ઝકરબર્ગની પત્ની પ્રિસિલા નવી પેઢીના ઉદ્ધાર માટે કરશે રૂ. 4.45 લાખ કરોડનું દાન

Mark Zuckerbergs wife Priscilla will spend $ 61 billion on the welfare of the new generation

ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન નવી પેઢીના ઉદ્ધાર માટે 61 અબજ ડોલરનું દાન કરવાની છે. ફેસબુકના હાલની શેરપ્રાઈસ પ્રમાણે બંનેની સંપત્તિ આ રકમ કરતાં વધારે છે. ઝકરબર્ગ અને ચાન ત્રણ વર્ષ પહેલાં તેમની દીકરીના જન્મ વખતે 99 ટકા સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી

divyabhaskar.com

Nov 09, 2018, 11:53 AM IST

કેલિફોર્નિયા: ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન નવી પેઢીના ઉદ્ધાર માટે 61 અબજ ડોલરનું દાન કરવાની છે. ફેસબુકના હાલની શેરપ્રાઈસ પ્રમાણે બંનેની સંપત્તિ આ રકમ કરતાં વધારે છે. ઝકરબર્ગ અને ચાન ત્રણ વર્ષ પહેલાં તેમની દીકરીના જન્મ વખતે 99 ટકા સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યાં છે. ગયા વર્ષે તેમણે ચાન ઝકરબર્ગ ફાઉન્ડેશનને 1.9 અબજ ડોલર આપ્યા હતા.

ચાન ઝકરબર્ગ ફાઉન્ડેશનની સંસ્થાપક છે પ્રિસિલા


- ચાન ઝકરબર્ગ ફાઉન્ડેશન વર્ષ 2015થી બાળકોમાં સમાનતાને મહત્વ આપવાનું અને તેમના શિક્ષણ અને સ્વાસ્થય પર કામ કરી રહી છે. આ સંસ્થા ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન સંભાળી રહી છે.
- નવી પેઢીને બીમારીઓથી બચાવવા અને તેમનો ઈલાજ કરાવવો પ્રિસિલા ચાનની એનજીઓનો મુખ્ય હેતુ છે. વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓની મદદ, ટેક્નોલોજી સાથે જોડાયેલો સપોર્ટ અને રોકાણ દ્વારા ચાનની એનજીઓ આ કામ કરે છે.

અમેરિકનોએ 2017માં 5 ટકા વધારે દાન કર્યું


- વર્ષ 2017માં અમેરિકનોએ સામાજિક કાર્યો માટે રેકોર્ડ 410 અબજ ડોલરની રકમ દાન કરી છે. તે 2016ની સરખામણીએ 5 ટકા વધારે છે. દાનની રકમનો 70 ટકા હિસ્સો વ્યક્તિગત ડોનેશન છે.
- અમેરિકન ફાઉન્ડેશનની દાનની રકમમાં ગયા વર્ષની સરખામણીએ 16 ટકાનો વધારો થયો છે. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાને ઝકરબર્ગ ફાઉન્ડેશનને 1.9 અબજ ડોલર દાનમાં આપ્યા હતા.

એક બાળકીએ પ્રિસિલાનું જીવન બદલી દીધું


- પ્રિસિલા ચાન વિયતનામના શરણાર્થી પરિવારમાંથી છે. પરિવાર અને શિક્ષકોની મદદથી હાવર્ડ યુનિવર્સિટીની સ્કોલરશીપ માટે તેની પસંદગી થઈ હતી. ગયા મહિને સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં ચાને જણાવ્યું કે, હાર્વર્ડમા મોકો મળવાની ખુશી ખૂબ હતી પરંતુ તેને ત્યાં મુશ્કેલી વધારે થઈ. તેને લાગતું કે તે અહીં સફળ નહીં થઈ શકે.
- પ્રિસિલાએ હાર્વર્ડથી ટ્રાન્સફરની એપ્લિકેશન પણ તૈયાર કરી લીધી હતી. પરંતુ એક ઘટનાએ તેનું આખું જીવન બદલી નાખ્યું. ચાન તે દરમિયાન નિમ્ન આવકવાળા પરિવારવાળા લોકોની ભલાઈના સામાજિક કાર્ય સાથે જોડાયેલી હતી. ચાનને એક બાળકી એક આખું અઠવાડિયું જોવા ન મળી તો તેને બાળકીની ચિંતા થવા લાગી. એક દિવસ રમતના મેદાનમાં તેને તે બાળકી દેખાઈ. તેના બે દાંત ટૂટેલા હતા. આ જોઈને ચાનને ખૂબ દુખ થયું અને ત્યારે જ ચાનને ડોક્ટર બનવાનો વિચાર આવ્યો હતો.

X
Mark Zuckerbergs wife Priscilla will spend $ 61 billion on the welfare of the new generation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી