ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Have Seen This Video of fight between members of opposition parties in Georgia

    માતેલા સાંઢની જેમ ઝઘડ્યા નેતાઓ, એકનું માથું ફૂટ્યું તો બીજાનું નાક તૂટ્યું

    divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 03:20 PM IST

    જ્યોર્જિયાના જુગ્દિદી શહેરમાં ચાલુ વિધાનસભામાં બે વિપક્ષી નેતાઓ ઝઘડી પડ્યા હતા.
    • માતેલા સાંઢની જેમ ઝઘડ્યા નેતાઓ, એકનું માથું ફૂટ્યું તો બીજાનું નાક તૂટ્યું
      આપણા દેશની લોકસભા-વિધાનસભાઓ વિશે માન્યતા છે કે ત્યાં નેતાઓ ઝઘડવા જ જાય છે.ભારતમાં નેતાઓ આવા સ્થળે બાખડી પડે તે જોઈને હવે કોઈને આશ્ચર્ય પણ નથી થતું. પરંતુ જો તમે માનતા હો આવા ભાંગફોડિયા નેતાઓ આપણા દેશમાં જ પાકે છે, તો તમે ભૂલ કરો છો. યુરોપ અને એશિયાની વચ્ચે આવેલા દેશ જ્યોર્જિયામાં પણ ડિટ્ટો આ જ પ્રકારની ઘટના બની છે. જ્યોર્જિયાના જુગ્દિદી શહેરમાં ચાલુ વિધાનસભામાં બે વિપક્ષી નેતાઓ ઝઘડી પડ્યા હતા. થયું એવું કે વિધાનસભામાં કાર્યવાહી ચાલી રહી હતી. તમામ પાર્ટીઓના નેતાઓ પોત-પોતાની જગ્યાએ બેઠા હતા.આ સમયે વિપક્ષી નેતા ડેવિડ શીલા અને બાર્ટલોમ શીલા એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા. ઝઘડાએ એટલું ઉગ્ર રૂપ ધારણ કરી લીધું કે વાત મારામારી પર આવી ગઈ. જેમાં એક નેતાએ બીજા નેતાના માથા પર સ્પીકર મારી દીધું. જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું.જ્યારે બીજા નેતાનું નાક તૂટી જવાથી તે પણ લોહીલુહાણ થઈ ગયો હતો. આ સમયે વિધાનસભામાં હાજર બીજા નેતાઓએ બંનેને મહા મુસીબતે છૂટા પાડયા હતા. સંસદમાં નવું રાજકીય જૂથ લાવું કે નહીં તેને લઈને બંને નેતાઓ વચ્ચે ઝઘડો થયો હતો
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Have Seen This Video of fight between members of opposition parties in Georgia
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top