ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Japans crime rate hits record low as number of crime incidents

  જાપાનની પોલીસ માખીઓ શા માટે મારી રહી છે?

  divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 10:01 PM IST

  આખી દુનિયા જ્યારે વધતા જતા ક્રાઇમથી પરેશાન છે.પરંતુ જપાનમાં ઊલટી ગંગા વહે છે.
  • જાપાનની પોલીસ માખીઓ શા માટે મારી રહી છે?
   આખી દુનિયા જ્યારે વધતા જતા ક્રાઇમથી પરેશાન છે.પરંતુ જાપાનમાં ઊલટી ગંગા વહે છે.જાપાનમાં દુનિયાનો સૌથી ઓછો ક્રાઇમ રેટ છે!. ક્રાઇમ એટલો ઓછો છે કે ત્યાંની પોલીસ પાસે કશું કામ જ નથી! નવરાધૂપ બેસી રહેવાને કારણે ત્યાંની પોલીસ લિટરલી કંટાળી રહી છે.વિચિત્ર લાગે તેવી વાત છે, પણ આ જાપાનની હકીકત છે.આજકાલ નહીં, છેલ્લાં 13 વર્ષથી જાપાનનો ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે.ત્યાં સમગ્ર દેશમાં વર્ષની દસ લાખથી પણ ઓછી ગુનાખોરીની ઘટનાઓ નોંધાય છે.બીજા વિશ્વયુદ્ધ પછી આવું પહેલીવાર બન્યું છે.ગયા વર્ષે જાપાનમાં ખુન અને ચોરીની માત્ર 10,889 ઘટનાઓ બની હતી.તેમાં 2016 કરતાં 657 કેસનો ઘટાડો નોંધાયો છે. રેપના કેસોમાં પણ જાપાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.હુમલો અને લૂંટફાટના કેસો પણ ઘટ્યા છે. હા, જોકે જાપાનમાં સાયબર ક્રાઇમ ખાસ્સા વધ્યા છે.હવે ત્યાંની પોલીસ નાના નાના ક્રાઇમ પર સખતાઈ કરીને કંઇક કામ 'બતાવી' રહી છે!. હા, કામ નહીં હોવાને કારણે પોલીસ ઑફિસરોના પરિવારો ખૂબ જ ખુશ છે!
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Japans crime rate hits record low as number of crime incidents
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top