1

Divya Bhaskar

Home » International News » Latest News » International » Man narrowly escapes death as fridge explodes at internet cafe in china

ચીનમાં રેફ્રિજરેટરમાં થયો જોરદાર વિસ્ફોટ, જુઓ વીડિયો

Divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 05:44 PM IST

ચીનનાં એક કાફેમાં રેફ્રિજરેટરમાં થયેલા વિસ્ફોટમાં મરતા-મરતા બચ્યો એક ગ્રાહક

  • તમે અત્યાર સુધી મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થયો એવું સાંભળ્યું હશે.પરંતુ ચીનમાં એક કાફેમાં રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. ચીનનાં હેનાનમાં આવેલા એક ઈન્ટરનેટ કાફેમાં આ ઘટના બની હતી. જેમાં કાફેની અંદર એક રેફ્રિજરેટરમાં ઘડાકા સાથે વિસ્ફોટ થયો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ. 30 સેકન્ડનાં આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે. એક કસ્ટમર કેશ કાઉન્ટરની નજીક જઈ રહ્યો હોય છે ત્યારે આ ઘટના બને છે. વિસ્ફોટ એટલો જોરદાર હોય છે કે તે કસ્ટમર ડરી જાય છે. પરંતુ આ વિસ્ફોટમાં તે કસ્ટમરનો આબાદ બચાવ થઈ જાય છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ફ્રિજમાં કેવી રીતે વિસ્ફોટ થયો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending