ગરબડ / યુટ્યૂબના ફેક્ટ ચેક અલ્ગોરિધમની ભૂલ, નોટ્રે ડેમ કેથેડ્રલ આગના વીડિયોમાં 9/11 હુમલાના ફૂટેજ બતાવ્યા

divyabhaskar.com | Updated - Apr 16, 2019, 07:06 PM
યુટ્યૂબના પ્રવક્તાએ કહ્યું, આગની દુર્ઘટનાનું અમને દુઃખ છે.
યુટ્યૂબના પ્રવક્તાએ કહ્યું, આગની દુર્ઘટનાનું અમને દુઃખ છે.
X
યુટ્યૂબના પ્રવક્તાએ કહ્યું, આગની દુર્ઘટનાનું અમને દુઃખ છે.યુટ્યૂબના પ્રવક્તાએ કહ્યું, આગની દુર્ઘટનાનું અમને દુઃખ છે.

  • પેરિસમાં સ્થિત 850 વર્ષ જૂની આ ઇમારતનો ઉપરનો હિસ્સો બળી ગયો છે 
  • યુનેસ્કો આ ઇમારતને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી

સિંગાપોરઃ પેરિસમાં સ્થિત નોટ્રે ડેમ કેથેડ્રલમાં લાગેલી આગમાં અમેરિકામાં થયેલા 9/11 હુમલાના કેટલાંક ફૂટેજ દર્શાવવામાં આવ્યા હતા. આવી સિસ્ટમની ભૂલના કારણે થયું. આવી ભૂલ સામે આવ્યા બાદ યુટ્યૂબના પ્રવક્તાએ કહ્યું કે, પેનલ એક ખાસ અલ્ગોરિધમ પર કામ કરે છે. તેમાં થયેલી ભૂલના કારણે આવું થયું. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સામેલ આ 850 વર્ષ જૂની ઇમારતમાં સોમવારે આગ લાગી, જેને 9 કલાકની મહેનત બાદ બૂઝાવી શક્યા. જો કે, આ ઘટનામાં ઇમારતનો ઉપરનો હિસ્સો સંપુર્ણ રીતે બળી ગયો, જ્યારે બે ટાવર સુરક્ષિત છે. આમ તો યુટ્યૂબનું ફેક્ટ ચેક ફિચર ખોટાં હોવાની સુચનાને શોધવાનું કામ કરે છે. 

સિસ્ટમ એક ખાસ અલ્ગોરિધમ પર કામ કરે છે
1.ઘટના બાદ ન્યૂઝ એજન્સીઓએ આગના ફૂટેજ યુટ્યૂબ પર લાઇવ દર્શાવવાના શરૂ કરી દીધા હતા. પરંતુ કેટલીક ક્લિપ્સમાં અજીબ ફૂટેજ જોવા મળ્યા. તેમાં સામેલ એક ફૂટેજ બ્રિટેનિકા એનસાઇક્લોપીડિયાથી હતું, જે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં થયેલા હુમલા સાથે જોડાયેલું હતું. 
2.9/11 હુમલામાં અલકાયદાના આતંકીઓએ બે પેસેન્જર પ્લેનનું અપહરણ કરીને તેને ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે ટકરાવી દીધું હતું. જ્યારે કબ્જામાં લીધેલા ત્રીજાં વિમાનને પેન્ટાગનથી ટકરાવ્યું હતું. આ હુમલામાં ત્રણ હજાર લોકોનાં મોત થયા હતા. 
3.યુટ્યૂબ પ્રવક્તાએ કહ્યું, આ તમામ પેનલ એક ખાસ અલ્ગોરિધમ પર કામ કરે છે. અમારી સિસ્ટમમાં ઘણીવાર ખોટી ચીજો થઇ જાય છે. અમે નોટ્રે ડેમ કેથેડ્રલમાં લાગેલી આગને લઇને અત્યંત દુઃખી છીએ. યુટ્યૂબના આ ફિચરમાં બહારના સ્ત્રોત પણ જોડવામાં આવે છે, જેમ કે વિકિપીડિયા. 
4.ગત વર્ષે યુટ્યૂબને આ બાબતને લઇને ટીકાઓ સહન કરવી પડી હતી. અચાનક જ ખોટાં કન્ટેન્ટ દર્શાવવાથી યૂઝર્સ ભ્રમિત થઇ રહ્યા હતા. જ્યારે આ પેનલનું કામ ઇતિહાસની મોટી ઘટનાઓ સાથે જોડાયેલાં ખોટાં વીડિયોની જાણકારી મેળવવાનું છે. જેથી ખોટી માહિતી ફેલાવવાથી અટકાવી શકાય. 
5.યુટ્યૂબ, ફેસબુક અને ટ્વીટર જેવી સોશિયલ સાઇટ્સ પણ ગત મહિને ન્યૂઝમાં હતી. જેનું કારણ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં સ્થિત મસ્જિદમાં એક હુમલાના લાઇવ સ્ટ્રીમિંગ આ સાઇટ્સ પર રોકવાનું હતું, આ ઘટનામાં 50 લોકોનાં મોત થયા હતા. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App