વર્લ્ડ ક્લીનઅપ ડે : દુનિયાનું સૌથી મોટું સફાઇ અભિયાન 36 કલાક ચાલ્યું.

152 દેશોમાં 1.45 કરોડ લોકોએ સફાઈ કરી, 1650 ટ્રક બરાબર કચરો સાફ કર્યો

DivyaBhaskar.com | Updated - Sep 17, 2018, 05:56 PM
World Cleanup Day the worlds largest clean-up operation lasted 36 hours

ન્યુયોર્ક: વર્લ્ડ ક્લીનઅપ ડે પર દુનિયાનું સૌથી મોટું સફાઇ અભિયાન ચલાવાયું. ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે શરૂઆત થઈ. અભિયાન 36 કલાકમાં અમેરિકાના હવાઈ ટાપુ સુધી પહોંચી ગયું. 152 દેશોના 1.45 કરોડ લોકોએ પોત-પોતાના દેશોના રોડ-નાળાની સફાઈ કરી, સમુદ્રમાંથી કચરો અને પ્લાસ્ટિક વીણ્યાં.

અભિયાનનો ઉદ્દેશ્ય : રમતા રમતા સફાઇ, ફોટો પાડો અને જાગૃતિ વધારો


તેની શરૂઆત એસ્ટોનિયાથી 10 વર્ષ પૂર્વે થઇ હતી. તે સમયે રોડથી સમુદ્ર સુધી ઠેર-ઠેર કચરો એકઠો થઈ ગયો હતો. ત્યારે દેશની 4% વસતી કચરાપેટી બની ચૂકેલા માર્ગો, પાર્કો, નાળા, જળસ્ત્રોત અને સમુદ્ર કિનારાને સાફ કરવા માટે નીકળી આવી હતી. અમુક કલાકોમાં જ દેશમાં નક્કી સ્થળો ઉપરાંત ક્યાંય કચરો બાકી ના રહ્યો. આ અભિયાનની તસવીર દુનિયામાં વાઈરલ થઈ. જેનાથી અન્ય દેશોમાં સફાઈની શરૂઆત થઈ.


ત્રણ આંગળીઓનું પ્રતીક ‘ડબ્લ્યૂ’ એટલે દુનિયા સાફ રહે


આ અભિયાનનું પ્રતીક ત્રણ આંગળીઓવાળો સંકેત ‘ડબ્લ્યૂ’ છે. તેનો અર્થ છે કે અમને એવી દુનિયા જોઈએ જે કચરારહિત(વર્લ્ડ વિધાઉટ વેસ્ટ) હોય. સંગઠન મુજબ આ ત્યારે શક્ય છે જ્યારે લોકો સાથે આવીને સફાઈ કરે.

અભિયાનની ખાસિયતતા


- 31 લાખ લોકોએ સફાઇ અભિયાન માટે સોશિયલ મીડિયા પર ટેકો આપ્યો
- 156 દેશોની કચરો સાફ કરવા માટે પસંદગી કરાઈ
- 8.7 હજાર સ્થળેથી તાન્જાનિયામાં કચરો ઉપાડાયો, દુનિયામાં સૌથી વધુ
- 71 હજાર સ્થળોઅએ કચરો એકત્રિત કરાયો
- સમુદ્રમાંથી હટાવેલ પ્રત્યેક 3માંથી એક કચરો પ્લાસ્ટિક નીકળ્યો
- ન્યૂઝીલેન્ડથી શરૂ થયું સફાઈ અભિયાન. હવાઇ બીચ સુધી પહોંચ્યું


215 કરોડ રૂપિયા અભિયાનનું બજેટ

દુનિયાના સૌથી મોટા અભિયાનનું બજેટ 215 કરોડ રૂ. છે. તેની તૈયારી જાન્યુઆરીથી શરૂ થાય છે. સૌથી પહેલા વોલેન્ટિયરને જોડવામાં આવે છે. માર્ચથી ઓગસ્ટ સુધી સફાઈ સ્થળની મેપિંગ કરાય છે. પછી સફાઈ થાય છે. સફાઇ અભિયાન બાદ દુનિયાને સાફ રાખવા પ્રત્યે જાગૃતતા લાવવા માટે ફોટો, મેસેજ અને આર્ટવર્ક અભિયાન ચલાવાય છે.


એસ્ટોનિયાના વડાપ્રધાન જૂરી રતાસે અપીલ કરતા કહ્યું હતું કે ચાલુ વર્ષે દેશની 100મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે અમારો દેશ નાગરિકોના જુસ્સાને કારણે સાફ થઈ ચૂક્યો છે. હું દુનિયાને અપીલ કરીશ કે તે પણ પોતાના દેશને સાફ કરાવી લે.

X
World Cleanup Day the worlds largest clean-up operation lasted 36 hours
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App