Home » International News » Special » A reporters dramatic eye roll went viral in china

આ મહિલાની ક્લિપ આગની જેમ થઈ Viral, ચીને કરવી પડી બ્લોક

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:37 PM

ચીનમાં એક યુવતીના વીડિયો એ એવું તો તોફાન મચાવ્યું છે કે તેના પર સેન્સર મૂકી દેવામાં આવ્યો

  • A reporters dramatic eye roll went viral in china
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈ: ભારતમાં પ્રિયા પ્રકાશના હાલમાં વાઈરલ થયેલા વીડિયોથી બધા વાકેફ છે. પણ ચીનમાં એક યુવતીના વીડિયો એ એવું તો તોફાન મચાવ્યું છે કે તેના પર સેન્સર મૂકી દેવામાં આવ્યો છે.

    વાત જાણે એમ છે કે ચીનમાં નેશનલ પિપલ્સ કોંગ્રેસ દ્વારા એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીનના મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને પ્રશ્નો પૂછી રહ્યા હતા. દરમિયાન ચીનની એક રિપોર્ટર (લાલ રંગના બ્લેઝરમાં) પ્રશ્ન પૂછી રહી હતી ત્યારે બાજુમાં ઉભેલી લિયાંગ જિયાન્સી (બ્લ્યૂ રંગના બ્લેઝરમાં) નામની રિપોર્ટર આંખોથી અમુક એક્સપ્રેશન આપ્યા હતા. Yicai ફાયનાન્સિયલ ન્યૂઝ નેટવર્કની રિપોર્ટર લિયાંગ જિયાન્સીના આંખોના એક્સપ્રેશન જોત જોતામાં ચીનમાં વાઈરલ થઈ ગયા હતા.

    ચીનના ઈન્ટરનેટ વર્લ્ડમાં આગની જેમ વીડિયો વાઈરલ થવા લાગ્યો છે. આ વીડિયોની સાથે તેની નકલ કરતાં વીડિયો અપલોડ કરીને લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. આ ઉપરાંત જીઆઈએફ, મીમ અને હેશ-ટેગ પણ વાઈરલ થઈ ગયા છે. લોકો સોશ્યિલ મીડિયામાં આ વીડિયોની નકલ કરવાની એકબીજાને ચેલેન્જ પણ આપી રહ્યા છે.

    બીજી તરફ વીડિયો વાઈરલ થયા બાદ ચીનના સરકારી મીડિયાએ વીડિયોને સેન્સર કરી દીધો છે. ચીનમાં સૌથી વધુ વપરાતા સર્ચ એન્જિન અને સોશ્લિલ સાઈટ્સમાં ‘લિયાંગ જિયાન્સી’ નામના વર્ડ અને તેને મળતા આવતા તમામ કી-વર્ડને બ્લોક કરી દેવામાં આવ્યા છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • A reporters dramatic eye roll went viral in china
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • A reporters dramatic eye roll went viral in china
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • A reporters dramatic eye roll went viral in china
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • A reporters dramatic eye roll went viral in china
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • A reporters dramatic eye roll went viral in china
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • A reporters dramatic eye roll went viral in china
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ