ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Huge TV tower is demolished in Russia For Preparation Of Football World Cup 2018

  10 સેકન્ડમાં 725 ફૂટનો ટાવર ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો

  divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 05:12 PM IST

  આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ રમાવાનો છે.ત્યારે તેને લઈને અત્યારથી જ રશિયામાં તાડમાર તૈયારીઓ શરૂ થઈ
  • 10 સેકન્ડમાં 725 ફૂટનો ટાવર ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો
   આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ રમાવાનો છે.ત્યારે તેને લઈને અત્યારથી જ રશિયામાં તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ મોસ્કો, સેન્ટ. પીટર્સબર્ગ, સોચી ઉપરાંત રશિયાનાં 11 સિટીમાં તેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જેના ભાગરૂપે હમણાં જ રશિયાનાં એકટેરિનબર્ગ સિટીમાં . એક વિશાળ ટીવી ટાવરને તોડી પાડવામાં આવ્યો હતો. 725 ફૂટનો આ ટાવર સોવિયેત યુનિયન એરાનાં સૌથી જૂના સ્મારકોમાંથી એક હતો. ત્યારે તેને તોડી પાડવાને લઈને સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રશિયન નાગરિકો "hug the tower" નામનાં સ્લોગનથી પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આ ટાવરની કામગીરી વર્ષ 1983માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ સોવિયેત યુનિયનના અંત પછી આ ટાવરની કામગીરીને રોકી દેવામાં આવી હતી. જેના કારણે આ ટાવર આજ દિન સુધી અધૂરો રહ્યો હતો. સત્તાધીશોનું માનવું હતું કે આ ટાવર સિટીને કદરૂપું બનાવતું હતું માટે તેને તોડી પાડવામાં આવ્યો છે. રશિયન સત્તાધીશોએ લોકવિરોધની ઐસીતૈસી કરીને ટાવરને ધ્વસ્ત કરી નાખ્યો. જબરદસ્ત વિસ્ફોટકો ગોઠવીને તે ટાવરમાં કેલ્ક્યુલેટેડ ઇમ્પ્લોઝન કરવામાં આવ્યું. તેને કારણે પ્રચંડ વિસ્ફોટ સાથે તે ટાવર ગણતરીની સેકન્ડોમાં તો જમીનદોસ્ત થઈ ગયો હતો. હજી તો વર્લ્ડ કપ શરૂ થશે તે પહેલાં આવાં અનેક ધડાકા થશે!
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Huge TV tower is demolished in Russia For Preparation Of Football World Cup 2018
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top