દુનિયાનો સૌથી સુખી દેશ બન્યો ફિનલેન્ડ, જાણો શા માટે?

યુએનના હેપ્પીનેસ રિપોર્ટ પ્રમાણે ફિનલેન્ડ દુનિયાનો સૌથી સુખી દેશ બની ગયો છે.

divyabhaskar.com | Updated - Mar 15, 2018, 06:57 PM
This is Why Finland is the Happiest Country In The World

યુએનના હેપ્પીનેસ રિપોર્ટ પ્રમાણે ફિનલેન્ડ દુનિયાનો સૌથી સુખી દેશ બની ગયો છે.માત્ર 55 લાખની વસ્તી ધરાવતો ફિનલેન્ડ ઉત્તર યુરોપમાં સ્વિડન અને નોર્વે પાસે આવેલો નાનકડો દેશ છે. આખરે એવું તે શું છે. ફિનલેન્ડમાં જેથી ત્યાંના લોકો વિશ્વમાં સૌથી સુખી ગણાય છે? ફિનલેન્ડ દુનિયામાં બેસ્ટ અને ફ્રી એજ્યુકેશન આપે છે. ત્યાં બાળક 7 વર્ષનું ન થાય ત્યાં સુધી સ્કૂલે નથી જતું. આર્કટિક સર્કલમાં હોવાને કારણે ફિનલેન્ડ 'Land of the Midnight Sun'નાં નામે પણ ઓળખાય છે. જૂન-જુલાઈમાં ત્યાં ચોવીસે કલાક સૂર્ય દેખાય છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડે છે, હેપ્પીનેસનો ગ્રાફ એ વખતે સૌથી ઊંચો હોય છે. રેકોર્ડ બ્રેક 1.88 લાખ તળાવ ફિનલેન્ડની. સુંદરતા ઓર વધારે છે અને લોકોને ફિશિંગ માટે આદર્શ વિકલ્પો આપે છે. જાણીને આશ્ચર્ય થશે કે ફિનલેન્ડમાં નિષ્ફળ થયેલા લોકો માટે ઍન્યુઅલ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. મહિલાઓ માટે સમાન મતદાન અધિકાર આપનાર ફિનલેન્ડ પહેલો દેશ હતો. અહીંનું મીડિયા દુનિયાનાં બીજા કોઈપણ દેશ કરતાં સૌથી વધુ સ્વતંત્ર છે. ‘નોકિયા’ના પિયર ફિનલેન્ડમાં એટલા બધા ફોન બને છે કે લોકો ફોન ફેંકવાની રમત રમે છે!. ગુનેગારો માટે અહીં. ઓપન જેલનો કન્સેપ્ટ છે, જે વિશ્વની સૌથી ‘સ્વતંત્ર જેલ’ છે. ફિનલેન્ડનો પાસપોર્ટ તમને વિઝા વગર વિશ્વમાં સૌથી વધુ દેશો ફરવાની સ્વતંત્રતા આપે છે. ચકાચક રોડ, મિનિમમ ટ્રાફિક અને એકપણ સ્થળે ટોલ-ટેક્સ ભરવાની ઝંઝટ ફિનલેન્ડમાં નથી. 90 ટકા પ્લાસ્ટિક અને 100 ટકા ગ્લાસનું રિસાઇકલિંગ થાય છે, જેથી નો કચરો-નો પ્રદૂષણ. ફિનલેન્ડમાં ઇન્ટરનેટ કનેક્શન મૂળભૂત હક્કોમાં સ્થાન પામે છે. 55 લાખની વસ્તીમાં 20 લાખ સૉનાબાથ છે. અને લોકો અઠવાડિયે મિનિમમ એક વખત તેનો લાભ લે છે. ફિનિશ સરકાર બેકારોને મહિને 38 હજાર રૂપિયાનું બેકારી ભથ્થું આપે છે!. દૂધ, કૉફી, દારૂ પીવા અને જુગાર રમવા માટે પણ આ દેશ સ્વર્ગ સમાન છે.ઉત્તમ તબીબી સેવાઓને કારણે વિશ્વમાં સૌથી નીચો બાળમૃત્યુ દર પણ ફિનલેન્ડમાં જ છે

X
This is Why Finland is the Happiest Country In The World
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App