મોદીના માનમાં ઝૂક્યા વિશ્વના આ નેતા, પ્રોટોકોલ તોડી કર્યુ વેલકમ

અનેક વર્લ્ડ લીડર્સે પ્રોટોકોલ તોડીને પીએમ મોદીનું વેલકમ કર્યુ છે

divyabhaskar.com | Updated - Apr 29, 2018, 02:02 PM
નેતન્યાહૂએ મોદીના માનમાં તોડ્યા હતા 5 પ્રોટોકોલ
નેતન્યાહૂએ મોદીના માનમાં તોડ્યા હતા 5 પ્રોટોકોલ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પીએમ નરેન્દ્ર મોદીની બે દિવસની ચીનની મુલાકાત શનિવારે ખતમ થઇ. દરેક વખતની માફક આ વખતે પણ તેઓની મુલાકાત સમાચારોમાં રહી. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે પ્રોટોકોલ તોડીને તેઓનું વેલકમ કર્યુ અને ત્યારબાદ આ બે દિવસની સમિટીમાં બંને લીડર્સ 6 વખત મુલાકાત કરી ચૂક્યા છે. જો કે, મોદી માટે પ્રોટોકોલ તોડનારાઓમાં જિનપિંગ એકલા નથી. આ પહેલાં પણ અનેક વર્લ્ડ લીડર્સે પ્રોટોકોલ તોડીને તેઓનું વેલકમ કર્યુ છે.

નેતન્યાહૂએ મોદીના માનમાં તોડ્યા હતા 5 પ્રોટોકોલ


- 70 વર્ષમાં જ્યારે પહેલીવાર ભારતના પીએમ તરીકે મોદી ઇઝરાયેલ પહોંચ્યા હતા, ત્યારે ત્યાંના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડીને તેઓનું વેલકમ કર્યુ હતું.
- નેતન્યાહૂએ કેબિનેટ મંત્રીઓની સાથે પોતે એરપોર્ટ પર મોદીનું વેલકમ કર્યુ, ઉપરાંત 12 પ્રોગ્રામમાં તેઓ તેમની સાથે હતા.
- બેન્જામિને મોદીના સાથે બે ડીનર અને બે લંચ લીધા હતા અને તેઓને વિદાય આપવા માટે જાતે એરપોર્ટ ગયા હતા.

આગળની સ્લાઇડ્સમાં જાણો, આવા 5 અન્ય વર્લ્ડ લીડર્સ વિશે, જેઓએ મોદી માટે પ્રોટોકોલ તોડ્યો...

મેક્સિકો પ્રેસિડન્ટે મોદી માટે કાર ડ્રાઇવ કરી હતી
મેક્સિકો પ્રેસિડન્ટે મોદી માટે કાર ડ્રાઇવ કરી હતી

- જૂન 2016માં પીએમ મોદી મેક્સિકોની મુલાકાતે પહોંચ્યા હતા. તે સમયે ત્યાંના પ્રેસિડન્ટ એનરિક પેના નીટોએ પ્રોટોકોલ તોડીને મોદીનું વેલકમ કર્યુ હતું. એટલું જ નહીં, તેઓએ મોદીને પોતાની કારમાં બેસાડીને જાતે ડ્રાઇવિંગ કર્યુ હતું અને રેસ્ટોરાં લઇ ગયા હતા.

- અહીં બંને લીડર્સે એકસાથે વેજ ડિનર કર્યુ અને પ્રેસિડન્ટ મોદીને પોતાના ઘરે પણ લઇ ગયા હતા. 

મોદીના સ્વાગતમાં એરપોર્ટ પહોંચ્યા હતા અબૂધાબી પ્રિન્સ
મોદીના સ્વાગતમાં એરપોર્ટ પહોંચ્યા હતા અબૂધાબી પ્રિન્સ

- ઓગસ્ટ 2015માં જ્યારે પીએમ મોદી યુએઇની પહેલી મુલાકાત માટે ગયા હતા. તે સમયે ત્યાંના યુવરાજ શેખ મોહમ્મદ બિન જાયજ અલ નાહ્યાન પ્રોટોકોલની પરવા કર્યા વગર તેઓને લેવા અબૂધાબી એરપોર્ટ પર પહોંચ્યા હતા. 
- તેઓએ 34 વર્ષ બાદ કોઇ ભારતીય પીએમના યુએઇ પહોંચવા પર મોદીનું આવું શાનદાર વેલકમ કર્યુ હતું.

 

પાકિસ્તાનની મુલાકાતે મોદી-નવાઝ બંનેએ તોડ્યા પ્રોટોકોલ
પાકિસ્તાનની મુલાકાતે મોદી-નવાઝ બંનેએ તોડ્યા પ્રોટોકોલ

- નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2015ના રોજ અચાનક પાકિસ્તાન પહોંચીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. પીએમ મોદી અચાનક જ પ્રોટોકોલ તોડીને લાહોર પહોંચી ગયા હતા. 
- તે જ પ્રકારે પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફે પણ પ્રોટોકોલની પરવા કર્યા વગર એરપોર્ટ પર મોદીને વેલકમ કરવા માટે ઉભા હતા. 

શેખ હસીનાએ પણ તોડ્યો હતો પ્રોટોકોલ
શેખ હસીનાએ પણ તોડ્યો હતો પ્રોટોકોલ

- જૂન 2015માં નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા. જ્યારે તેઓ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે વડાપ્રધાન શેખ હસીના પ્રોટોકોલ તોડીને તેઓના વેલકમ માટે મોજૂદ હતા. 

નેપાળમાં થયું આવું વેલકમ
નેપાળમાં થયું આવું વેલકમ

- જૂન 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પાડોશી દેશ નેપાળ ગયા હતા, તો નેપાળના પ્રીમિયર સુશીલ કોઇરાલા તેઓને રિસિવ કરવા માટે જાતે એરપોર્ટ પહોંચ્યા હતા. - તેઓએ પ્રોટોકોલની પરવા કર્યા વગર પીએમ મોદીનું ત્રિભુવન એરપોર્ટ પર વેલકમ કર્યુ હતું.  

X
નેતન્યાહૂએ મોદીના માનમાં તોડ્યા હતા 5 પ્રોટોકોલનેતન્યાહૂએ મોદીના માનમાં તોડ્યા હતા 5 પ્રોટોકોલ
મેક્સિકો પ્રેસિડન્ટે મોદી માટે કાર ડ્રાઇવ કરી હતીમેક્સિકો પ્રેસિડન્ટે મોદી માટે કાર ડ્રાઇવ કરી હતી
મોદીના સ્વાગતમાં એરપોર્ટ પહોંચ્યા હતા અબૂધાબી પ્રિન્સમોદીના સ્વાગતમાં એરપોર્ટ પહોંચ્યા હતા અબૂધાબી પ્રિન્સ
પાકિસ્તાનની મુલાકાતે મોદી-નવાઝ બંનેએ તોડ્યા પ્રોટોકોલપાકિસ્તાનની મુલાકાતે મોદી-નવાઝ બંનેએ તોડ્યા પ્રોટોકોલ
શેખ હસીનાએ પણ તોડ્યો હતો પ્રોટોકોલશેખ હસીનાએ પણ તોડ્યો હતો પ્રોટોકોલ
નેપાળમાં થયું આવું વેલકમનેપાળમાં થયું આવું વેલકમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App