ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Australian-woman-wheelchair-to-complete-seven-marathons-on-seven-continents-in-a-week

  ઓસ્ટ્રેલિયાની જોહાનાએ વ્હીલચેર પર 7 મેરેથોન પૂરી કરીને બનાવ્યો રેકોર્ડ

  divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 09:43 PM IST

  એક મેરેથોન દોડ એટલે 42.19 કિલોમીટર અટક્યા વિના દોડવાની રેસ. આટલું વાંચીને જ હાંફ ચડવા માંડે એ સ્વાભાવિક છે.
  • ઓસ્ટ્રેલિયાની જોહાનાએ વ્હીલચેર પર 7 મેરેથોન પૂરી કરીને બનાવ્યો રેકોર્ડ
   એક મેરેથોન દોડ એટલે 42.19 કિલોમીટર અટક્યા વિના દોડવાની રેસ. આટલું વાંચીને જ હાંફ ચડવા માંડે એ સ્વાભાવિક છે. એક રેસથી સંતોષ ન માનીને એક પછી એક મેરેથોન દોડનારા શૂરવીરો પણ આ દુનિયામાં પડ્યા છે. પરંતુ આજે વાત કરીએ ઑસ્ટ્રેલિયાની 26 વર્ષની એક યુવતીની. જોહાના ગેર્વિન નામની એ યુવતીએ સળંગ 7 દિવસમાં વિશ્વના 7 ખંડોમાં 7 મેરેથોન દોડ પૂરી કરી છે. જોહાનાના આ પરાક્રમમાં વધુ એક ઉમેરો. એણે આ સાતેય રેસ વ્હીલચેર પર પૂરી કરી છે! વ્હીલચેર પર આવું સાહસ કરનારી જોહાના વિશ્વની પ્રથમ વ્યક્તિ બની ગઈ છે. એના આ સાહસમાં બીજા બે ઑસ્ટ્રેલિયન જેમ્સ એલ્ડર્સન અને સ્ટીવ બર્નીએ એનો સાથ આપ્યો હતો. જોહાના અને તેના મિત્રોએ મળીને એન્ટાર્કટિકા, આફ્રિકાના કેપ ટાઉન, એશિયાના દુબઈ, ઑસ્ટ્રેલિયાના પર્થ, યુરોપના લિસ્બન,સાઉથ અમેરિકા કોલમ્બિયા, નોર્થ અમેરિકાના માયામી જેવાં 7 ખંડોનાં 7 શહેરોમાં આયોજિત વર્લ્ડ મેરેથોનમાં ભાગ લીધો હતો.
   જોહાના ચાલી શકતી નથી. જન્મના ત્રીજા જ દિવસે એ ફેફસાનાં હેમરેજનો ભોગ બની હતી. જેના કારણે તેને સેરેબ્રલ પાલ્સી થઈ ગયું હતું. પરિણામ એ આવ્યું કે જોહાના છેલ્લાં 25 વર્ષથી વ્હીલચેર પર છે. જોહાના માટે આ પ્રકારની મેરેથોનમાં ભાગ લેવો એટલા માટે સહેલો નહોતો. એક તો 42 કિલોમીટર જેટલું અંતરવ્હીલચેર પર કાપવું અને ઉપરથી એક ખંડથી બીજા ખંડમાં થકવી દે તેવું ટ્રાવેલિંગ કરવું. પહેલી મેરેથોનમાં સામેલ થવા માટે જોહાનાને બર્ફીલા એન્ટાર્કટિકા પર પહોંચવાનું હતુ. માટે તે ઓસ્ટ્રેલિયાથી પ્લેનમાં ત્યાં પહોંચી હતી, ત્યાં બરફમાં વ્હીલચેર સાથે દોડવું ખૂબ અઘરું પડી ગયું હતુ. તેમ છતાં તેમણે બરફમાં 42 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જે પછી જોહાના અને તેના મિત્રો બીજી મેરેથોનમાં સામેલ થવા ફ્લાઇટમાં કેપ ટાઉન પહોંચ્યા હતા. ત્રીજી મેરેથોનમાં દોડવા માટે તે પોર્ટુગલના લિસ્બન શહેરમાં પહોંચી હતી. પછી ત્યાંથી કોલંબિયા અને અંતમાં છેલ્લી મેરેથોનમાં પાર્ટ લેવા માટે માયામી પહોંચી હતી. આ સાતેય મેરેથોન પૂરી કરવામાં જોહાના અને તેના મિત્રોને કુલ 168 કલાક લાગ્યા હતા.દુનિયાભરના એથલિટ્સમાં વર્લ્ડ મેરેથોનનું ચલણ ખૂબ જ પ્રચલિત છે. આ પ્રકારની મેરેથોનનું દર વર્ષે આયોજન થાય છે, જેમાં દુનિયાભરમાંથી જગ્યાએથી
   સંખ્યાબંધ લોકો પાર્ટિસિપેટ કરે છે. આ મેરેથોન દુનિયાના 7 ખંડોનાં જુદાં જુદાં શહેરોમાં આયોજિત થાય છે. આ મેરેથોન 7 દિવસ માટેની હોય છે, જેમાં દોડવીરોએ 7 મેરેથોન પૂરી કરવાની હોય છે. જોહાના માટે આ મેરેથોન પૂરી કરવી એ ડ્રીમ કમ ટ્રૂ ટાઇપની સિચ્યુએશન હતી કેમ કે તેની માટે આ એક મિશન ઈમ્પોસિબલ જેવું હતું. પરંતુ પોતાના સાહસ અને તેના મિત્રોની મદદથી જોહાને આ સાહસ કરી બતાવ્યું છે. બ્રાવો જોહાના!
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Australian-woman-wheelchair-to-complete-seven-marathons-on-seven-continents-in-a-week
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `