેમની સંપત્તિ 55 અબજ ડોલર(અંદાજે 3 લાખ 76 હજાર કરોડથી વધુ રૂપિયા) વધારે છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ પ્રમાણે મોંઘવારેથી સમાયોજિત આંકડાના આધારે પણ 54 વર્ષીય બેઝોસ આગળ વધી ગયા છે.

1982થી અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ


બિલ ગેટ્સની સંપત્તિ વર્ષ 1999માં થોડા સમય માટે 100(6 લાખ 84 હજાર કરોડથી વધારે રૂપિયા) અબજ ડોલરના આંકડાને પાર કરી ગઈ હતી. તેને જો મોંઘવારી સાથે સમાયોજિત કરીને આજે જોઈએ તો આ લગભગ 148(10 લાખ કરોડથી વધારે રૂપિયા) અબજ ડોલર હશે. આ રીતે એમેઝોનના સીઇઓ બેઝોસ ઓછામાં ઓછા 1982થી અત્યાર સુધીના ઈતિહાસમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે, જ્યારથી ફોર્બ્સે ધનિકોની યાદી પ્રકાશિત કરવાની શરૂ કરી છે.

બિલ ગેટ્સ બીજા અને બફેટ ત્રીજા નંબરે


બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે બેઝોસ બાદ બિલગેટ્સ 95.5 અબજ ડોલર(6 લાખ 53 હજાર કરોડથી વધુ રૂપિયા) સાથે બીજા નંબરે અને વોરેન બફેટ 83(5 લાખ 67 હજાર કરોડથી વધારે રૂપિયા) અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાન પર છે. જોકે, હકીકત એ પણ છે કે, બિલ ગેટ્સે જો પોતાની સંપત્તિનો મોટોભાગ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાન ના કર્યો હોત તો તેમની પણ સંપત્તિ 150 અબજ ડોલર(10 લાખ કરોડથી વધારે રૂપિયા)થી વધારે હોત.

એમેઝોન પ્રાઈમ ડેના સમર સેલ દરમિયાન થઈ જોરદાર આવક


હકીકતમાં એમેઝોન પ્રાઈમ ડેના 36 કલાકના સમર સેલ દરમિયાન થયેલી જોરદાર આવકથી બેઝોસની કંપની ઘણી વધી ગઈ. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં સોમવારે સવારે 11.10 વાગ્યે કંપનીના શેરની કિંમત 1825.73(1,24,889 રૂપિયા) ડોલર સુધી પહોંચી ગઈ. આ રીતે વર્ષ 2018માં કંપનીના શેરની કિંમતમાં 56 ટકાનો વધારો થઈ ચૂક્યો છે અને જોસેફ બેઝોસની પોતાની નેટવર્થ વધીને 150.8 અબજ ડોલર(10 લાખ કરોડથી વધારે રૂપિયા) પહોંચી ગઈ છે.

એક વર્ષમાં વધી મુકેશ અંબાણી જેટલી સંપત્તિ


જોસેફની સંપત્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ(52 અબજ ડોલર) કરતા વધારે એક વર્ષમાં વધી ચૂકી છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 44.3 અબજ ડોલર(3 લાખ કરોડથી વધુ રૂપિયા) છે. જો આખા પરિવારની વાત કરીએ તો 151.5 અબજ ડોલર(10 લાખ કરોડ રૂપિયાથી વધુ)ની સંપત્તિ સાથે વોલ્ટન પરિવાર દુનિયાનો સૌથી ધનિક પરિવાર છે.

અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ પ્રમાણે વર્ષ 2016માં અમેરિકાના ટોચના માત્ર 1 ટકા પરિવાર પાસે અંદાજે 38.6 ટકા સંપત્તિ હતી, જ્યારે નીચેના 90 ટકા પાસે માત્ર 22.8 ટકા સંપત્તિ હતી.

X
Amazon CEO Jeff Bezos becomes richest person in modern history
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App