બે-બે વખત ચોરોએ કર્યો હુમલો, છતા ના લૂંટી શકયા આ મહિલાને

સોશ્યલ મીડિયા પર વિયેતનામની એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

divyabhaskar.com | Updated - Mar 21, 2018, 01:49 PM
the woman was robbed twice in vietnam

સોશ્યલ મીડિયા પર વિયેતનામની એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં મહિલાને ચેન સ્નેચર્સ બે-બે વખત લૂંટવાનો પ્રયાસ કરે છે છતા નિષ્ફળ થાય છે. વીડિયોમાં મહિલા પોતાની મોટર સાઈકલ પર એક શૉપ ઉપર ઉભી હોય છે. આ જ સમયે બે ચોર બાઈક લઈને આવે છે અને મહિલાનાં ગળામાં રહેલી ચેનને લૂટવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ બન્ને ચેન સ્નેચર્સ મહિલાને લૂંટવામાં સફળ નથી થતા. ચેન સ્નેચર્સ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે મહિલાનું બેલેન્સ બગડી જાય છે. અને તે મોટર સાયકલ પરથી જમીન ઉપર પટકાય છે. ત્યાં જ બીજા બે ચોર બાઈક પર આવે છે અને ફરી એક વખત મહિલાને લૂટવાનો પ્રયાસ કરે છે. પરંતુ એક વખત ફરી આ મહિલાને લૂટવામાં તેઓ સફળ નથી થતા. ઘટના પછી તરત જ ચારેય ચેન સ્નેચર્સ ભાગી જાય છે. ઘટના પછી સ્થાનિકો દુકાનદાર મહિલાની મદદ માટે આવી પહોંચે છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિયેતનામમાં ક્રાઈમ રેટમાં 66 ટકાનો વધારો થયો છે. જેમા લૂંટ અને ચોરીના બનાવોમાં સૌથી વધુ 54 ટકાનો વધારો થયો છે. વિયેતનામમાં ક્રાઈમ રેટમાં થયેલા વધારા પાછળનું કારણે બેરોજગારી પણ છે

X
the woman was robbed twice in vietnam
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App