જાણો, સીરિયામાં ટ્રમ્પના મિશનને સફળ બનાવનાર RAF મિસાઇલ શું છે?

289 કિમી/કલાકની ઝડપે લૉન્ચ થતી આ મિસાઇલ્સ વિશ્વના સૌથી આધુનિક એર-લૉન્ચમાંથી એક છે

divyabhaskar.com | Updated - Apr 16, 2018, 12:05 AM
આ મિસાઇલ્સ વિશ્વના સૌથી આધુનિક એર-લૉન્ચમાંથી એક છે
આ મિસાઇલ્સ વિશ્વના સૌથી આધુનિક એર-લૉન્ચમાંથી એક છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મોડી રાત્રે 'સક્સેસફૂલ મિશન'ની ટ્વીટ કરી હતી. ટ્રમ્પની આ સફળ ટ્વીટ પાછળ જે વેપન્સ જવાબદાર છે તે છે - RAF ટોર્નાડો જેટ્સ. 13 એપ્રિલના રોજ સીરિયામાં રાતોરાત ઉભા કરી દેવામાં આવેલા RAF ટોર્નાડો જેટ્સે 70 જેટલા મિસાઇલ અટેક કરીને સીરિયાની કેમિકલ વેપન્સ ફેક્ટરીને તહસ-નહસ કરી નાખી હતી. હકીકતમાં, ટોર્નાડોએ યુકેના ગ્રાઉન્ડ અટેક એરક્રાટ્સ છે જેમાં સ્ટોર્મ શેડો મિસાઇલ્સ રહેલી હોય છે. અહીં જાણો, આ પાવરફૂલ વેપન્સ વિશેની ખાસ માહિતી.


408 કિલોગ્રામ વજનની મિસાઇલ છોડવા સક્ષમ


- સ્ટોર્મ શેડો મિસાઇલ લોંગ રેન્જ એર લોન્ચ ક્રૂઝ વેપન્સ હોય છે. જેમાં પ્રતિ મિસાઇલ 408 કિલોગ્રામ કે તેનાથી વધુ વજનની હોય છે.
- આ મિસાઇલ 289 કિમી/કલાકની ઝડપે લૉન્ચ થાય છે. આ મિસાઇલ્સ વિશ્વના સૌથી આધુનિક એર-લૉન્ચમાંથી એક છે. જેને ખાસ ફેસિલિટીઝ, બંકર અને બ્રિજ તોડવા માટે ડિઝાઇન કરવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે આ મિસાઇલ કરે છે કામ?

AF ટોર્નાડો જેટ્સે 70 જેટલા મિસાઇલ અટેક કરીને સીરિયાની કેમિકલ વેપન્સ ફેક્ટરીને તહસ-નહસ કરી નાખી હતી
AF ટોર્નાડો જેટ્સે 70 જેટલા મિસાઇલ અટેક કરીને સીરિયાની કેમિકલ વેપન્સ ફેક્ટરીને તહસ-નહસ કરી નાખી હતી

કેવી રીતે ક્રૂઝ મિસાઇલ કરે છે કામ? 


- બોમ્બર જેટ્સમાંથી જેવી આ મિસાઇલ છૂટે તેના વિંગ્સ બહાર આવી જાય છે અને તે બાજ પક્ષીની માફક પ્રિ-પ્રોગ્રામ્ડ પર ઉંચાઇથી લૉ એન્ડ ફાસ્ટ અટેક કરે છે. લૉન્ચિંગ દરમિયાન તે રડાર અને એર ડિફેન્સને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. 
- જેવી મિસાઇલ તેના ફાઇનલ ટાર્ગેટ સુધી પહોંચે તેનો અણીદાર હિસ્સાની આગળ હાઇ-રિઝોલ્યુશન ઇન્ફ્રા-રેડ કેમેરા ખૂલી જાય છે. 
- કેમેરાની મદદથી હાર્ડવેર ટાર્ગેટને ઓળખે છે અને તેના રસ્તામાં આવતા દરેક ટાર્ગેટ્સની ઇમેજને કેમેરા ઓટોમેટિક સ્ટોર કરી લે છે. 

 

કેમેરાની મદદથી હાર્ડવેર ટાર્ગેટને ઓળખે છે અને તેના રસ્તામાં આવતા દરેક ટાર્ગેટ્સની ઇમેજને કેમેરા ઓટોમેટિક સ્ટોર કરી લે છે
કેમેરાની મદદથી હાર્ડવેર ટાર્ગેટને ઓળખે છે અને તેના રસ્તામાં આવતા દરેક ટાર્ગેટ્સની ઇમેજને કેમેરા ઓટોમેટિક સ્ટોર કરી લે છે

સીરિયામાં RAF Tornado જેટ્સે ક્યાં મિસાઇલ છોડી? 


- સ્ટોર્મ શેડો મિસાઇલ સીરિયાની કેમિકલ વેપન્સ ફેક્ટરી બેઝ પર છોડવામાં આવી. 14 એપ્રિલના રોજ સ્ટોર્મ શેડો જેટ દ્વારા વહેલી સવારે 15 માઇલના અંતરે મિસાઇલ્સનો મારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. 
- સીરિયા માટે આ ઘાતક અને ચોકસાઇપૂર્વકની મિસાઇલની પસંદગી કરવામાં આવી, કારણ કે, તે મહત્તમ વિનાશક છે. 
- સીરિયામાં કેમિકલ વેપન્સની ફેક્ટરીઝને મૂળભૂત રીતે નિશાન બનાવવા માટે આ જેટ્સની પસંદગી કરવામાં આવી હતી. 

X
આ મિસાઇલ્સ વિશ્વના સૌથી આધુનિક એર-લૉન્ચમાંથી એક છેઆ મિસાઇલ્સ વિશ્વના સૌથી આધુનિક એર-લૉન્ચમાંથી એક છે
AF ટોર્નાડો જેટ્સે 70 જેટલા મિસાઇલ અટેક કરીને સીરિયાની કેમિકલ વેપન્સ ફેક્ટરીને તહસ-નહસ કરી નાખી હતીAF ટોર્નાડો જેટ્સે 70 જેટલા મિસાઇલ અટેક કરીને સીરિયાની કેમિકલ વેપન્સ ફેક્ટરીને તહસ-નહસ કરી નાખી હતી
કેમેરાની મદદથી હાર્ડવેર ટાર્ગેટને ઓળખે છે અને તેના રસ્તામાં આવતા દરેક ટાર્ગેટ્સની ઇમેજને કેમેરા ઓટોમેટિક સ્ટોર કરી લે છેકેમેરાની મદદથી હાર્ડવેર ટાર્ગેટને ઓળખે છે અને તેના રસ્તામાં આવતા દરેક ટાર્ગેટ્સની ઇમેજને કેમેરા ઓટોમેટિક સ્ટોર કરી લે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App