Divya Bhaskar

Home » International News » Latest News » International » WEF : Sharukh khan awarded kristal Award

WEF:શાહરૂખને ક્રિસ્ટલ એવોર્ડ એનાયત, ખાન નમસ્કાર- જયહિંદ બોલ્યો

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 02:55 AM

વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોલિવુડ કિંગ શાહરૂખ ખાનને ક્રિસ્ટલ એવોર્ડ એનાયત

  • WEF : Sharukh khan awarded kristal Award

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની શરૂઆત થઈ રહી છે. અહીં પહેલી વાર ભાગ લેવા માટે મોદી આજે પહોંચ્યા છે. આ સાથે ભારતથી ઘણા બિઝનેસમેન, મંત્રીઓ અને બોલિવુડ સેલિબ્રિટીસ પણ પહોંચી છે. ભારતના સમય પ્રમાણે ત્યાં સાંજે પાંચ વાગે આ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જેમાં બોલિવુડના કિંગખાન કહેવાત મશહુર એક્ટર શાહરુખ ખાનને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ તરફથી ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરાયો છે. WEF સ્કીઈંગ રિસોર્ટમાં થઈ રહ્યું છે જ્યાં હાલ ઘણો સ્નોફોલ થઈ રહ્યો છે.


    શાહરૂખે નમસ્કાર અને જય હિંદ બોલ્યા

    શાહરૂખ ખાનને એવોર્ડ એનાયત થયો પછી જ્યારે તે આભાર વિધિ કરતો હતો તે વેળાએ અંતમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભારતીય સંસ્કૃતિનું નાક રાખતા નમસ્કાર અને જય હિંદનું ઉચ્ચારણ કર્યું હતું. જે ભારત માટે ગર્વની વાત છે.

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending