ભારતના 2 લાખ IT પ્રોફેશનલને લાગી લોટરી, જપાન આપી રહ્યું છે નોકરી સાથે ગ્રીન કાર્ડ

આઈટી સેક્ટરમાં કામ કરતા લોકો માટે ખુશ ખબર છે. જાપાન આપી રહ્યું છે 2 લાખથી વધુ IT પ્રોફેશનલને નોકરી.

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 09:19 PM
Japan Will recruit 200,000 IT professionals from India

આઈટી સેક્ટરમાં કામ કરતા લોકો માટે ખુશ ખબર છે. જાપાન આપી રહ્યું છે 2 લાખથી વધુ IT પ્રોફેશનલને નોકરી. આ તમામ લોકોને જપાન નોકરી સાથે ત્યાંનું ગ્રીનકાર્ડ પણ આપી રહ્યું છે. બેંગ્લોરમાં થયેલા એક ઈન્ડો-જપાન સેમિનારમાં આ જાહેરાત કરવામાં આવી છે. હાલ જપાનમાં 9 લાખ 20 હજાર આઈટી પ્રોફેશનલ છે અને બીજા 2 લાખની તાત્કાલિક જરૂર છે. આ ઉપરાંત વર્ષ 2030માં આ સંખ્યા વધીને 8 લાખ સુધી પણ પહોંચી શકે છે. આવો જાણીએ કેમ જપાનમાં આઈટી પ્રોફેશનલની આટલી બધી ડિમાન્ડ છે. જપાન પોતાની ટેકનોલોજી અને ઈનોવેશન માટે જાણીતો દેશ છે. ત્યારે દિવસેને દિવસે ત્યાં આઈટી પ્રોફેશનલની વધુ જરૂર પડી રહી છે. ભારતમાંથી IT પ્રોફેશનલ લઈ જવા માટે જપાન આગામી સમયમાં. પોતાના વિઝાના નિયમોમાં પણ મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. આ તમામ 2 લાખ IT પ્રોફેશનલને માત્ર 1 વર્ષની અંદર ત્યાંનું ગ્રીન કાર્ડ મળી જશે. આ ઉપરાંત જપાન. ચીન અને વિયેતનામમાંથી પણ મોટી સંખ્યામાં IT પ્રોફેશનલને નોકરી રાખશે. આઈટી ઉપરાંત જપાન આગામી સમયમાં ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં પણ ઈન્વેસ્ટ કરશે. ટૂંકમાં જપાન આગામી સમયમાં ભારત સાથેના વેપાર સંબંધોને વધુ મજબુત કરવા જઈ રહ્યું છે

X
Japan Will recruit 200,000 IT professionals from India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App