બીજાં વિશ્વ યુદ્ધનું વિન્ટેજ પ્લેન સ્વિત્ઝર્લેન્ડમાં ક્રેશ, 17 પેસેન્જર્સ સહિત 20નાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે દુર્ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા 
- શનિવારે પણ સ્વિત્ઝર્લેન્ડમાં એક ટૂરિસ્ટ્સ પ્લેન ક્રેશ થયું હતું


ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્વિત્ઝર્લેન્ડના પિજ સેગ્નાઝ પર્વતીય ક્ષેત્રમાં શનિવારે બપોરે દ્વિતિય વિશ્વ યુદ્ધનું વિન્ટેજ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં 20 લોકોનાં મોત થયા હતા. સ્વિસ મીડિયા અનુસાર, જોન્કર જેયૂ52 એચબી-હોટ એરક્રાફ્ટ 1939માં જર્મનીમાં બનાવવામાં આવ્યું હતું. હાલ તે સ્વિસ એર ફોર્સ સાથે સંબંધિત જેયુ એરમાં પાસ હતું. આ પ્લેનમાં 17 મુસાફરો અને 3 ક્રૂ મેમ્બર સવાર હતા. જર્મન ન્યૂઝપેપર બ્લિકે લખ્યું, આ ફ્લાઇટે સાઉથ સ્વિત્ઝર્લેન્ડના ટિકિનોથી શનિવારે સવારે અંદાજિત 10 વાગ્યે ઉડાણ ભરી હતી અને જ્યૂરિકની પાસે ડ્યૂબેનડ્રોફ સૈન્ય વાયુ ક્ષેત્રમાં જઇ રહ્યું હતું. 
 
પ્લેન 180 ડિગ્રી ફર્યુ અને બ્લાસ્ટ થયો 


- સ્થાનિક મીડિયા અનુસાર, એક પ્રત્યક્ષદર્ક્ષીએ જણાવ્યું કે, પ્લેન અચાનક 180 ડિગ્રી ફર્યુ અને પથ્થરની માફક જમીન પર પડ્યું. 
- બ્લાસ્ટની સાથે તેમાં આગ લાગી. પોલીસ ઓફિસરોના જણાવ્યા અનુસાર, પાંચ હેલિકોપ્ટર બચાવ કાર્ય માટે દુર્ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા છે. 


કંપનીએ રદ્દ કરી તમામ ફ્લાઇટ 


- ઘટનાના પગલે જેયૂ એર કંપનીએ પોતાની વેબસાઇટ પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. હાલ કંપનીએ પોતાની તમામ ફ્લાઇટ રદ્દ કરી દીધી છે. 
- જેયૂ એર અનુસાર, 1939માં બનેલા તમામ જોન્કર પ્લેન ભાડેથી ઉડાવવામાં આવે છે. તેને ભૂતપૂર્વ આર્મી ઓફિસર અને પ્રોફેશનલ પાઇલટ જ ઉડાવે છે. 
- કંપનીએ પોતાની વેબસાઇટ પર 1987ની એક દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં કોઇ જાનહાનિ થઇ નહતી. 
- વળી, શનિવારે પણ એક સ્વિસ પ્લેન નિડવાલ્ડના જંગલોમાં ક્રેશ થયું હતું. આ ટૂરિસ્ટ પ્લેનમાં એક દંપત્તિ અને બે નાના બાળકો હતા. 

અન્ય સમાચારો પણ છે...