પોકેટમનીમાંથી ફૂલો ખરીદે છે આ ટેણિયો, જાણો પછી શું કરે છે?

પોલીસનો ડ્રેસ પહેરીને હાથમાં ફૂલો લઈ જાણો પછી ક્યાં જાય છે આ ટેણિયો

divyabhaskar.com | Updated - Apr 13, 2018, 04:32 PM
oliver spends his pocket money in gifting flowers to aged people

ઈન્ટરનેશનલ ડેસ્ક,અમેરિકામાં રહેતા ઓલિવર નામના બાળકનો આ વિડીયો હાલ સોશિયલ મિડીયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફેસબૂક પર વધુ શેર થયેલા વિડીયોમાંનો એક એવા આ વિડીયોમાં એક બાળક પોતાના પિતા પેસેથી મળતી પોકેટમનીનો ઉપયોગ ચોકલેટ કે રમકડાં ખરીદવાને બદલે બીજાનાં ચહેરા પર ખૂશીઓ લાવવા માટે કરે છે.
આ માટે તે પોતાનાં નાનકડા સ્કૂટર પર બેસાને પોલીસનો યુનિફોર્મ પહેરીને વૃદ્ધાશ્રમમાં જાય છે અને ત્યાં રહેલા વડિલોને કાર્ડ સાથે એક ગુલાબનું ફૂલ આપીને તેમને શુભેચ્છાઓ પાઠવે છે. વડિલો પણ તેને હસતા મોઢે આવકારીને તેને ભેટીને આશિર્વાદ પાઠવે છે.

આમ, ઓલિવર પોતાની પોકેટમની બીજાને આનંદ આપવામાં વાપરીને નવું ઉદાહરણ પૂરું પાડે છે.

X
oliver spends his pocket money in gifting flowers to aged people
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App