પહેલાં ઠંડા કલેજે કરી પતિની હત્યા, પુસ્તક લખી 'મર્ડર કેવી રીતે કરશો' તેની આપી ટીપ્સ

નેન્સીએ 'હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ' નામે એક પુસ્તક પણ લખ્યું હતું. (ફાઇલ)
નેન્સીએ 'હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ' નામે એક પુસ્તક પણ લખ્યું હતું. (ફાઇલ)

divyabhaskar.com

Sep 12, 2018, 04:31 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રોમેન્ટિક ઉપન્યાસ લખનાર અમેરિકાની મહિલાની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 68 વર્ષીય લેખિકા નેન્સી ક્રામ્પટન બ્રોફી સામે 63 વર્ષીય પતિ ડેનિયલ બ્રોફીની હત્યાનો આરોપ છે. 2 જૂનના રોજ ડેનિયનના પતિની હત્યા થઇ હતી અને ખુદ નેન્સીએ આ ઘટના પર શોક સંદેશ પણ ફેસબુક પર લખ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, નેન્સીએ 'હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ' નામે એક પુસ્તક પણ લખ્યું હતું.

હત્યા કરતા ડિવોર્સને ગણાવ્યા ખર્ચાળ


- ફોક્સ ન્યૂઝ અનુસાર, રોમાન્સ રાઇટર ક્રોમ્પટન બ્રોફીએ અનેક પુસ્તકો લખ્યા છે, જેના સેલ માટે એમેઝોન ઉપર પણ લિસ્ટ રાખવામાં આવ્યું હતું.
- એટલું જ નહીં, નેન્સીએ 2011માં પતિની હત્યાની રીતોને લઇને એક લેખ પણ લખ્યો હતો. એક વેબસાઇટ અનુસાર, નેન્સીએ આ નિબંધમાં હત્યાને લઇ પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.
- નેન્સીએ લખ્યું હતું, રોમેન્ટિક સસ્પેન્સ રાઇટર તરીકે મેં હત્યા અને ત્યારબાદ થનારી પોલીસની પ્રક્રિયાને લઇને અનેક કલાકો સુધી વિચાર્યુ નહીં. એટલું જ નહીં, તેણે આ લેખમાં હત્યાની સરખામણીએ ડિવોર્સને વધુ ખર્ચાળ કહી દીધા હતા.

X
નેન્સીએ 'હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ' નામે એક પુસ્તક પણ લખ્યું હતું. (ફાઇલ)નેન્સીએ 'હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ' નામે એક પુસ્તક પણ લખ્યું હતું. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી