જિનપિંગ આજીવન રહેશે ચીનના રાષ્ટ્રપતિ, ભારત માટે કેમ સારા નથી સંકેત?

ચીનના આ પ્રોજેક્ટ્સનો ભારતે કર્યો હતો વિરોધ, જિનપિંગ ફરી રાષ્ટ્રપતિ બનતા વધશે ઘર્ષણ

divyabhaskar.com | Updated - Mar 17, 2018, 02:29 PM
ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટસનો ભારતે કર્યો હતો વિરોધ, વધી શકે છે ઘર્ષણ. (ફાઇલ)
ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટસનો ભારતે કર્યો હતો વિરોધ, વધી શકે છે ઘર્ષણ. (ફાઇલ)

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે આજીવન રાષ્ટ્રપતિ બની ગયા છે, આ ભારત માટે સારા સંકેત નથી. એક્સપર્ટ્સનું માનીએ તો દોકલામ વિવાદ બાદ જિંનપિંગની મહાત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલા (બીઆરઆઈ) ભારતની સાથે ચીનના સંબંધોમાં મોટો પડકાર બની શકે છે. 2013માં સત્તામાં આવેલા જિનપિંગની બીઆરઆઈ પહેલ અરબો-ખરબો ડોલરની યોજના છે જે ભારત-ચીન સંબંધો માટે એક મોટી અડચણ છે. તેમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી) પણ સામેલ છે. ભારત તેના વિરોધમાં છે કારણ કે આ પરિયોજના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે આજીવન રાષ્ટ્રપતિ બની ગયા છે, આ ભારત માટે સારા સંકેત નથી. એક્સપર્ટ્સનું માનીએ તો દોકલામ વિવાદ બાદ જિંનપિંગની મહાત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલા (બીઆરઆઈ) ભારતની સાથે ચીનના સંબંધોમાં મોટો પડકાર બની શકે છે. 2013માં સત્તામાં આવેલા જિનપિંગની બીઆરઆઈ પહેલ અરબો-ખરબો ડોલરની યોજના છે જે ભારત-ચીન સંબંધો માટે એક મોટી અડચણ છે. તેમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી) પણ સામેલ છે. ભારત તેના વિરોધમાં છે કારણ કે આ પરિયોજના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે.

ચીન મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો ભારતે કર્યો હતો વિરોધ


- ભારતે ગયા વર્ષે ચીન દ્વારા આયોજીત બેલ્ડ એન્ડ રોડ ફોરમનો પણ બહિષ્કાર કર્યો હતો. ચીનના પ્રભાવને સમગ્ર દુનિયામાં ફેલાવવા માટે રસ્તા, બંદર અને રેલ નેટવર્ક પાથરવાના ઉદ્દેશ્યથી બીઆરઆઈની શરૂઆત કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે જિનપિંગ આ પહેલ પર ખૂબ જ ભાર મૂકી રહ્યા છે.
- ચીનમાં નેશનલ પીપુલ્સ કોંગ્રેસ દ્વારા જિનપિંગના કાર્યકાળને આગળ વધારાનો નિર્ણય ત્યારે કર્યો છે જ્યારે સીપીઈસી અને 73 દિવસો સુધી ચાલેલા ડોકલામ વિવાદ બાદ ચીન ફરી પોતાના સંબંધો ઠીક કરવા તરફ આગળ વધી રહ્યું છે.

આગળની સ્લાઇડમાં વાંચો, બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસનો અભાવ

ડોકલામ વિવાદને લઈ ભારત અને ચીનના સંબંધો બગડ્યા હતા. (ફાઇલ)
ડોકલામ વિવાદને લઈ ભારત અને ચીનના સંબંધો બગડ્યા હતા. (ફાઇલ)

બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસનો અભાવ


- રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ આવતા મહિને ચીનની યાત્રાએ જશે, જેને અધિકારી બંને દેશોના સંબંધો સુધારવાની દિશામાં વિશ્વના દેશો માટે સખત સંદેશ માની રહ્યા છે.
- ચીનના થિંકટેન્ક હૂ શિંશેગેં કહ્યું છે કે બંને દેશોને ફ્લેક્સિબલ વલણ અપનાવવું પડશે.
- ચાઇના ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ઉપાધ્યક્ષ રાંગ યિંગે કહ્યું કે બંનેને વિશ્વાસની ઉણપ દૂર કરવી જોઈએ.

શી જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ રહેતા ભારત સાથેના વલણમાં વધુ કડવાશ આવી શકે છે. (ફાઇલ)
શી જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ રહેતા ભારત સાથેના વલણમાં વધુ કડવાશ આવી શકે છે. (ફાઇલ)
X
ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટસનો ભારતે કર્યો હતો વિરોધ, વધી શકે છે ઘર્ષણ. (ફાઇલ)ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટસનો ભારતે કર્યો હતો વિરોધ, વધી શકે છે ઘર્ષણ. (ફાઇલ)
ડોકલામ વિવાદને લઈ ભારત અને ચીનના સંબંધો બગડ્યા હતા. (ફાઇલ)ડોકલામ વિવાદને લઈ ભારત અને ચીનના સંબંધો બગડ્યા હતા. (ફાઇલ)
શી જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ રહેતા ભારત સાથેના વલણમાં વધુ કડવાશ આવી શકે છે. (ફાઇલ)શી જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ રહેતા ભારત સાથેના વલણમાં વધુ કડવાશ આવી શકે છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App