બીજીવાર ચીનના રાષ્ટ્રપતિ બન્યા જિનપિંગ, સેન્ટ્રલ મિલિટ્રીના પણ પ્રમુખ

જિનપિંગના નજીકના માનવામાં આવતા વાંગ કિશાનને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે, સમગ્ર સત્તા જિનપિંગના હાથમાં

divyabhaskar.com | Updated - Mar 17, 2018, 10:21 AM
Xi Jinping Re-Elected For A Second Five-Year Tenure Today By Chin

શી જિનપિંગને શનિવારે ફરી પાંચ વર્ષ માટે ચીનના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. સંસદ (નેશનલ પીપુલ્સ કોંગ્રેસ-NCP)એ જિનપિંગના નામ પર ઔપચારિક મહોર લગાવી દીધી છે. જિનપિંગ સૌથી તાકાતવર માનવામાં આતા સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)ના પણ પ્રમુખ રહેશે. સીએમસી, ચીન મિલિટ્રીની ટોપ કમાન્ડ છે.

બેઈજિંગ: શી જિનપિંગને શનિવારે ફરી પાંચ વર્ષ માટે ચીનના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. સંસદ (નેશનલ પીપુલ્સ કોંગ્રેસ-NCP)એ જિનપિંગના નામ પર ઔપચારિક મહોર લગાવી દીધી છે. જિનપિંગ સૌથી તાકાતવર માનવામાં આતા સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)ના પણ પ્રમુખ રહેશે. સીએમસી, ચીન મિલિટ્રીની ટોપ કમાન્ડ છે. 11 માર્ચે ચીનની સંસદે બંધારણમાંથી તે નિયમ હટાવી દીધો છે કે, કોઈ પણ વ્યક્તિ માત્ર બે વખત જ રાષ્ટ્રપતિ બની શકે છે. આમ હવે જિનપિંગ ઈચ્છે તેટલા સમય સુધી દેશના રાષ્ટ્રપતિ રહી શકે છે.

2023માં સીપીસીથી રિટાયર્ડ થશે જિનપિંગ


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, 2023માં જિનપિંગ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)માંથી રિટાયર્ડ થશે. શી 2013માં પ્રેસિડન્ટ બન્યા હતા.
- એનપીસીએ જિનપિંગના નજીકના માનવામાં આવતા વાંગ કિશાનને ઉપરાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે. આમ, હવે સમગ્રસત્તા જિનપિંગના હાથમાં કેન્દ્રીત થઈ ગઈ છે.
- વડાપ્રધાન લી કેકિંયાગને તે જ સ્થિતિ પર રાખવામાં આવ્યા છે પરંતુ કેબિનેટ સહિચ સેન્ટ્રલ બેન્કના ગર્વનર બદલવામાં આવ્યા છે.

ભારતને શું થશે અસર?


- માનવામાં આવે છે કે ચીનના વિદેશી મંત્રી વાંય ગી કોને સ્ટેટ કાઉન્સલરની ભૂમિકા મળી શકે છે. જોકે તેઓ દેશના ટોપ ડિપ્લોમેટ બની શકે છે અને ભારત-ચીન સીમા વિવાદમાં મુખ્ય ભૂમિકા નીભાવી શકે છે.
- હાલ ભારત માટે ચીનના સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ યાંગ જીઈચી છે. હવે તેમને સીપીસીના પોલિત બ્યૂરોમાં મોકલવામાં આવશે.

માઓ પછી બીજા સૌથી તાકાતવર નેતા બન્યા જિનપિંગ


- જિનપિંગ 2013માં પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે થયેલી સીપીસીની બેઠકમાં તેમને બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમનો બીજો કાર્યકાળ હવે 2023 સુધી ચાલશે.
- તે સિવાય બેઠકમાં જિનપિંગને બીજી વખત પણ પાર્ટી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તેમના વિચારોને સંવિધાનમાં સામેલ કરવાનો પણ નિર્ણય કર્યો છે.
- રાષ્ટ્રપતિ માટે 2 કાર્યકાળની સીમા પુરી થયા પછી જિનપિંગ હવે માઓત્સે તુંગ પછીના ચીનના સૌથી તાકાતવર નેતા બની ગયા છે.

ચીનમાં ક્યારે બન્યો હતો બે કાર્યકાળનો નિયમ


- ચીનમાં રાષ્ટ્રપતિ ડેંગ જિયાઓ પિંગમાં 1982માં એક વિધેયક રજૂ કર્યું હતું. તેના અંતર્ગત આગામી કોઈ પણ રાષ્ટ્રપતિ બે વારથી વધારે આ પદ પર રહી શકે નહીં. માનવામાં આવે છે કે, જાઓપિંગના આ પગલું માઓના 1966-76ના કાર્યકાળના કારણે લીધો હતો. આ દરમિયાન ચીનમાં થયેલી સાંસ્કૃતિક ક્રાંતિમાં લાખો લોકોના જીવ ગયા હતા.

ત્રીજી વખત પણ રાષ્ટ્રપતિ બનવા માગે છે જિનપિંગ


- ગયા વર્ષે ઓક્ટોબરમાં જિનપિંગના ખાસ 69 વર્ષના વાંગ કિશાને પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચીનમાં 70 વર્ષની ઉંમર પછી અધિકારી તેમની જગ્યા ઉપર નથી રહી શકતા.
- જોકે રાજીનામું આપ્યા પછી આ વર્ષે જ તચેમને સંસદ પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે. હવે કિશાનને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે.
- ચીનમાં પાર્ટી અધ્યક્ષનો રોલ રાષ્ટ્રપતિથી પણ સૌથી મોટો માનવામાં આવે છે અને જિનપિંગને પાર્ટીમાં ટૂંક સમયમાં જ તે સ્થાન આપવામાં આવશે. જેથી 2023માં રાષ્ટ્રપતિ પદ પરથી હટ્યા પછી પણ તેઓ ચીનના સૌથી તાકાતવર વ્યક્તિ બનેલા રહી શકે છે.

આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

Xi Jinping Re-Elected For A Second Five-Year Tenure Today By Chin
Xi Jinping Re-Elected For A Second Five-Year Tenure Today By Chin
X
Xi Jinping Re-Elected For A Second Five-Year Tenure Today By Chin
Xi Jinping Re-Elected For A Second Five-Year Tenure Today By Chin
Xi Jinping Re-Elected For A Second Five-Year Tenure Today By Chin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App