Home » International News » Latest News » International » પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા | Russias strongman ruler has taken the oath of office for his fourth term

પુતિન ચોથીવાર બન્યા રશિયાના પ્રમુખ, 6 વર્ષના શાસન માટે લીધા શપથ

Divyabhaskar.com | Updated - May 07, 2018, 06:58 PM

ગ્રાન્ડ ક્રેમલિન પેલેસના સુસજ્જિત હોલમાં ઉભા રહીને, પુતિને પોતાના પ્રેસિડન્ટ પદના શપથ લીધા

  • પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા | Russias strongman ruler has taken the oath of office for his fourth term
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    70 ટકાથી વધુ મતદારોએ પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં સમર્થન આપ્યું હતું

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ વ્લાદિમિર પુતિને આજે સોમવારે ચોથી વખત છ વર્ષના કાર્યકાળ માટે રશિયાના પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા. સોનાના કવરવાળા સંવિધાનની પ્રતિલિપિની સાથે ગ્રાન્ડ ક્રેમલિન પેલેસના સુસજ્જિત હોલમાં ઉભા રહીને, પુતિને પોતાના પ્રેસિડન્ટ પદના શપથ લીધા. આ દરમિયાન તેઓએ રશિયાના નાગરિકોની સેવા કરવા, પોતાના અધિકારો અને સ્વતંત્રતાઓની રક્ષા કરવા અને રશિયન સંપ્રભૂતાની રક્ષા કરવાના સોંગદ લીધા.


    70 ટકા વોટ સાથે મેળવી જીત


    - પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા, જ્યાં તેમની સામે કોઇ મોટા પડકારો પણ નહતા. આથી જ 70 ટકાથી વધુ મતદાતાઓએ તેઓને પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં સમર્થન આપ્યું હતું.
    - તેઓના ખતરનાક પ્રતિદ્વંદ્વી એલેક્સી નેવાલ્વીને ચૂંટણી પ્રક્રિયાથી બહાર કરી દેવામાં આવ્યા હતા. શનિવારે નેવાલ્વીના સમર્થકોએ પુતિન વિરૂદ્ધ નારેબાજી કરી સડકો પર દેખાવો કર્યો હતો.
    - વિરોધીઓએ 'પુતિન અમારા નેતા નથી' તેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ માટે પોલીસે 1600 જેટલાં સમર્થકોની ધરપકડ કરી હતી.


    પશ્ચિમના દેશો સાથે રશિયાની ટક્કર રહેશે પડકાર


    - 65 વર્ષીય પુતિન લોકોના સમર્થનથી ઉત્સાહિત પોતાના ચોથા કાર્યકાળની શરૂઆત કરવા જઇ રહ્યા છે. પરંતુ આ દરમિયાન પશ્ચિમની સાથે રશિયાની ટક્કરના કારણે દેશની નાજુક અર્થવ્યવસ્થા પર શું પ્રભાવ પડે છે તેના ઉપર વધુ ધ્યાન આપવું પડશે.
    - ઉલ્લેખનીય છે કે, રશિયન સંવિધાન અનુસાર, તેઓ આ કાર્યકાળને સમાપ્ત કર્યા બાદ 2024માં ફરીથી પ્રેસિડન્ટની ચૂંટણીની રેસમાં સામેલ નથી થઇ શકતા.

  • પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા | Russias strongman ruler has taken the oath of office for his fourth term
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ગ્રેટ હૉલમાં શપથ વિધિ માટે પ્રવેશ કરતા વ્લાદિમીર પુતિન
  • પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા | Russias strongman ruler has taken the oath of office for his fourth term
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રશિયન ફેડરેશન ફ્લેગ લઇને ગ્રેટ હૉલમાં પ્રવેશ કરતા ઓનર્ડ ગાર્ડ્સ
  • પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા | Russias strongman ruler has taken the oath of office for his fourth term
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોન્સ્ટિટ્યૂશનને લઇને આવતો ઓનર્ડ ગાર્ડ
  • પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા | Russias strongman ruler has taken the oath of office for his fourth term
    શપથવિધિ દરમિયાન દરેક સ્થળે માત્ર પુતિન જ છવાયેલા રહ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ