ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Russian Plane Dramatically Spills 3 Tons of Gold and Diamond Bars All Over Runway

  માનો કે ન માનો, રનવે પર થયો 2 હજાર કરોડનાં સાચા સોનાનો વરસાદ!

  divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 03:08 PM IST

  રશિયાના એક એરપોર્ટના રનવે પર ખરેખર સોના અને હીરાનો વરસાદ થયો હતો.
  • માનો કે ન માનો, રનવે પર થયો 2 હજાર કરોડનાં સાચા સોનાનો વરસાદ!
   તમે ક્યારેય સોનાનો કે હીરાનો વરસાદ થયો તેવું સાંભળ્યું છે? માનો કે ન માનો, પણ રશિયાના એક એરપોર્ટના રનવે પર ખરેખર સોના અને હીરાનો વરસાદ થયો હતો. જોકે આ વરસાદ આકાશમાંથી નહીં પરંતુ એક કાર્ગો પ્લેનમાંથી થયો હતો. ઘટના રશિયાના યકૂતિયાની છે, ત્યાં એક પ્લેન સોના ઉપરાંત બીજી કીમતી વસ્તુઓ લઈને ઉડાન ભરી રહ્યું હતું. આ સમયે પ્લેનનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. જેના કારણે ટેકઓફ દરમિયાન સોનાથી ભરેલું એક હેચ ઊખડીને પ્લેનમાંથી નીચે પડી ગયું. પડતાંવેંત તે ખૂલી ગયું અને ચારેકોર કીમતી ધાતુઓનો વરસાદ થયો!. સોના ઉપરાંત હીરા અને પ્લેટિનમ જેવી કીમતી ધાતુઓ રનવે પર ચારેકોર ફેલાઈ ગઈ. કુલ મળીને 9 ટન જેટલી કીમતી ધાતુ રનવે પર 20 કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગઈ હતીj. પ્લેનના પાઇલટને ઘટનાની જાણ થતાં એણે નજીકના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ઘટના પછી તરત જ પોલીસે રનવેને સીલ કરી દીધો હતો. હજી સુધી કારણ સામે નથી આવ્યું કે આ ઘટના આકસ્મિક થઈ છે કે કોઈ કાવતરું છે. આથી સત્ય શું છે તે જાણવા માટે સિક્રેટ સર્વિસના લોકોને કામે લગાડવામાં આવ્યા છે. ઘટના પછી તરત જ પ્લેનના એન્જિનિયરોની ધરપકડ કરી લેવામાં આવી હતી
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Russian Plane Dramatically Spills 3 Tons of Gold and Diamond Bars All Over Runway
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top