અહી થાય છે 130kmનો 'મજબૂરી' જામ, 200 કિમી કાપતા લાગે છે એક સપ્તાહ

ગરીબીનો સામનો કરી રહેલા દેશમાં જોખમી રસ્તા પર ટ્રક ચલાવવા સિવાય બીજો રસ્તો પણ નથી

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 05:01 PM
રણમાં ટ્રાફિક જાન
રણમાં ટ્રાફિક જાન

ઈન્ટરનેશનલ ડેસ્કઃ 130 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અને તેને પાર કરવા માટે એક અઠવાડિયાની રાહ. મંગોલિયાના હજારો ટ્રક ડ્રાઈવર આ પ્રકારે રોજી રોટી કમાય છે. મંગોલિયામાં બહુ વધારે ગરીબી છે. સરકારી ખર્ચામાં પણ કાપ મૂકવામાં આવી રહી છે. એવામાં મંગોલિયાના લોકો સારા ભવિષ્યની રાહ જ જોઈ શકે છે.

રણમાં ટ્રાફિક જામ


કોલસાથી ભરેલા હજારો ટ્રકને મંગોલિયામાંથી બહાર કાઢવાનું કામ પણ આ લોકો જ કરે છે. ગોબી રણમાંથી પસાર થતો આ રસ્તો ચીનની સરહદ સુધી જાય છે અને અહીંયા ટ્રક ડ્રાઈવરોને કાયમ ચીનની સરહદ પાસે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

પ્રતીક્ષા અને વ્યવસ્થા
પ્રતીક્ષા અને વ્યવસ્થા

જો કે, ચીન મંગોલિયા પાસેથી બહુ જ વધારે કોલસો ખરીદી રહ્યું છે. ચીનમાં પર્યાવરણ સંબંધિત નિયમો કડક થયા બાદ કોલસા ખનન મોંઘું થઈ ગયું છે. એટલા માટે ચીની કંપનીઓ મંગોલિયા પાસેથી કોલસો ખરીદી રહી છે.

હરતી ફરતી દુકાન
હરતી ફરતી દુકાન

ઉત્તર કોરિયા પર લગાવાયેલા પ્રતિબંધોના કારણે પણ કોલસાને લઈને ચીન મંગોલિયા પર વધારે આધાર રાખતું થઈ ગયું છે. અનેક ટન કોલસાથી ભરેલા ટ્રક અને થાક હોવા છત્તા તેને ચલાવતો ડ્રાઈવલ, આ ટ્રક ચાલકોની આવી જ કહાણી છે. 200 કિલોમીટર લાંબી મુસાફરીમાં છાસવારે દુર્ઘટનાઓ પણ થતી રહે છે.

ડીઝલની વ્યવસ્થા
ડીઝલની વ્યવસ્થા

130 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ દરમિયાન ડ્રાઈવર પોતાનાં ઘર પરિવાર સાથે વાતચીત કરે છે. બહુ વધારે કાળા બજારના કારણે મંગોલિયાની પોલીસે ચેકિંગ કડક કરી દીધું છે. મંગોલિયાના કસ્ટમ નાકા પરથી દરરોજે 700 ટ્રક પસાર થાય છે.

હાઈવે પરનું જીવન
હાઈવે પરનું જીવન

દરરોજે હજારો લોકો ટ્રક સાથે પહોંચે છે. લાંબી રાહ જોવા દરમિયાન તે ખાવાપીવાનું પણ નાકા પાસે જ કરી લે છે. ટ્રાક ડ્રાઈવરોના કારણે ગરીબ દેશ મંગોલિયામાં ઘણા લોકોને રોજગાર મળ્યો છે. તેઓ ખાવાપીવાનું અને જરૂરિયાતની વસ્તુઓ વેચે છે.

ચીન પાસેથી મોટી ડિમાન્ડ
ચીન પાસેથી મોટી ડિમાન્ડ

રાત્રે ઠંડી વધતા જ ડ્રાઈવસ ટ્રક ચાલુ કરી દે છે. એન્જીનની ગરમી અને ટ્રકની હીટિંગ સિસ્ટમથી તેમને સહારો મળે છે. પરંતુ તેના કારણે ઘણીવાર અમુક ટ્રકોનું ડીઝલ પણ ખતમ થઈ જાય છે. તેવામાં હરતા ફરતા ડીઝલ પંપ તેમની પાસે પહોંચે છે.

જીવલેણ મુસાફરી
જીવલેણ મુસાફરી

લાંબી રાહ અને જોખમથી ભરેલા રસ્તા પર ગાડી ચલાવવા સિવાય આ લોકો પાસે કોઈ બીજો રસ્તો પણ નથી. 

બીજો કોઈ વિકલ્પ નથી
બીજો કોઈ વિકલ્પ નથી
A road where long traffic jam and a week seems to cross
X
રણમાં ટ્રાફિક જાનરણમાં ટ્રાફિક જાન
પ્રતીક્ષા અને વ્યવસ્થાપ્રતીક્ષા અને વ્યવસ્થા
હરતી ફરતી દુકાનહરતી ફરતી દુકાન
ડીઝલની વ્યવસ્થાડીઝલની વ્યવસ્થા
હાઈવે પરનું જીવનહાઈવે પરનું જીવન
ચીન પાસેથી મોટી ડિમાન્ડચીન પાસેથી મોટી ડિમાન્ડ
જીવલેણ મુસાફરીજીવલેણ મુસાફરી
બીજો કોઈ વિકલ્પ નથીબીજો કોઈ વિકલ્પ નથી
A road where long traffic jam and a week seems to cross
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App