તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • એક રૂમમાં 6 વર્ષથી રહે છે વિકીલીક્સના સંસ્થાપક અસાંજે| Wikileaks Julian Assange In One Living In The Same Room For Six Years

એક રૂમમાં 6 વર્ષથી રહે છે વિકીલીક્સના અસાંજે, 3 મહિનાથી ઈન્ટરનેટ પણ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડન: વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડનમાં ઈક્વાડોરિયન એમ્બેસીમાં છેલ્લા છ વર્ષથી રહે છે. તેઓ અહીં 3 મીટર બાય 6 મીટર રૂમમાં રહે છે. આ એક સ્ટૂડિયો અપાર્ટમેન્ટ છે. માર્ચ 2018માં તેમનું ઈન્ટરનેટ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે. અમેરિકાના સીક્રેટ ડેટા તેમની વેબસાઈટ પર લીક કરવા અને દુષ્કર્મ જેવા ગંભીર આરોપો પછી ધરપકડના ડરથી અસાંજેએ 2012માં દૂતાવાસમાં શરણ લીધી છે. તેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. તેમને જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે.

 

47 વર્ષના અંસાજેને આશ્રય આપવા વિશે ઈક્વાડોરનો તર્ક છે કે, અસાંજેના વિચોરાની આઝાદી અને પ્રેસ ફ્રિડમના કારણે કોઈ પણ સમયે તેમને જીવનું જોખમ થઈ શકે છે. ઈક્વાડોરના પૂર્વ રાષ્ટ્રપતિ રાયફલ કોરેયા કહી ચૂક્યા છે કે અસાંજે જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી દૂતાવાસમાં રહી શકે છે. અસાંજે ઘણીવાર દૂતાવાસની બાલ્કનીમાં આવીને સ્પીચ આપે છે.

 

જમીન પર ઉંઘે છે


અસાંજેના રૂમમાં એક પથારી છે જે તે નીચે પાથરીને ઉંઘી શકે છે. આ સિવાય તેમના રૂમમાં ફોન, સન લેમ્પ, શોવર, ટ્રેડમિલ અને કિચન છે. જ્યારથી તેઓ અહીં રહેવા આવ્યા છે ત્યારથી અહીં આવતા મહેમાનોની સંખ્યા અચાનક વધી ગઈ છે. તેમના વિઝિટરમાં લેડી ગાગા પણ સામેલ છે. દૂતાવાસને તેમનો સ્ટાફ વધારીને બમણો કરી દેવો પડ્યો છે. બહાર પોલીસ પણ તહેનાત કરવી પડી છે. આ નાનકડો રૂમ છેલ્લા છ વર્ષથી ઘણો મહત્વનો થઈ ગયો છે.

 

રોજ 8 કિમી દોડે છે અસાંજે


લંડનના પ્રખ્યાત ટીવી ડિરેક્ટર કેલ લોચે અસાંજેને ટ્રેડ મિલ ગીફ્ટ કર્યું છે. જેના પર તેઓ રોજ 8 કિમી દોડે છે. દર આંતરે દિવસે તેઓ બ્રિટનના પૂર્વ સ્પેશિયલ એર સર્વિસ ઓફિસરની સાથે વર્કઆઉટ પણ કરે છે. બાથરૂમ તેમને શેર કરવું પડે છે. રૂમના એક ખૂણામાં તેમણે ગોળ મીટિંગ ટેબલ રાખ્યું છે. અહીં તેઓ પત્રકારો અને સાથીઓ સાથે મુલાકાત કરે છે. એક બારી છે અને તેની સામે 4 કબાટ છે. આ કબાટ ફાઈલ, સિડી, પેન અને પ્રિન્ટરથી ભરેલા છે. અહીં દૂતાવાસના સ્ટાફ સાથે વાત કરવામાટે સ્પેશિન ડિક્શનરી છે અને ક્યૂબાના એક શહેર ગુઆનતનામો વિશે એક પુસ્તક પણ છે. એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ તેમના રૂમના ફર્નિચરની જગ્યા પણ વારંવાર બદલતા રહે છે.

 

છ મહિનામાં એક પણ વાર બહાર નથી આવ્યા અસાંજે


અસાંજે દિવસના 17 કલાક કામ કરે છે તેમ છતા તેઓ ફિલ્મ જોવાનું બંધ નથી કરતા. છેલ્લા છ વર્ષમાં તેમણે એક વાર પણ આ ઈમારતમાંથી બહાર પગ નથી મુક્યો. અસાંજેનું ઈન્ટરનેટ એટલા માટે કાપવામાં આવ્યું છે કારણ કે તેમણે લેખિતમાં વાયદો કર્યો હતો કે, તેઓ બાકી દેશો સાથેના સંબંધો વિશે કોઈ મેસેજ નહીં કરે. પરંતુ તેમણે તેમનો આ વાયદો પાળ્યો નથી.

અસાંજેએ વિકીલીક્સની વેબસાઈટ પર ઈરાક યુદ્ધ સાથે જોડાયેલા 4 લાખ દસ્તાવેજ સાર્વજનિક કર્યા હતા. આ દ્વારા તેમણે અમેરિકા, ઈંગ્લેન્ડ અને નાટોની સેનાઓ પર યુદ્ધનો આરોપ પણ લગાવ્યો હતો. એવો આરોપ પણ છે કે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રશિયા ઈન્ટેલિજન્સ એજન્સીએ હિલેરી ક્લિટંનના કેમ્પેન સાથે જોડાયેલા ઈમેલ હેક કરીને વિકીલીક્સને આપી દીધા હતા. 

 

અન્ય સમાચારો પણ છે...